Business Plus

વાતોના વડાનું બીજું નામ 'બ્રિક્સ' યુએસની એક તરફી ટેરિફની ટીકા

By GS Team
20 Sep 20264 mins read
TukuTouch Logo
જોહાનિસબર્ગમાં યોજાયેલી 15મી બ્રિક્સ સમિટમાં રશિયા, ચીન અને ભારતે પશ્ચિમી દેશોને સ્પષ્ટ સંદેશ આપ્યો. પુતિને યુક્રેનમાં સૈનિકો મોકલવા સામે ચેતવણી આપી, જ્યારે જિનપિંગે આર્થિક દબાણની ટીકા કરી. મોદીએ સરહદ શાંતિ અને ટેકનોલોજીના બિન-શસ્ત્રીકરણ પર ભાર મૂક્યો. બ્રિક્સ દેશોએ ડોલરનો વિકલ્પ શોધવા અને સ્થાનિક કરન્સીમાં વેપાર વધારવા પર ભાર મૂક્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

વાતોના વડાનું બીજું નામ 'બ્રિક્સ' યુએસની એક તરફી ટેરિફની ટીકા

કોઈ ગેંગનો માથાભારે માણસ હોય કે તેની તાકાત ખૂબ વધારે હોય અને તેનો સીધો સામનો ના થઈ શકે ત્યારે બીજા સક્ષમ લોકો ભેગા થાય અને પોતાના બચાવ અને વિકાસની વાત કરે. અને આ વાતમાં પેલા માથાભારે માણસને જે સીધું કઈ નથી કહી શકાતું તેને જે મંચ પરથી સુગર કોટેડ કરી ને કે કાઠિયાવાડમાં કહે તેમ મોભમમાં કહી શકાય એવો મંચ એટલે બ્રિક્સ સમિટ.
બ્રિક્સ સમિટમાં અમેરિકાના દેખાતા અને પ્રચ્છન્ન દુશ્મનો ભેગા મળેલા. જે કોઈને જેમને કંઇ કહેવાનું હતું એ બધાએ પોતાના સ્ટેટમેન્ટ્સ આપીને પોતાનો સંદેશ કહેવડાવી દીધો.
રશિયાને જર્મનીને કહેવું હતું કે….
યુક્રેનમાં સૈન્ય મોકલવા અંગે કડક ચેતવણી :
પુતિને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જો જર્મની કે અન્ય પશ્ચિમી દેશો યુક્રેનની ધરતી પર પોતાના સૈનિકો ઉતારશે, તો તેનો સીધો અર્થ ''રશિયા સાથે સીધું યુદ્ધ'' ગણાશે. તેમ જ યુરોપે ઉર્જા કરાર તોડીને ખૂબ મોટી ભૂલ કરી છે. જર્મનીને કહી પણ દીધું કે અમારી સાથે દુશ્મની કરીને તમે જ તમારી આર્થિક કમર તોડી નાખી છે. તેની સામે રશિયા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા તે સદંતર નિષ્ફળ ગયા છે, રશિયા અડીખમ ઊભું છે.
ચીનનો અમેરિકા અને પશ્ચિમી દેશોને સંદેશ….
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે મધ્ય-પૂર્વ ના સંઘર્ષ અંગે અમેરિકાનું નામ લીધા વિના સ્પષ્ટ કહ્યું કે, આ યુદ્ધથી આંતરરાષ્ટ્રીય સમુદાયના હિતોને નુકસાન થઈ રહ્યું છે. ચીને બ્રિક્સને પશ્ચિમી દેશો સામે 'વૈશ્વિક દક્ષિણ'ના આત્મનિર્ભર જૂથ તરીકે રજૂ કર્યું
પશ્ચિમી દેશો અને તેના સહયોગીઓને પુતિનને જે સંદેશ આપવો હતો એ બ્રિક્સના પ્લેટફોર્મથી આપી દીધો.
એક તરફી ટેરિફ અને પ્રતિબંધોને વિરોધ :
ચીને અમેરિકા દ્વારા લાદવામાં આવતા એકતરફી ટેરિફ (વેપાર પ્રતિબંધો) અને આર્થિક દબાણની નીતિઓની આકરી ટીકા કરી અને મુક્ત વૈશ્વિક વેપારની વકીલાત કરી.
ઈરાન અને સંયુક્ત આરબ અમીરાત (UAE) નો વૈશ્વિક સમુદાયને સંદેશ
