Business Plus

ROW - (Right of Way) અને ખેડુતોને યોગ્ય અને વ્યાજબી વળતર આપવામાં પ્રવર્તમાન જોગવાઈઓ સાથે સરકારનો નિર્ણય

By GS Team
5 Jul 20265 mins read
TukuTouch Logo
ગુજરાતમાં વીજળી ટ્રાન્સમિશન લાઈનો અને ટાવર નાખવાના મુદ્દે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. 2015 પહેલા વળતરની જોગવાઈ ન હતી. સુપ્રીમ કોર્ટની સમિતિની ભલામણો બાદ 2017 અને 2024 સુધી વળતરની રકમમાં ફેરફાર થયા. બંધારણના આર્ટિકલ 300A અને 2013ના જમીન સંપાદન અધિનિયમ મુજબ ખેડૂતોને તેમની જમીનના ઉપયોગ સામે વાજબી વળતર મળવું જોઈએ. રાજ્ય સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણય લેશે તેવી અપેક્ષા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ROW - (Right of Way) અને ખેડુતોને યોગ્ય અને વ્યાજબી વળતર આપવામાં પ્રવર્તમાન જોગવાઈઓ સાથે સરકારનો નિર્ણય

વીજળીની શોધ માનવજીવનના વિકાસમાં અગત્યનું ચાલકબળ Prime Mover) છે. વીજળીના ઉપયોગ સિવાયનું જીવન કે વિકાસ હાલના પરીપ્રેક્ષ્યમાં અસંભવ છે. આ સંદર્ભમાં ઉર્જાક્ષેત્રનો તબક્કાવાર વિકાસ અને ટેકનીકલ, કોમર્શિયલ અને કાયદાકીય જોગવાઈઓ સમજવી જરૂરી છે. છેલ્લા થોડક સમયથી ગુજરાતમાં ટ્રાન્સમીશન - વિજપ્રવહનની લાઈનો અને ટાવર નાંખવાના મુદ્દા ઉપર ખેડુતો આંદોલન ચલાવી રહ્યા છે અને તમામ ક્ષેત્રના વ્યક્તિઓએ મારા લાંબા ગાળાની ઉર્જાક્ષેત્રની કામગીરીને કારણે અનુરોધ કર્તા વાસ્તવિક સ્થિતી અને તેનો ઉકેલ શું તે ઉપર વિશ્લેષણ કરવાનો પ્રયાસ કરીશ. ઉર્જા ક્ષેત્રના ત્રણ મુખ્ય Segment જેમાં Generation (વિજ ઉત્પાદન), Transmission (વિજ પ્રવહન) અને Distribution (વિજ વિતરણ) અગત્યના છે. આ ત્રણે ભાગ એકબીજાના પુરક (Complimentary) છે. ઉર્જાના સ્ત્રોતનું વિભાજન કરીએ તો Conventional અને Non-Conventional Source of Energy છે. જેને ગુજરાતીમાં પરંપરાગત અને બિન-પરંપરાગત તરીકે ઉલ્લેખવામાં આવે છે. આ વિષય અંગે પણ અલગ રીતે ઉર્જા સ્ત્રોતોની Energy Security તરીકે ચર્ચા કરી શકાય તેમ છે.
