Business Plus
ખેતીની જમીનના ટુકડા પ્રતિબંધક કાયદો-1947માં રાજ્ય સરકારે વટહુકમથી કરેલ સુધારા
By GS Team
2 Aug 20265 mins read
ગુજરાત સરકારે 14 જુલાઈ 2026ના વટહુકમથી ગુજરાત ટુકડા પ્રતિબંધક અને એકત્રીકરણ કાયદો 1947માં સુધારો કર્યો છે. આ સુધારાથી 29 જાન્યુઆરી 1948 થી 31 માર્ચ 2026 દરમિયાન થયેલી જમીનની તમામ તબદીલી અને વહેંચણી નિયમિત ગણાશે, જેમાં કોઈ ચાર્જ કે દંડ વસૂલાશે નહીં. આ સુધારો ખાસ કરીને વડીલોપાર્જિત ખેતીની જમીન ધરાવતા ખેડૂતોને રાહત આપશે.
00:00
00:25
Summarized by AI; it may make mistakes. Check important info
ગુજરાત સરકારે 14 જુલાઈ 2026ના વટહુકમથી ગુજરાત ટુકડા પ્રતિબંધક અને એકત્રીકરણ કાયદો 1947માં સુધારો કર્યો છે. આ સુધારાથી 29 જાન્યુઆરી 1948 થી 31 માર્ચ 2026 દરમિયાન થયેલી જમીનની તમામ તબદીલી અને વહેંચણી નિયમિત ગણાશે, જેમાં કોઈ ચાર્જ કે દંડ વસૂલાશે નહીં. આ સુધારો ખાસ કરીને વડીલોપાર્જિત ખેતીની જમીન ધરાવતા ખેડૂતોને રાહત આપશે.
00:00
00:25
Summarized by AI; it may make mistakes. Check important info

- લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)
ગુજરાત સરકારના મહેસુલ વિભાગના તા. ૧૪ જુલાઈ ૨૦૨૬ના વટહુકમથી ગુજરાત ટુકડા પ્રતિબંધક અને એકત્રીકરણ કાયદો ૧૯૪૭માં સુધારો કરવામાં આવ્યો છે. જેમાં મુખ્યત્વે સાત દાયકામાં જમીનના ઉપયોગમાં શહેરીકરણ/ઔદ્યોગિકરણ અને વ્યાપારીકરણના હેતુ માટે ઉપોયગમાં લેવાતી જમીનમાં આમુલ પરિવર્તન આવ્યું છે તેવું નિવેદન (Statement) કરવામાં આવ્યું છે. આ કાયદાના મુળભુત ઉદ્દેશ શું હતા અને ખાસ કરીને ખેડુત ખાતેદારોને શું મુશ્કેલી અનુભવવામાં આવી અને તેમાં વડીલોપાર્જીત ખેતીની જમીન ધરાવતા ખેડુતોને વિશેષ મુશ્કેલ હતી, આ સુધારા કાયાદાથી ફક્ત બિન ખેતીવિષયક હેતુ માટે ઉપયોગમાં લેવાતી જમીન માટેનું મુખ્ય કારણ બતાવવામાં આવ્યું છે. આ કાયદો મૂળ સ્વરૂપે લાવવાનો ઉદ્દેશ જેમ જમીન સુધારા કાયદાઓ આઝાદી બાદ અમલમાં લાવવામાં આવ્યા તેનો એક ભાગ છે. કારણ કે જમીન બંધારણમાં રાજ્ય સરકારનો વિષય (State Subject) હોવા છતાં આ કાયદો સુધારવામાં કે ફેરફાર કરવામાં રાષ્ટ્રપતિની અનુમતી લેવી પડે છે. જમીન સુધારાઓ બંધારણની અનુસુચિમાં (Schedule) સમાવેશ કરેલ છે. ટુકડા અને એકત્રીકરણ કાયદાનો મુળભુત ઉદ્દેશ ખેતીની જમીનોના વધુ ટુંકડા ન થાય અને એકત્રીકરણથી ખેત ઉત્પાદન મહતમ થાય અને ખેત વિષયક