Business Plus

ખાતરનો પુરવઠો વધ્યો ત્યારે નબળા ચોમાસાનો અજંપો

By GS Team
5 Jul 20263 mins read
TukuTouch Logo
ચાલુ વર્ષે ભારતમાં ચોમાસાનો નબળો પ્રારંભ થતાં કૃષિ ક્ષેત્રે ચિંતા વ્યાપી છે. જૂનમાં 40% ઓછો વરસાદ નોંધાતા ખરીફ વાવેતરમાં 22-23% ઘટાડો થયો છે. જોકે, ઇરાન-અમેરિકા યુદ્ધ શાંત થતાં ફર્ટિલાઇઝરની સપ્લાય સામાન્ય બની છે. સરકારે આયાત નિર્ભરતા ઘટાડવા અને સબસિડી વધારવા પગલાં લીધા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ખાતરનો પુરવઠો વધ્યો ત્યારે નબળા ચોમાસાનો અજંપો

ભારતની ગણના કૃષી પ્રધાન દેશ Q:\DAILY-PHOTO\07 July 2026\05 vepar Som Purti\first fertriliser.jpgતરીકે થાય છે તથા દેશમાં મોટાભાગનો ખેતીનો વિસ્તાર જો કે હજી વરસાદ પર આધારીત રહ્યો છે તથા સિંચાઈ હેઠળનો કૃષી વિસ્તાર સરખામણીએ ઓછો રહ્યો છે. આવા માહોલમાં આ વર્ષે દેશમાં ચોમાસાનો આરંભ અપેક્ષાથી નબળો રહેતાં કૃષી ક્ષેત્રમાં તેમ જ વિવિધ કૃષી બજારોમાં અજંપો પણ જોવા મળ્યો છે. દેશમાં આ વર્ષે મોનસૂન પર અલનીનોની ઈમ્પેક્ટ દેખાશે એવી શક્યતા ચોમાસા પૂર્વે જાણકારો દર્શાવી રહ્યા હતા તથા હવે જૂન મહિનામાં દેશમાં વરસાદ નોર્મલ કરતાં આશરે ૪૦ ટકા ઓછો નોંધાયાના સમાચાર તાજેતરમાં આવ્યા હતા. દરમિયાન, આ વર્ષે ઈરાન તથા અમેરિકા વચ્ચે યુદ્ધના પગલે વૈશ્વિકત સ્તરે વિવિધ ફર્ટીલાઈઝર્સની સપ્લાય તથા હેરફેરને અસર પડી હતી તથા ફર્ટીલાઈઝર્સમાં ભાવ પણ ઉંચા ગયા હતા.હવે ઈરાન તથા અમેરિકા વચ્ચે યુદ્ધના માહોલમાં શાંતિના સંકેતો વહેતા થયા છે. તથા ફર્ટીલાઈઝર્સની સપ્લાય પૂર્વવત થવાની તથા ભાવ નીચા જવાની શક્યતા સર્જાઈ છે ત્યારે હવે દેશમાં વરસાદની પ્રગતી ધીમી પડતાં કૃષી જગતમાં નવેસરથી અજંપો જોવા મળ્યો છે. દેશમાં વિવિધ ફર્ટીલાઈઝર્સના ઉત્પાદનમાં વપરાતા રોક ફોસ્ફેટ, સલ્ફર, એમોનિયા, નેચરલ ગેસ વિ. માટે આપણે આયાત પર આધાર રાખવો પડે છે. આ માટે હવે સરકારે આવી સપ્લાય જાળવી રાખવા વિવિધ દેશો સાથે લાંબાગાળાના કરારો કરવાની ઝુંબેશ પણ શરૂ કરી છે. મ્યુરીએટ ઓફ પોટાશષ માટે આપણે આયાતી માલો પર ૧૦૦ ટકા આધાર રાખવો પડે છે જ્યારે રોક ફોસ્ફેટ માટે આવી ટકાવારી ૮૫થી ૮૬ ટકાની રહી છે અને નેચરલ ગેસ માટે આવી ટકાવારી ૭૮ ટકા તથા એમોનીયા માટે આવી ટકાવારી ૭૫ ટકા અને સલ્ફર તથા ફોસ્ફરીક એસિડ માટે આવી ટકાવારી આશરે ૫૦ ટકાથી વધુની રહી છે. ઘરઆંગણે ઉત્પાદન વધારવા તથા આયાત પર આધાર ઘટાડવા હવે સરકારે ન્યુટ્રીઅન્ટ બેઝડ સબસીડીની યોજના પણ શરૂ કર્યાના વાવડ મળ્યા છે.

આ ઉપરાંત નેચરલ ગ્રીન હાઈડ્રોજન મિશન પણ સરકારે શરૂ કર્યું છે. આના પગલે ગ્રીન એમોનિયાની સપ્લાયમાં વૃદ્ધી થવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. દેશમાં કૃષી ક્ષેત્રે યુરીઆનો વપરાશ ઘટાડી જમીનની ફળદ્રુપતા વધારવા માટે પણ સરકારે પ્રયત્નો શરૂ કર્યા છે. ઓર્ગેનિક ખેતી વધારવાની તથા બાયોફર્ટીલાઈઝર્સનો વપરાશ વધારવાની યોજના પણ સરકારની વિચારણા હેઠળ રહી છે. દરમિયાન, તાજેતરમાં ઈરાન યુદ્ધના પગલે ફર્ટીલાઈઝર ક્ષેત્રે સમીકરણો બદલાતાં બજેટ સબસીડી વધારી બમણી કરવાની માગણી ભારતની ફર્ટીલાઈઝર મિનિસ્ટ્રીએ કર્યાના સમાચાર પણ આ પૂર્વે મળ્યા હતા. દરમિયાન, ઈરાન યુદ્ધ શાંત પડતાં દરિયાપારના દેશોમાંથી ભારત તરફ રવાના થયેલા યુરીઆ, ડાય-એમોનિયમ ફોસ્ફેટ તથા સલ્ફરનો જથ્થો ધરાવતા આશરે ચાર મોટા કાર્ગો જહાજો તાજેતરમાં હોર્મુઝ રુટ પરથી પસાર થયાના નિર્દેશો પણ મળ્યા હતા. તથા હજી આવા વધુ જહાજો આગળ વધવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. એકંદરે આવા માહોલમાં દેશમાં એક તરફ વિવિધ ફર્ટીલાઈઝર્સની સપ્લાય વધી રહી છે ત્યારે બીજી તરફ દેશમાં ચોમાસાનો આરંભ નબળો થતાં કૃષિ ક્ષેત્ર સામે નવા પડકારો ઊભા થયાનું પણ બજારોમાં જાણકારો જણાવી રહ્યા હતા.
ભારતમાં ચોમાસાનો આરંભ નબળો રહેતાં દેશમાં ખરીફ વાવેતર પર અસર દેખાઈ છે તથા આવા વાવેતરમાં આશરે ૨૨થી ૨૩ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જૂનમાં વરસાદ ધીમો રહ્યા પછી હવે જુલાઈમાં વરસાદની પ્રગતિ કેવ ી રહે છે તેના પર કૃષી ક્ષેત્રની તથા ફર્ટીલાઈઝર ઉદ્યોગની નજર રહી છે.જૂનના છેલ્લા સપ્તાહ દરમિયાન મળેલા આંકડાઓ મુજબ આ વર્ષે ખરીફ વાવેતર હેઠળનો વિસ્તાર ઘટી ૧૮૨થી ૧૮૩ લાખ હેકટર્સનો નોંધાયો છેે.