ઉર્જા ક્ષેત્રના નિયમનની ઐતિહાસિક પુર્વ ભુમિકા ઉપર જઈએ તો પ્રથમ ભારતમાં રેલ્વેની શરૂઆત થઈ ત્યારે સંદેશા વ્યવહાર માટે ઈન્ડીયન ટેલિગ્રાફ એક્ટ - ૧૮૮૫ની જોગવાઈઓ - ટેલિફોન પોલ નાંખવા માટે ROW - Right of Way ની જોગવાઈ હતી. ત્યારબાદ ૧૯૧૦નો ઈલેક્ટ્રીસિટી એક્ટ - બ્રિટીશ શાસન વ્યવસ્થામાં લાઈસન્સીના નિયમન તરીકે ઘડવામાં આવેલ તે વખતે ઈલેક્ટ્રીસિટી પ્રગતિશીલ રજવાડા અને બ્રિટીશ હુકમતના શહેરો પુરતી વિજળી હતી. આઝાદી મળ્યા બાદ - ૧૯૪૮ Supply of Electricity Act લાવવામાં આવ્યો. ૧૯૧૦ના કાયદામાં પણ ૧૮૮૫નો ટેલિગ્રાફીક એક્ટ લાગુ કરવામાં આવ્યો. આઝાદી મળ્યા બાદ રાજ્ય વિદ્યુત બોર્ડ (SEB) ની રચના કરવામાં આવી. તેમાં ગામડાઓનું વિજળીકરણ અને કૃષિ ક્ષેત્રે સ્વાવલંબન લાવવા કૃષિવીજ જોડાણો આપવાની મુખ્ય બાબતો હતી. તબક્કાવાર ગુજરાત જેવા રાજ્યમાં અને ૧૯૮૫ સુધીમાં રાજ્યના તમામ ગામડાઓનું વિજળીકરણ થયેલ છે અને અમો સચિવશ્રી, ગુજરાત વિદ્યુત બોર્ડ હતાં ત્યારે મહત્વાકાંક્ષી જ્યોતિગ્રામ યોજનાનું ઘડતર અને અમલીકરણ થયું. જેથી તમામ ગામડાંઓમાં ચોવીસ કલાક વિજળી સૌ-પ્રથમ આપવાનું દેશનું પ્રથમ રાજ્ય છે.
ઉક્ત પુર્વભુમિકા ઐતિહાસિક સ્વરૂપે જણાવવાનો આશય તબક્કાવાર ઉર્જાક્ષેત્રના વિકાસ સાથે કાયદાકીય જોગવાઈઓ જણાવી છે. છેલ્લે ૧૯૧૦ના ઈલેક્ટ્રિસીટી કાયદા બાદ ૯૩ વર્ષ પછી ૨૦૦૩નો હાલનો ઈલેક્ટ્રીસિટી એક્ટ ઘડવામાં આવ્યો અને હાલ અમલમાં છે. આ કાયદામાં પણ ટેલિગ્રાફ એક્ટ મુજબની Right of Way ની જોગવાઈઓ લાગુ કરેલ છે. સમયાંતરે જે બદલાવ આવ્યો છે તે સમજવા જેવો છે. કારણકે જેમ જેમ વિકાસ, ઔદ્યોગિકરણ, વ્યાપારીકરણ, શહેરીકરણ થયું તેમ વિજ માંગમાં અનેક ગણો વધારો થયો. જે તે સમયે ઓછી વિજ માંગ હોવાના કારણે, Load Growth Area માં ટ્રાન્સમીશન લાઈનની Density ઓછી હતી. બીજું કે વિજ ઉત્પાદન કરતા પાવર પ્લાન્ટ કે હવે સોલર પ્લાન્ટ, વિન્ડ મીલ વિગેરે ક્ષેત્રમાંથી ઈલેક્ટ્રીસિટીની વહન (Transmit) કરવા માટે જુદી જુદી કેટેગરીના ૪૪૦ કેવી. / ૨૨૦ કેવી. ૧૩૨/૬૬ કેવી. સબસ્ટેશનના માધ્યમથી વિજપ્રવહન કરવું પડે કારણ કે સંદેશા વ્યવહારમાં Satellite Communication fu Optic Fiber ના માધ્યમથી વાહતુક થાય છે જ્યારે ઈલેક્ટ્રીસિટીના પ્રવહન માટે અને ખાસ કરીને ઉક્ત ટ્રાન્સમીશન કેટેગરી જણાવી. તેમાં ટ્રાન્સમીશન લાઈનના Conductor Heavy Capacity હોવાને કારણે ટ્રાન્સમીશન ટાવર ઉભા કરવાં અનિવાર્ય બને છે. અમુક કેટેગરી સુધીજ મર્યાદિત સ્વરૂપે Under Ground Cable નાંખી શકાય છે અને તેમાં પણ અનેક ગણી (પાંચગણી) કિંમત થાય છે અને હાઈ-વોલ્ટેજ લાઈન હોવાને કારણે સલામતીના પ્રશ્નો પણ મોટા છે. આ સંદર્ભમાં વિજપ્રવહન માટે જે ટાવર અને વાયર (Conductor) જે ખેડુતોની જમીનમાંથી Right of Way ના અધિકાર હેઠળ જમીનનો ઉપયોગ કરવામાં આવે છે તેમાં મારી જાણકારી મુજબ ૨૦૧૫ સુધી કોઈ મુખ્ય વળતર આપવાની જોગવાઈ ન હતી.
