Business Plus
દેશમાં કપાસના વાવેતરે વેગ પકડયો : 130 લાખ હેકટર્સ સુધી પહોંચવાની આશા
By GS Team
2 Aug 20263 mins read
દેશમાં કોટન-રૂ બજારમાં સમીકરણો બદલાયા છે. શરૂઆતમાં નબળા ચોમાસા બાદ સારા વરસાદને કારણે તેલંગણા, મધ્યપ્રદેશ અને આંધ્રમાં રૂના વાવેતરમાં ગતિ આવી છે. કુલ વાવેતર 100 લાખ હેક્ટરને વટાવી ગયું છે. ગુજરાતમાં રૂ.14,000ની સબસિડીથી વાવેતરને વેગ મળ્યો. આગામી 5 વર્ષમાં ઉત્પાદન 500 લાખ ગાંસડી સુધી પહોંચાડવા સરકારે ₹5600 કરોડનું મિશન મંજૂર કર્યું છે.
00:00
00:24
Summarized by AI; it may make mistakes. Check important info
દેશમાં કોટન-રૂ બજારમાં સમીકરણો બદલાયા છે. શરૂઆતમાં નબળા ચોમાસા બાદ સારા વરસાદને કારણે તેલંગણા, મધ્યપ્રદેશ અને આંધ્રમાં રૂના વાવેતરમાં ગતિ આવી છે. કુલ વાવેતર 100 લાખ હેક્ટરને વટાવી ગયું છે. ગુજરાતમાં રૂ.14,000ની સબસિડીથી વાવેતરને વેગ મળ્યો. આગામી 5 વર્ષમાં ઉત્પાદન 500 લાખ ગાંસડી સુધી પહોંચાડવા સરકારે ₹5600 કરોડનું મિશન મંજૂર કર્યું છે.
00:00
00:24
Summarized by AI; it may make mistakes. Check important info

- ઊભી બજારે - દિલીપ શાહ
દેશમાં કોટન- રૂ બજાર તથા ઉદ્યોગમાં તાજેતરમાં સમીકરણો બદલાતા જોવા મળ્યા છે. આની અસર ટેકસ્ટાઈલ ઉદ્યોગ તથા ગારમેન્ટ ઉદ્યોગ પર પણ દેખાઈ છે. આ વર્ષે દેશમાં ચોમાસાનો આરંભ નબળો રહ્યા પછી તાજેતરમાં વરસાદની વ્યાપક પ્રગતી જોવા મળી છે. આવા પગલે દેશમાં રૂ ઉગાડતા વિવિધ રાજ્યોમાં નવા પાક માટે વાવેતરમાં ગતી વધ્યાના વાવડ મળ્યા હતા. કોટન એસોસીએશન ઓફ ઈન્ડિયાની ક્રોપ કમિટિના સૂત્રોના જણાવ્યા મુજબ વરસાદે વેગ પકડતાં હવે દેશમાં રૂના વાવેતરમાં પણ ગતી આવી છે તથા તેલંગણા, મધ્ય- પ્રદેશ તથા આંધ્રમાં રૂના વાવેતરનો વિસ્તાર તાજેતરમાં ઝડપથી વધ્યાના સમાચાર મળ્યા હતા. એક અંદાજ મુજબ ઓલ ઈન્ડિયા લેવલે રૂના વાવેતર હેઠળનો વિસ્તાર વધી તાજેતરમાં ૧૦૦ લાખ હેકટર્સની સપાટી કુદાવી ગયો હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. જોકે ગયા વર્ષે આ ગાળામાં દેશમાં રૂના વાવેતરનો આ આંકડો ૧૦૩ લાખ હેકટર્સનો નોંધાતો હતો તે તાજેતરમાં ૧૦૦ લાખ ગાંસડીનો નોંધાયો છે. જુલાઈમાં આ વર્ષે રૂના વાવેતરમાં નોંધપાત્ર વૃધ્ધિ દેખાઈ છે તથા હવે ઓગસ્ટ મહિનામાં પણ આવી વૃધ્ધિ આગળ વધવાની શક્યતા બજારના જાણકારો જણાવી રહ્યા હતા. ઓગસ્ટમાં દેશવ્યાપી આવા વાવેતર હેઠળનો વિસ્તાર વધી ૧૨૦થી ૧૨૫ લાખ હેકટર્સ સુધી પહોંચી જવાની આશા કૃષી જાણકારો બતાવી રહ્યા હતા. જૂનમાં વરસાદ ઓછો થયા પછી તાજેતરમાં જુલાઈમાં વરસાદ સારો થયા પછી હવે ઓગસ્ટમાં દેશમાં ચોમાસું કેવું આગળ વધે છે તેના પર પણ કોટન બજારની નજર રહી હતી. દરમિયાન રૂ બજારના ભાવની વધઘટની અસર કપાસીયા તેલ તથા કોટન વોશ્ડના ભાવ પર દેખાતી રહી છે. રૂના ભાવની ઈમ્પેક્ટ ટેક્સટાઈલ તથા ગારમેન્ટ બજાર પર પણ જોવા મળી છે. ગુજરાતમાં સરકારે રૂ એકરદીઠ રૂ.૧૪ હજારની સબસીડી આપવાનું નક્કી કરતાં કપાસના વાવેતરને વેગ મળ્યો હોવાના સમાચાર પણ તાજેતરમાં આવ્યા હતા.
