Business Plus

GST હેઠળ રિફંડ સરળ કરતા પરિપત્રો

By GS Team
8 Nov 20262 mins read
TukuTouch Logo
વેચાણવેરો -સોહમ મશરુવાળા GST કાયદા હેઠળ રિફંડ બાબતે ખૂબ જ આકરી જોગવાઈ છે. તાજેતરમાં સરકાર દ્વારા પરિપત્ર દ્વારા અનેક બાબતો વિષે ખુલાસાઓ કર્યા છે તથા નોટીફિકેશન દ્વારા વિશિષ્ટ કિસ્સામાં સેવાની વેરાશાખનું રિફંડ મળવાપાત્ર કર્યું છે. આજના લેખમાં જૂના રિફંડો નિકાસના કિસ્સામાં શું બદલાયું છે તથા નવા બીજા સુધારાની ચર્ચા કરવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

GST હેઠળ રિફંડ સરળ કરતા પરિપત્રો
  • વેચાણવેરો -સોહમ મશરુવાળા
    GST કાયદા હેઠળ રિફંડ બાબતે ખૂબ જ આકરી જોગવાઈ છે. તાજેતરમાં સરકાર દ્વારા પરિપત્ર દ્વારા અનેક બાબતો વિષે ખુલાસાઓ કર્યા છે તથા નોટીફિકેશન દ્વારા વિશિષ્ટ કિસ્સામાં સેવાની વેરાશાખનું રિફંડ મળવાપાત્ર કર્યું છે. આજના લેખમાં જૂના રિફંડો નિકાસના કિસ્સામાં શું બદલાયું છે તથા નવા બીજા સુધારાની ચર્ચા કરવામાં આવી છે.
    જૂના નિકાસ રિફંડના ફેરફાર
    અગાઉ નિયમ ૯૬(૧૦)ને કારણે ખરીદીમાં નિર્ધારીત કરમુક્તિ કે રાહત લેનારા નિકાસકારોને નિકાસ ઉપર ચૂકવેલ ૈંGSTના રિફંડમાં રિફંડ મળ્યા બાદ વેરો વ્યાજ અને દંડ કરવામાં આવતા હતા.
    આ નિયમ તા.૮ ઓક્ટોબર ૨૦૨૪થી રદ્દ કરવામાં આવ્યો અને હવે પરિપત્ર ક્રમાંક ૨૬૪/૧૦/૨૦૨૬-GST જાહેર કરી તેમ ચોખવટ કરી છે કે આ નિયમ રદ્દ તારીખ ૨૩ ઓક્ટોબર ૨૦૧૭ ગુણવાની રહેશે. માન. સર્વોચ્ચ અદાલતના ન્યાય આપતા ચૂકાદાના લીધે આ બધી રાહત જાહેર કરવામાં આવી રહી છે અને તે પ્રમાણે બાકી કાર્યવાહીઓનો નિકાલ કરવા સૂચિત કરેલ છે. અમારા મત પ્રમાણે જ્યારે કોઈ વેપારીએ આ નિયમના ઉલંઘનના લીધે કોઈ કાર્યવાહી હેઠળ રકમ ભરીને કેસ પૂર્ણ કરેલ હોય તેવા કિસ્સામાં પણ રિફંડની અરજી કરી રકમ પરત માંગવાની થાય.
    નિકાસના નાણા ભારતીય રૂપિયામાં પ્રાપ્ત થાય
    પરિપત્ર ક્રમાંક ૨૬૩/૦૯/૨૦૨૬ - GST અન્વયે તેમ ખુલાસો કર્યો છે સેવાના નિકાસ માટે જ્યારે ઇમ્ૈંની મંજૂરીવાળી વ્યવસ્થા હેઠળ નિર્ધારીત રૂપિયાના ખાતામાં અવેજ પ્રાપ્તી થાય તે વખતે સેવાના નિકાસની શરતનું પાલન થયેલું ગણાશે અને આ રકમ ઉપર ૧૮% GST ભરવાનો થશે નહીં. ખાસ નોંધ લેવી કે ફેમાની સમય મર્યાદા પ્રમાણે રકમ પ્રાપ્ત થઈ જઈ હોવી જોઈએ અને ખાતા સામે લડત આપવા માટે બેંકના પૂરાવા રાખવા અનિવાર્ય છે.
    ISD અને નેટ ૈં્ભ
    પરિપત્ર ક્રમાંક ૨૬૦/૦૬/GST દ્વારા ખુબ જ જરૂરી ચોખવટ કરી છે કે જ્યારે કોઈ એકમ પાસે એક કરતા વધુ GSTૈહ ધરાવતા હોય તે વખતે ૈંજીઘનો નોંધણી નંબર પણ હોય છે. નિયમ ૫૪ (૧એ) હેઠળ ૈંજીઘને વેરાશાખ ટ્રાન્સફર કરવા બનાવેલું ઈન્વોઈસ સામાન્ય વેચાણ કે બાહ્ય સપ્લાય નથી. જ્યારે રિફંડની અરજી કરતી વખતે ટ્રનોવર ગણવાનો અવસર આવે તે વખતે આ ઈન્વોઈસનું ટર્નોવર બાકાત રહેશે. રિફંડનો દાવો તૈયાર કરતી વખતે આ ઈન્ટર્નલ ટ્રાન્સફરને જુદી બીરદાવવી જરૂરી છે.