હવે ખેડુતોનાં કે જમીન માલીકના Right of Way તરીકે ટ્રાન્સમીશન લાઈન કે ટાવર ઉભા કરવામાં જમીનનો ઉપયોગ અને જમીન સંપાદન વચ્ચેનો બંધારણીય અને કાયદાકીય સંદર્ભ સમજવાની જરૂર છે. અગાઉ જમીન સંપાદન કાયદો ૧૮૯૫ અમલમાં હતો. હાલ ૨૦૧૩નો Fair Compensation Act અમલમાં છે જેમાં જમીન સંપાદન અને વળતર આપવાની જોગવાઈઓમાં આમુલ પરિવર્તન લાવવામાં આવ્યું છે. પાયાની બાબત તરીકે બંધારણના મુળભુત અધિકારોમાં અગાઉ જમીન / મિલ્કત મુળભુત અધિકાર - ૧૯૭૮ ખેહગચસીહાચન ઇૈયરા હતો. જેને ૪૪માં બંધારણ સુધારાથી આર્ટીકલ-૩૦૦એ ઉમેરીને બંધારણીય / કાયદાકીય અધિકાર દરેક નાગરિકને આપવામાં આવ્યો છે અને આ જોગવાઈ પ્રમાણે ર્શ ૅીર્જિહ જરચનન મી ગીૅિૈપીગ ર્ક રૈજ ૅર્િૅીિાઅ જચપી મઅ ચેાર્રિૈાઅ ર્ક ર્નુ એટલેકે કોઈપણ વ્યક્તિની જમીન / મિલ્કતને કાયદાની જોગવાઈ અનુસર્યા સિવાય લેવામાં આવશે નહિં અને આના અમલ અંગે બંધારણના આર્ટીકલ ૩૨ની જોગવાઈ પ્રમાણે મિલ્કતના અધિકારના પાલન કરાવવા માટે ન્યાય મેળવાનો અધિકાર છે. આમ આ જોગવાઈઓથી ફલીત થાય છે કે કોઈપણ ખેડુતની જમીન / મિલ્કતમાંથી ઇૈયરા ર્ક ઉચઅ તરીકે ટ્રાન્સમીશન / ટાવર / લાઈન નાખવી હોય તો કાયદાકીય પ્રક્રિયા અનુસર્યા સિવાય જે વર્ષોથી આ અધિકાર હેઠળ નાંખવામાં આવેલ પરંતું અત્યારના સંદર્ભમાં જમીનની ક્ષમતા અને ઉપયોગીતા ઘટતી હોવાથી યોગ્ય વળતર પ્રવર્તમાન ૨૦૧૩ના જમીન સંપાદનના કાયદાના પરિપ્રેક્ષ્યમાં આપવાનું થાય.
