આયાતી ફર્ટીલાઈઝર્સ પરનો આધાર વધતાં ચિંતાનો માહોલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

દેશમાં આ વર્ષે ચોમાસાનો આરંભ શરૂઆતમાં નબળો રહ્યા પછી વરસાદની પ્રગતિ વધી છે. જો કે અમુક રાજ્યોમાં તાજેતરમાં વ્યાપક વરસાદના પગલે ચિંતા પણ સર્જાઈ છે. ભારતની ગણના કૃષી પ્રધાન દેશ તરીકે થાય છે પરંતુ હજી પણ દેશમાં સિંચાઈની સગવડ અપેક્ષાથી ઓછી હોતાં ખેડૂતોનો આધાર ચોમ ાસા પર વધુ રહ્યો છે. આવા માહોલમં વરસાદની પ્રગતિ પર દેશના ખેડૂતોની નજર રહેતી હોય છે. દરમિયાન, આ વર્ષે ઈરાન તથા અમેરિકાના યુદ્ધના પગલે વૈશ્વિક સ્તરે દરિયાઈ માર્ગે થતી જહાજોની અવરજવર રુંધાતાં ભારતમાં આયાત કરાતા વિવિધ ફર્ટીલાઈઝર્સ (ખાતર)ની સપ્લાયને અસર પડી છે તથા ભાવન પણ ઉંચા જતાં દેશના કૃષી જગત સામે નવા પડકારો પણ ઊભા થયા છે. દરમિયાન, ભારતમાં આયાતી યુરીઆ પર આધાર ઘટાડવા સરકાર દ્વારા વિવિધ પગલાંઓ ભરાતા રહ્યા છે. આ પગલાના એક ભાગ સ્વરૂપે તાજેતરમાં સરકારે ખેતીમાં એમોનિયાનો વપરાશ કરવાની છૂટ આપી હોવાના સમાચાર પણ આવ્યા છે.સરકારના આવા પગલાંને સફળતા મળશે તો અમેરિકા, કેનેડા તથા ઓસ્ટ્રેલિયાની હરોળમાં ભારત આવી જશે એવું કૃષી જગતના જાણકારો દર્શાવી રહ્યા હતા. દેશમૌં વપરાતા યુરીઆમાં નાઈટ્રોજનનું પ્રમાણ આશરે ૪૬ ટકા રહેતું હોય છે એવું જાણકારોએ જણાવ્યું હતું. આવું એમોનિયા જમીનની અંદર ઈન્જેકટ કરવું પડે છે. તથા ગેસના સ્વરૂપમાં વપરાતા આવા એમોનિયાની હેરફેર તથા વપરાશ માટે ડિલીવરીનું વ્યસ્થાપન ઈન્ફ્રાસ્ટ્રકચર તથા વપરાશનું વ્યવસ્થીત માળખું ઊભું કરવું જરૂરી હોવાનું આ ક્ષેત્રના જાણકારો જણાવી રહ્યા હતા. કૃષી ક્ષેત્રે એમોનિયાનો ડાયરેકટ વપરાશ અમેરિકા, કેનેડા તથા ઓસ્ટ્રેલિયામાં થાય છે તથા હવે આ હરોળમાં ભારતનો પણ પ્રવેશ થઈ રહ્યાના સંકેતો વચ્ચે કૃષી જગતમાં ખાસ્સી ચર્ચા પણ સંભળાઈ છે.
સરકારે તાજેતરમાં ત્યાં ઉત્પાદક એકમોને એનહાઈડ્રોસ એમોનિયા ફર્ટીલાઈઝર્સનું ઉત્પાદન કરવા ત્રણ વર્ષ માટે મંજૂરી આપી હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. જોકે આવા ફર્ટીલાઈઝરનો ખેતીમાં ઉપયોગ કરતી વખતે ગેસ-લીક સહિતની વિવિધ સમસ્યાઓ વિશે તકેદારી રાખવી જરૂરી હોવાનું કૃષી બજારના જાણકારો જણાવવી રહ્યા હતા. યુરીઆના ઉત્પાદનમાં દરેક પ્લાન્ટદીઠ ૨૦૦૦થી ૬૦૦૦ ટન સરપ્લસ એમોનિયાનું ઉત્પાદન થાય છે તથા આવા એમોનિયાનો વપરાશ કોમ્પ્લેક્સ ફર્ટીલાઈઝર્સ યુનિટોમાં વધારવા સરકાર પ્રયત્નો કરી રહી છે. દરમિયાન, ભારતમાં આ વર્ષે વરસાદનો બીજો રાઉન્ડ સારો થતાં ખરીફ પાકના વાવેતરનો વિસ્તાર તાજેતરમાં ઝડપથી વધતો જોવા મળ્યો છે અને તેના પગલે દેશમાં વિવિધ ફર્ટીલાઈઝર્સની માગમાં પણ વૃદ્ધી જોવા મળી છે.
ખરીફ પાકોની મોસમમાં તાજેતરમાં ૭૦થી ૭૫ ટકા વાવેતર પૂરું થઈ ગયું છે. જો કે હવે વરસાદના બે મહિના મહત્ત્વના મનાઈ રહ્યા છે. ભારતમાં વિવિધ કઠોળના ઉત્પાદનનો આધાર ઓગસ્ટ તથા સપ્ટેમ્બર મહિનામાં પડતા વરસાદ પર રહેશે એવું ઈન્ડિયા પલ્સીસ એન્ડ ગ્રેન એસોસીયેશનના સૂત્રો જણાવી રહ્યા હતા. દેશમાં વિવિધ કઠોળના વાવેતરમાં આ વર્ષે આરંભમાં વાવેતરનો વિસ્તાર ઓછો રહ્યા પછી હવે વાવેતરના આવા વિસ્તારમાં વેગ આવ્યાના સમાચાર મળ્યા હતા. અડદ તથા તુવેરના વાવેતરના વિસ્તારમાં વૃદ્ધી આવીહોવાના સમાચાર મળ્યા હતા. હવે ઓગસ્ટ તથા સપ્ટેમ્બરમાં વરસાદ કેવો આવે છે તેના પર કઠોળ બજારના ખેલાડીઓની નજર રહી છે. જુલાઈના ત્રીજા સપ્તાહના અંત સુધીમાં દેશમાં વિવિધ કઠોળના વાવેતર હેઠળનો વિસ્તાર આશરે ૮૪થી ૮૫ લાખ હેકટર્સ નોંધાયો છે.