મિડલ ઇસ્ટ કટોકટી અને સંયમ :
સરહદ પરની શાંતિ અંગે ચીનને સંદેશ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનનું નામ લીધા વિના સ્પષ્ટ કર્યું કે પરસ્પર સંબંધો સુધારવા માટે સરહદ પર શાંતિ અને સ્થિરતા અનિવાર્ય છે. મતભેદો વિવાદોમાં ન ફેરવાવા જોઈએ.
ચીન અને અમેરિકા બંનેને કહી દીધું કે ટેકનોલોજી અને ખનિજોનું હથિયારીકરણ ન કરો :
પીએમ મોદીએ ચીન (જેણે દુર્લભ ખનિજોની નિકાસ રોકી છે) અને અમેરિકા (જે ટેકનોલોજી પર પ્રતિબંધો લગાવે છે) બંનેને ટોણો મારતા કહ્યું કે ટેકનોલોજી અને મહત્ત્વપૂર્ણ ખનિજોનો ઉપયોગ હથિયાર તરીકે ન થવો જોઈએ.
બ્રિક્સ પશ્ચિમી વિરોધી નથી : ભારતે અમેરિકા અને યુરોપને આશ્વસ્ત કર્યા કે બ્રિક્સ સંગઠન કોઈ પશ્ચિમ વિરોધી પ્રોજેક્ટ નથી, પરંતુ તે ગ્લોબલ સાઉથના અવાજને મજબૂત કરવાનું મંચ છે.મોદી વડાપ્રધાન પાકિસ્તાનને પહેલગામના મુદ્દે અને ઈરાનને હુતી, હિઝબુલ્લાના મુદ્દે જણાવી દીધું આંતકવાદને વૈશ્વિક મંચ પર વખોડવામાં આવે છે.
આ બધી જ વાતો પર બધા જ બ્રિક્સ દેશોની સમંતિ મેળવીને દિલ્લી કરાર પર સહી કરાવી લીધી. જેને કારણે મોદીજીની વૈશ્વિક છબી વધારે ઉજ્વળ બની. જે કદાચ ટ્રપના પેટમાં દુખાવો ઉપાડશે. થોડા દિવસોમાં તેમનું કોઈને કોઈ સ્વરૂપે સ્ટેટમેન્ટ જરૂરી પ્રગટ થશે.
જેની સૌથી વધુ આતુરતા પૂર્વક રાહ જોવાતી હતી કે ડી ડોલરાઇઝેશન અંગે બ્રિક્સમાં શું જાહેરાત થાય છે ?
અમેરિકા અને ટ્રBપનું આક્રમક વલણ જોઈને કોઈ દેશ સીધી રીતે અમેરિકા સામે શિંગડા ભરાવવા તૈયાર નથી. આથી બ્રિક્સ દેશો એ ડી ડોલરાઇઝેશન અંગે સીધી કોઈ વાત જ ના કરી પરંતુ પોતાની કરન્સીમાં અંદરો અંદર જ વેપાર કરવાની વાત પર જોર દેવાનું શરૂ કરવા કહ્યું. બ્રિક્સની નવી કરન્સીની જગ્યા એ યુ.પી.આઈ જેવી સિસ્ટમ લાગુ પાડી દેવામાં આવશે. અને ડિડોલરાઇઝેશનને બાય પાસ કરી દેવાશે.
અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રBપે બ્રિક્સ દેશોને ડોલરનો વિકલ્પ શોધવા સામે ૧૦૦% ટેરિફ લાદવાની ધમકી આપી હતી. તેના જવાબમાં બ્રિક્સ દેશોએ સંયુક્ત સંદેશ આપ્યો કે તેઓ વૈશ્વિક નાણાકીય વિવિધતા અને પોતાની સ્થાનિક કરન્સીમાં વેપાર વધારવા કટિબદ્ધ છે.
વૈશ્વિક સંસ્થાઓમાં સુધારાની અપીલ : યુએન સિક્યુરિટી કાઉન્સિલ (UNSC), IMF અને વર્લ્ડ બેંક જેવી પશ્ચિમી વર્ચસ્વ વાળી સંસ્થાઓમાં તાત્કાલિક સુધારો કરવામાં આવે જેથી વિકાસશીલ દેશોને પણ સમાન અધિકાર મળે.
આ બધી જ વાતો વાતોના વડા જ રહેશે એમ ન્યૂયોર્ક ટાઇBસે નોંધ કરી. જેમ રામની સેનાને જોઈને રાવણે હુંકાર કરેલો એવું જ લાગે. બાકી આવતી બ્રિક્સ સમિટ માં ચાઇના યજમાન છે. તેથી એક વર્ષમાં બ્રિક્સ શું કરે છે તે જોવાનું રહ્યું.
-પરેશ કે ભટ્ટ