સંસાધનોનો ઉપયોગ કાર્યદક્ષ રીતે થાય તે વિભાવના હતી, જ્યારે બીજી બાજુએ જ્યારે ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો જ્યારે ૧૯૪૭માં આ કાયદો ઘડાયો અને અમલમાં ૧૯૫૧ની આસપાસ કરવામાં આવ્યો. આ કાયદામાં જે તે સમયે ખેડુત ખાતેદારો સાથે પરામર્શ કર્યા સિવાય, ગ્રામપંચાયતો પાસે ટુકડા ધારાના અમલ માટે ઠરાવ કરી, મામલતદાર ઓફીસ દ્વારા જે Standard area મહત્તમ ક્ષેત્રફળ નક્કી કરવામાં આવ્યું. જેમાં ૨ એકર જરાયત વિસ્તાર અને બારમાસી સિંચાઈ હોય તો ૨૦ ગુંઠા. પરંતું મોટા ભાગે ખાત્રી કર્યા સિવાય ૨ એકરથી ઓછી તમામ જમીનોમાં Mechanical સ્વરૂપે ટુંકડા તરીકે સબંધિત સર્વે નંબરમાં નોંધ કરી દેવામાં આવી, જ્યાં એકત્રીકરણની પ્રક્રિયાનાં ભાગરૂપે બ્લોક પધ્ધતિ (સર્વે નંબર સિવાય) દાખલ કરવામાં આવી, ત્યાં પણ ખેડુત ખાતેદારના જમીનનું Holdingને ધ્યાનમાં લઈ ભૌતિક ચકાસણી વગર અને જ્યાં કૌટુંમ્બિક વહેંચણી થયેલ હોવા છતાં - એકત્રીકરણ અધિકારી દ્વારા બ્લોક કરવામાં આવ્યા અને તે મુજબ પ્રાન્ત અધિકારીઓ દ્વારા ગામનું રેકર્ડ પ્રમાણિત જાહેર કરી દેવામાં આવ્યું. આ વાસ્તવિક સ્થિતિ અમો ચોરાસી સુરત પ્રાન્ત તરીકે હતા, ત્યારે પલસાણા તાલુકામાં બ્લોક પધ્ધતિ દાખલ કરેલ, તેમાંથી જાણકારી મળેલ, ખેડુત ખાતેદારોએ બ્લોક વિભાજન માટે પણ મંજુરી મેળવવી પડતી. ઘણી જગ્યાએ તો વરસાદના કિસ્સામાં પણ મંજુરી મેળવવાની પ્રથા હતી આજ રીતે કૌટુંમ્બિક વહેચણીમાં પણ મંજુરી મેળવવાનું આચરણ હતું જે અંગે અમોએ વારસાઈ કે કૌટુંમ્બિક વહેંચણીમાં પરિપત્ર અમારી કક્ષાએ જ કરીને વડીલોપાર્જીત ખેડુતોના કિસ્સાઓ નિરાકરણ લાવેલ, આમ આ કાયદાનું વાસ્તવિક અમલીકરણ વડીલોપાર્જીત ખેતીની જમીનમાં પેઢી દરપેઢી ભાઈઓ ભાગની વહેચણીમાં સ્થળ-ભૌતિક રીતે વહેંચણી થયેલ હોવા છતાં મહેસુલી રેકર્ડમાં ટુંકડો પડતો હોવાનું કારણ કરીને વહેંચણી કરવામાં આવતી તેમ છતાં રેકર્ડ ઉપર ફેરફાર કરવામાં આવતો નથી, આ પરિસ્થિતિનો ભોગ અમારી પોતાની વડીલોપાર્જીત ખેતીની જમીનમાં વહેંચણી સમયે ટુંકડાધારાના ભંગ અને વધુ ટુકડો પડતો હોવાના બહાને નોંધ મંજુર કરવામાં આવેલ ન હતી. અમોએ આ મુદ્દે અપીલ પણ કરેલ પણ તે સ્વીકારાઈ ન હતી. આમ આ કાયદાના અમલીકરણમાં વડીલોપાર્જીત ખેતીની જમીનમાં કૌટુંમ્બિક વહેચણીમાં ખુબ જ મુશ્કેલી અનુભવાય છે અને બીજી બાજું ભૌતિક રીતે વહેંચણી મુજબ જમીન ખેડવામાં આવે છે એટલે ટુંકડાધારાનો મુળભુત ઉદ્દેશ સિદ્ધ થયો નથી.
