Business Plus
સૂકો મેવો મોંઘો થતાં ચોકલેટ્સની માંગ સરખામણીએ ઉંચી જવાની શક્યતા
By GS Team
1 Nov 20263 mins read
દિવાળી નજીક આવતાં બજારોમાં મીઠાઈને બદલે ડ્રાયફ્રુટ્સ અને ચોકલેટની માંગ વધી છે. કોરોના પછી લોકો આરોગ્ય પ્રત્યે સભાન બન્યા છે. ઇરાન યુદ્ધથી ડ્રાયફ્રુટ્સ મોંઘા થયા છે, જ્યારે કોકોના ભાવમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો. આફ્રિકન દેશોમાં ઉત્પાદન ઘટતાં પણ ભારતમાં ડાર્ક ચોકલેટની માંગ 40-45% વધી છે.
Summarized by AI; it may make mistakes. Check important info
દિવાળી નજીક આવતાં બજારોમાં મીઠાઈને બદલે ડ્રાયફ્રુટ્સ અને ચોકલેટની માંગ વધી છે. કોરોના પછી લોકો આરોગ્ય પ્રત્યે સભાન બન્યા છે. ઇરાન યુદ્ધથી ડ્રાયફ્રુટ્સ મોંઘા થયા છે, જ્યારે કોકોના ભાવમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો. આફ્રિકન દેશોમાં ઉત્પાદન ઘટતાં પણ ભારતમાં ડાર્ક ચોકલેટની માંગ 40-45% વધી છે.
Summarized by AI; it may make mistakes. Check important info

- ઊભી બજારે - દિલીપ શાહ
દેશમાં નવરાત્રી તથા દશેરાના તહેવારો પછી હવે વિવિધ બજારોની નજર ટૂંકમાં આવનારા દિવાળીના તહેવારો પર રહી છે દિવાળીના તહેવારોમાં અગાઉ વિવિધ મીઠાઈઓની માગ વધુ રહેતી હતી પરંતુ તાજેતરના વર્ષોમાં દિવાળીના તહેવારોમાં મીઠાઈની માગની સરખામણીએ સૂકામેવાની માગ તથા ચોકલેટોની માગ વધતી જોવા હોવાનું આ ક્ષેત્રના જાણકારોએ જણાવ્યું હતું. કોરોના પછીના વર્ષોમાં લોકોની આરોગ્ય પ્રત્યે સભાનતા વધી છે તથા તહેવારોમાં આના પગલે માગ વિષયક સમીકરણો બદલાતા જોવા મળ્યા છે. આ વર્ષે ઈરાન યુદ્ધના પગલે વિવિધ સૂકામેવાના ભાવ ઉંચા ગયા છે. ચોકલેટના ઉત્પાદનમાં મુખ્યત્વે કાચા માલ તરીકે કોકોનો વપરાશ થતો હોય છે તથા ચોકલેટના બજાર ભાવ પર કોકોના ભાવની વધઘટની અસર પડતી હોય છે. વિશ્વ બજારમાં તાજેતરમાં કોકોના ભાવ ઘટી નીચામાં ત્રણ સપ્તાહના તળિયે ઉતર્યા પછી ફરી ઉંચકાયાના સમાચાર મળ્યા હતા. બ્રાઝીલમાં રાજકીય સમીકરણો બદલાતાં તાજેતરમાં બ્રાઝીલની કરન્સીના ભાવ તૂટી જતાં તેના પગલે કોકોના ભાવ પર નેગેટીવ ઈમ્પેક્ટ જોવા મળી હતી. જો કે ઈકવેડોર તથા વેસ્ટ આફ્રિકન દેશોમાં કોકોનું જેટલું ઉત્પાદન થાય છે તેની સરખામણીએ બ્રાઝીલમાં કોકોનું ઉત્પાદન ઓછું થાય છે, એવું વિશ્વબજારના જાણકારો જણાવી રહ્યા હતા. કોકોના વૈશ્વિક કુલ ઉત્પાદનમાં બ્રાઝીલનો હિસ્સો માત્ર ૪થી ૫ ટકાનો મનાય છે. કોકો ઉત્પાદક વિવિધ દેશોમાં બ્રાઝીલનો નંબર સાતમો આવે છે.