દરમિયાન, દેશમાં ટેક્સ્ટાઈલ તથા ગારમેન્ટ ઉદ્યોગમાં ઉત્પાદન ખર્ચ વધતાં માર્જીન્સ દબાણ હેઠળ જોવા મળ્યા હતા. રૂના ભાવ ઉંચા જતાં સુતર તથા કોટન યાર્નના ભાવ પણ તાજેતરમાં ઉંચા જતા દેખાયા છે. ભારતના ટેક્સ્ટાઈલ, યાર્ન તથા ગારમેન્ટ પર અમેરિકામાં ટેરીફ વધી રહ્યાના સંકેતો પણ વહેતા થતાં અજંપો તાજેતરમાં વધ્યો હતો.
અમેરિકા દ્વારા ભારતને ગારમેન્ટ માટે ટેરીફ રેટ ક્વોટા આપવામાં આવે છે કે નહિં તેના પર પણ ટેક્સટાઈલ ક્ષેત્રની નજર રહી હતી. ભારતમાં અમેરિકાથી રૂની આયાત થાય છે તથા આવા રૂમાંથી બનેલા ગારમેન્ટની નિકાસ ભારતથી અમેરિકા તરફ કરવામાં આવે તો અમેરિકાની સરકારે અમેરિકામાં આવી આયાતમાં ટેરીફ હળવી બનાવવાની રજૂઆત ભારત દ્વારા અમેરિકાને કરવામાં આવી રહ્યાના વાવડ પણ તાજેતરમાં મળ્યા હતા.
ગારમેન્ટના વિશ્વબજારમાં ભારત સામે જોકે બંગલાદેશની હરીફાઈ તાજેતરના વર્ષોમાં વધી છે. અમેરિકા ઉપરાંત યુરોપના દેશોમાં ગારમેન્ટની વૈશ્વિક નિકાસ તાજેતરના વર્ષોમાં વધી છે. દરમિયાન, ભારતથી રૂની નિકાસ ૧૮ લાખથી ઘટી ૧૫ લાખ ગાંસડી તાજેતરમાં અંદાજાઈ છે. દેશમાં રૂની આયાત વધી ૬૦ લાખ ગાંસડી થવાનું અનુમાન પણ બતાવાઈ રહ્યું હતું. દરમિયાન, ભારતમાં રૂની ખેતી તથા ઉત્પાદનમાં ઉત્પાદકતા વધારવા સરકારે રૂ.૫૬૦૦ કરોડનું કોટન પ્રોડકટીવીટીનું મિશન તાજેતરમાં મંજૂર કર્યાના વાવડ મળ્યા હતા. આ મિશન હેઠળ ભારતમાં વાર્ષિક ધોરણે રૂનું ઉત્પાદન વધારી ૫૦૦ લાખ ગાંસડી નજીક પહોંચાડવામાં ટારગેટ સરકારે નક્કી કર્યાના સંકેતો મળ્યા હતા. આ ટારગેટ આવતા પાંચ વર્ષમાં હાંસિલ કરવાની યોજના સરકારે બનાવી છે.