ટ્રાન્સમિશન લાઈન નાખવનાં સંદર્ભે જે અડચણો પેદા થતી હતી. એટલે સુપ્રિમ કોર્ટે આ સંદર્ભમાં ૨૦૧૫માં એક કમિટિની રચના કરેલ અને તેમાં આ કમિટિના સલાહકાર સભ્ય તરીકે અમો હતાં અને તે સમયે પ્રથમવાર રાજ્યમાં ટ્રાન્સમીશન ટાવર અને ર્ભહગેર્બાિ ના વિસ્તારમાં વળતર આપવાની ભલામણો કરેલ ત્યાર બાદ ૨૦૧૭ અને તબક્કાવાર ભારત સરકારની પણ આ બાબતમાં ભલામણોના આધારે ૨૦૨૪ સુધી તબક્કાવાર વળતરની રકમમાં ફેરફાર કરેલ પરંતું તે પર્યાપ્ત ન હોવાને કારણે ખેડુત વર્ગ આ મુદ્દાને લઈને આંદોલન ચલાવે છે. જેને રાજકીય સ્વરૂપ આપવાને બદલે યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મુલવવાની જરૂર છે. સૌ પ્રથમ તો ૨૦૦૩ના ઈલેક્ટ્રિસીટી કાયદા મુજબ ઉર્જાક્ષેત્રના ઈલેક્ટ્રિસીટી બોર્ડ ખોટ કરતાં હતાં એટલે કંપની કરણ કરવામાં આવ્યું છે. રેગ્યુલેટરી કમીશનને વિજદર નક્કી કરવાની સત્તાઓ આપવામાં આવી છે. જનરેશન, ટ્રાન્સમીશન અને ડિસ્ટ્રીબ્યુશનને ઁીર્કિસિચહબી સુધારવાના સ્ચહગચાી અપાયા છે અને ખાસ કરીને ્ચિહજસૈજર્જૈહ ક્ષેત્રમાં જે ઁર્ુીિ ને ટ્રાન્સમીટ કરવા અને લાઈનો નાંખવાનો જે ક્ષેત્ર એટલે કે ય્ઈર્્ભં, ઁર્ંઉઈઇ ય્ઇૈંઘ કે કોઈપણ કંપની ઉરીીનૈહય ભરચયિી તરીકે વસુલ કરવામાં આવે છે અને છેવટે તે ભારણ વિજગ્રાહકો ઉપર થાય છે. એટલે જ્યારે ખેડુતોની જમીન ઇૈયરા ર્ક ઉચઅ માં જમીની ક્ષમતા ઁર્ાીહૌચનૈાઅ ઓછી થતી હોય ત્યારે ખેડુતોને બજાર કિંમતના ધોરણે અને વ્યાજબી સ્વરૂપે આપવાનું થાય કારણ કે બંધારણના આર્ટીકલ ૩૦૦એ અને જમીન સંપાદન અધિનિયમ ૨૦૧૩ની જોગવાઈઓ હેઠળ મિલ્કત / જમીન યોગ્ય વળતર આપ્યા સિવાય લેવાય કે ઉપયોગ ઇૈયરા ર્ક ઉચઅ હેઠળ ન થઈ શકે.
લાંબા સમયથી ચાલતા આ મુદ્દા ઉપર અમોએ પણ સબંધિત અધિકારીઓ અને ઉચ્ચ કક્ષાએ ઉક્ત પરિપ્રેક્ષ્યમાં રજુઆતો કરી છે અને જાણકારી મુજબ પારદર્શક સ્વરૂપે ખેડુતોને જમીન સંપાદન અધિનિયમ ૨૦૧૩ની જોગવાઈઓને સમાંતર વળતર અને પાકને થતાં નુકશાન અંગે સ્થાનિક સ્ઇઁ ના ધોરણે વળતર આપવામાં આવે તે સક્રિય વિચારણા હેઠળ હોવાથી આ આર્ટીકલ પ્રસિધ્ધ થશે ત્યાં સુધીમાં રાજ્ય સરકારનો નિર્ણય ખેડુતોના હિતમાં આવશે. આગામી આર્ટીકલમાં રાજ્ય સરકારના નિર્ણયની વિગતવાર માહિતી સઘળાં પાસાંઓને ચકાસીને ઉર્જાક્ષેત્રનો લોકોના હિતમાં વિકાસ અને ખેડુતોને તેમના હકનું રક્ષણ થાય અને પુરેપુરૂં અને વ્યાજબી વળતર મળે તે વિવરણ કરીશું. ક્રમશઃ