દરમિયાન, કોકોના અગ્રણી ઉત્પાદક દેશ આઈવરી કોસ્ટમાં તાજેતરમાં કોકોના ખેડૂતો દ્વારા બંદર તરફ કોકોની વિકલી રવાનગી ૮૨ હજાર ટનથી ઘટી ૪૪થી ૪૫ હજાર ટન આસપાસ નોંધાયાના વાવડ મળ્યા હતા. ત્યાં ઓકટોબરમાં કોકોની બંદરે આવકમાં ગયા વર્ષ કરતાં આશરે ૪૦થી ૪૫ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જોકે આઈસીઈ (ઈન્ટરસ્કોન્ટીનેન્ટલ એક્સચેન્જ)ખાતે કોકોનો સ્ટોક તાજેતરમાં વધી અઢી વર્ષની ટોચે ૩૬ લાખ ૮૪થી ૮૫ હજાર ગુણી સુધી પહોંચ્યો હતો. નાઈજીરીયાથી કોકોની નિકાસ સપ્ટેમ્બરમાં ૩૨થી ૩૩ ટકા વધી હોવાના સમાચાર પણ મળ્યા હતા. દરમિયાન, નોર્થ અમેરિકામાં માગ વધતાં કોકોની ગ્રાન્ડીંગ ૨૫થી ૩૦ ટકા વધ્યાના વાવડ પણ મળ્યા હતા. યુરોપના દેશોમાં પણ કોકોની ગ્રાન્ડીંગ વધી હોવાના સમાચાર મળ્યા હતા. કોકોના પાક તથા ઉત્પાદન પર અલનીનોની અસર દેખાતી થઈ છે. ઘાનામાં કોકોનુું ઉત્પાદન આશરે ૧૩ ટકા ઘટી ૬ લાખ ૫૦ હજાર ટન થવાનો અંદાજ જાણકારો બતાવી રહ્યા હતા. અમુક વર્ગ દ્વારા આ પૂર્વે આ આંકડો સરેરાશ પાંચ લાખ ટનનો પણ બતાવાયો હતો! ૨૦૨૬-૨૭ના નબળા પાકના અંદાજ સામે ૨૦૨૫-૨૬ની તાજેતરમાં પુરી થયેલી મોસમમાં જો કે ઘાનામાં કોકોનું ઉત્પાદન ૨૪થી ૨૫ ટકા વધ્યાના સમાચાર પણ તાજેતરમાં આવ્યા હતા. અમેરિકામાં આ વર્ષે ચોકલેટના ભાવ ૧૫થી ૧૬ ટકા વધ્યા છે. સ્વીસ ચોકલેટોના ભાવ પણ ઉંચા ગયા છે. દરમિયાન, ભારતમાં તાજેતરમાં ખાસ કરીને મોટા શહેરોમાં ડાર્ક ચોકલેટોની માગમાં ખાસ્સી વૃદ્ધી થયાના સમાચાર મળ્યા હતા તથા આવી માગ આ વર્ષે ૪૦થી ૪૫ ટકા વધી છે. જોકે નાના નગરો તથા ગ્રામીણ વિસ્તારોમાં હજી પણ નોર્મલ ચોકલેટો વધુ ખવાય છે તથા આવા વિસ્તારોમાં ડાર્ક ચોકલેટોની માગ નોંધપાત્ર ઓછી જોવા મળે છે. ડાર્ક ચોકલેટોના ઉત્પાદનમાં કોકોનું પ્રમાણ વિશેષ હોય છે. ભારતમાં ચોકલેટોની બજારનું કુલ કદ આશરે ૧૫ હજાર કરોડનું મનાય છે. ભારતમાં માથાદીઠ વાર્ષિક ૨૦૦ ગ્રામ ચોકલેટ સરેરાશ ખવાય છે જ્યારે બ્રિટનમાં આ આંકડો વાર્ષિક ૧૦ કિલોનો રહ્યો છે.




