ભારત સ્ટીલના નેટ ઈમ્પોર્ટર તરીકે ઉભરતાં એન્ટી ડમ્પીંગ તપાસ શરૂ

- ઊભી બજારે-દિલીપ શાહ
- બ્રિટન સાથેના વેપાર કરારના પગલે ભારતથી બ્રિટન તરફ સ્ટીલની નિકાસ વધવાની આશાઃ ઉત્પાદન ક્ષમતામાં પણ વૃદ્ધી
દેશમાં તથા દરિયાપારના બજારોમાં તાજેતરમાં આયર્ન એન્ડ સ્ટીલ (લોખંડ તથા પોલાદ)ની બજારો તથા ઉદ્યોગ ક્ષેત્રે પ્રવાહો પલ્ટાતા જોવા મળ્યા છે. સામાન્ય પણે વરસાદની મોસમમાં બાંધકામ તથા ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રમાં ગતિવિધી ધીમી પડી જતી હોય છે તથા તેના પગલે આ મોસમ દરમિયાન સિમેન્ટ તથા સ્ટીલની માગ ઘટી જતી હોય છે તથા તેના પગલે આ મોસમ દરમિયાન સિમેન્ટ તથા સ્ટીલની માગ ઘટી જતી હોય છે. આ વર્ષે ભારતમાં મોનસૂનના આરંભમાં જૂનમાં જો કે વરસાદ અપેક્ષાથી ધીમો રહ્યો હતો પરંતુ ત્યારબાદ જુલાઈમાં વરસાદની પ્રગતિ સારી રહી હતી અને હવે ઓગસ્ટ મહિનામાં દેશમાં વરસાદ કેવો રહે છે તેના પર સિમેન્ટ તથા સ્ટીલ બજાર ઉપરાંત બાંધકામ ક્ષેત્રની પણ નજર રહી છે. દરમિયાન, દરિયાપારથી થતી સસ્તા સ્ટીલની ઈમ્પોર્ટનો પડકાર ભારતના સ્ટીલ ઉત્પાદકો સામે આવતો રહ્યો છે. ભારતના સ્ટીલ ઉત્પાદકો દ્વારા ઉત્પાદન ક્ષમતામાં પણ છાશ વારે વૃદ્ધી કરતી રહી છે. સ્ટીલની આયાત પર એન્ટી-ડમ્પિંગની તપાસ પણ થતી રહી છે.
દરમિયાન, ૨૦૨૬-૨૭ના વ ર્તમાન નાણાં વર્ષમાં પ્રથમ ત્રિમાસિકમાં ભારત સ્ટીલના નેટ ઈમ્પોર્ટર દેશ તરીકે ઉભરી આવ્યું છે. આ ગાળામાં ભારતમાં ૪૧૬ લાખ ટન નોંધાયો છે. જ્યારે છ ટકા વધી ૪૧૦ લાખ ટન નોંધાતા માગને સરભર કરવા આયાત પર આધાર જોવા મળ્યો છે. ફિનિશ્ડ સ્ટીલના સંદર્ભમાં આવી સ્થિતિ દેખાઈ છે. દેશમાં ચીનના સસ્તા સ્ટીલની ઈમ્પોર્ટ વધ્યાની ચર્ચા બજારમાં સંભળાઈ હતી. ભારતમાં આયાત થતા કોલ્ડ રોલ્ડ ગ્રેઈન એવીએન્ટેડ ઈલેક્ટ્રીકલ સ્ટીલના સંદર્ભમાં ધી ડાયરેકટ જનરલ ઓફ ટ્રેડ રેમેડીઝ દ્વારા એન્ટી ડમ્પીંગ તપાસ શરૂ કરવામાં આવ્યાના સમાચાર પણ આવ્યા હતા. ભારતમાં આવી આયાત તાજેતરમાં ચીન ઉપરાંત જાપાન, કોરિયા તથા રશિયા ખાતેથી વધી હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.
દરમિયાન, દેશના વિવિધ સ્ટીલ ઉત્પાદકો દ્વારા તાજેતરમાં ભાવમાં ટનદીઠ રૂ.૭૫૦થી ૧૫૦૦નો વધારો કરવામાં આવ્યાના સમાચાર મળ્યા હતા. ભારતમાં ખાસ કરીને ઓરિસ્સા, ઝારખંડ તથા છત્તીસગઢ રાજ્યોમાં સ્ટીલની ઉત્પાદન ક્ષમતા વધી રહ્યાના વાવડ મળ્યા હતા. આ વર્ષે એપ્રિલથી જૂનના ત્રણ મહિનાના ગાળામાં સ્ટીલ ઉત્પાદનની નવી ૧૧૫થી ૧૨૦ લાખ ટનની ક્ષમતા વૃદ્ધીને મંજૂરી આપવામાં આવ્યાનું ઉદ્યોગ જગતના જાણકારો જણાવી રહ્યા હતા. દરમિયાન, ઓરિસ્સામાં આયર્ન ઓરનું ઉત્પાદન કરતા માઈનર્સ તથા સ્ટીલ ઉત્પાદકોને રાજ્ય સરકારે તાજેતરમાં ચેતવણી આપ્યાના સમાચાર આવ્યા હતા. ગ્રેડેશનમાં યોગ્ય ભીતિ આ ઉત્પાદકો તથા માઈનર્સ અપનાવતા હતા નહિં એવો દાવો ઓરિસ્સાની સરકારે કર્યો હોવાનું સ્ટીલ બજારના સૂત્રોએ જણાવ્યું હતું. કાચા સ્ટીલના ઉત્પાદનમાં વ ૈશ્વ કિ સ્તરે અને પછી બીજા ક્રમાંકે ભારત આવે છે તથા ભારતમાં આયર્ન-ઔરનું ઉત્પાદન વધી આ વર્ષે ૩૪૦થી ૩૪૫ મિલીયન ટન થવાની શક્યતા છે જે ગયા વર્ષે ૩૧૫થી ૩૨૦ મિલીયન ટન નોંધાયું હતું. દરમિયાન, સરકારી તપાસના પગલે ઓરિસ્સામાસસ્તા લોઅર ગ્રેડના આયર્ન ઓરની સપ્લાયને અસર પડી છે. ભારતમાં આયર્ન ઓરનું સૌથી વધુ ઉત્પાદન ભારતમાં એપ્રિલથી જૂનમાં ક્રૂડ (કાચા) સ્ટીલનું ઉત્પાદન ૪૨૧ લાખ ટન તથા ફિનીશ્ડ સ્ટીલનું ઉત્પાદન ૪૧૦ લાખ ટન નોંધાયું છે.
દેશમાં કાચા સ્ટીલની ઉત્પાદનની કુલ ક્ષમતા વધી ૨૨૧થી ૨૨૨ મિલીયન ટન થઈ છે તથા ૨૦૩૦ સુધીમાં આ આંકડો ૩૦૦ મિલિયન ટનને આંબી જવાની શકયતા જાણકારો બતાવી રહ્યા હતા.
દેશમાં જૂનમાં ફિનિશ્ડ સ્ટીલની આયાત ૭ લાખ ટન તથા નિકાસ આશરે ૬ લાખ ૧૬થી ૧૭ હજાર ટન થઈ છે. આમ ભારત સ્ટીલના નેટ ઈમ્પોર્ટર દેશ તરીકે ચર્ચામાં રહ્યું છે. દરમિયાન, ભારત તથા બ્રિટનના વેપાર કરારના પગલે ભારતથી બ્રિટન તરફ સ્ટીલની નિકાસ વધવાની શક્યતા બજારમાં ચર્ચાઈ રહી હતી.