આજ મુદ્દાઓની અમારા દ્વારા રજુઆત થતાં એક તબક્કે જે ખેતીની જમીન ટુંકડા તરીકે નોંધાયેલ હોય તો આખેઆખા ટુંકડાની જમીનનું વેચાણ થાય તો ટુંકડાધારાનો ભંગ ન ગણવાનો નિર્ણય લેવાયલ છે. પરંતું ૨૦૧૬માં મહેસુલ વિભાગે વડીલોપાર્જીત ખેતીની જમીનમાં વારસાઈ, વહેંચણી, હક્ક કમી, સંયુક્તપણામાં નામ ઉમેરવાની બાબતમાં રજીસ્ટર દસ્તાવેજ કર્યા સિવાય રૂ. ૩૦૦ના સ્ટેમ્પ પેપર ઉપર લખાણ દ્વારા તમામ હિત ધરાવતા પક્ષકારોની સંમતિથી હક્કપત્રકમાં ફેરફાર થાય છે અને તાજેતરમાં સરકારે આ પરિપત્રની જોગવાઈઓ વધુ સ્પષ્ટતા સાથે ફરીથી દોહરાવી છે. પરંતું તેમાં ટુકડાધારાની સ્પષ્ટતા ન હોવાને કારણે કૌટુંમ્બિક વહેચણીમાં ટુકડાધારાનો ભંગ ગણી ગામ દફ્તરે નોંધ પાડવામાં આવતી નથી. જેથી આ સુધારા વટહુકમમાં જ સ્ટાન્ડર્ડ એરીયા હવે પછી જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું છે. તેમાં સ્પષ્ટીકરણમાં (Explanation) વડીલોપાર્જીત ખેતીની જમીનમાં કૌટુમ્બિક વહેચણીમાં સ્ટાન્ડર્ડ એરીયાના બાધ સિવાય નોંધ મંજુર કરવામાં અને ટુકડાધારાનો પ્રતિબંધ લાગુ પડશે નહિ તેવી સ્પષ્ટ જોગવાઈ કરવી જરૂરી છે. સાથોસાથ વહેંચણી મુજબ ગમે તેટલું ઓછું ક્ષેત્રફળ હોયતો પણ અલગ ૭ નંબરનું પાનીયું કરવાની સુચના આપવી જરૂરી છે. કારણ કે ગુજરાતમાં જમીનનું હોલ્ડીંગ હવે મૂળ ખેડુત ખાતેદારો પાસે અપવાદ સિવાય એકરોમાં નહિ પણ ગુંઠા અ ચોરસ-મીટરમાં આવી ગયું છે.
હવે સરકારે ૧૪ જુલાઈના વટહુકમમાં જે સુધારા કર્યા છે તે અંગે જાણકારી મેળવીએ તો, આ કાયદાના અમલથી કલમ-૯(૩)પછી પેટા કલમ-૪ ઉમેરીને ટુકડાધારાના ભંગને લીધે જે ૨૯ જાન્યુઆરી-૧૯૪૮ થી ૩૧ માર્ચ ૨૦૨૬ દરમ્યાન જે પણ તબદીલી (Transfer) અને વહેંચણી (Partition) થયેલ હોય એટલે કે ૭૭ વર્ષદરમ્યાન જે પણ વ્યવહારો થયા હોય તે તમામ નિયમિત (Regularized) થયેલ ગણાશે અને તે માટે કોઈપણ પ્રકારના ચાર્જીસ, દંડ કે પ્રિમિયમની રકમ વસુલ કરવામાં આવશે નહીં અને જે સત્તાધિકારીઓ કે અન્ય સત્તામંડળ સમક્ષ કેસ ચાલતા હશે તો રદ (Abate) ગણવાના રહેશે. આમ આ સુધારો સૌથી મહત્વનો છે. ફક્ત મહેસૂલી અધિકારીઓએ આ સુધારા કાયદાની જોગવાઈઓનો હકારાત્મક સ્વરૂપે અમલ કરવાનો છે. આ વટહુકમમાં જે સુધારો કરવામાં આવ્યો છે તેમાં શહેરીકરણ, ઔદ્યોગીકરણ, વ્યાપારીકરણ તેમજ જમીનના ઉપયોગમાં બદલાવ આવ્યો છે તેવું જણાવ્યું છે. પરંતુ તેમાં બિનખેતીની જમીનમાં ટૂકડાધારાઓનો અંતરાય નથી, ખરેખર જે મુશ્કેલી છે તે વડીલોપાર્જીત ખેતીની જમીન ધરાવતા ખેડૂતોને છે કારણ કે પેઢી દરપેઢી ભાઈઓ ભાગની વહેંચણીથી જમીનનું કદ / ક્ષેત્રફળ સ્ટાન્ડર્ડ એરીયાથી ઘટયું છે એટલે વડીલોપાર્જીત ખેડૂતોની જમીન માટે ટૂંકડાધારાની જોગવાઈઓ લાગુ પડશે નહિ અને ખાસ કરીને સ્પષ્ટીકરણમાં કૌટુંબિક વહેંચણીમાં લાગુ પડશે નહિ તેવી જોગવાઈઓ આ કાયદામાં અને સરકારે ૨૦૧૬માં કૌટુંબિક વહેંચણીમાં આ ટૂંકડાધારાની જોગવાઈઓ લાગુ પડશે નહીં તેવી સ્પષ્ટતા કરવાથી સરકારે જે ઈરાદાથી સુધારો કર્યો છે તેનો વડીલોપાર્જીત ખેતીની જમીન ધારણ કરતા ખેડૂતોને થશે. આજ રીતે ટુકડાધારાની કલમ-૪(૪)માં જે સ્ટાન્ડર્ડ એરીયા નક્કી કરવાની બાબત છે તેમાં વડીલોપાર્જીત ખેતીની જમીનમાં જે વિસ્તારોમાં એકત્રીકરણ હેઠળ બ્લોક પધ્ધતિ દાખલ કરી છે તેમાં લાગુ પડશે નહીં તેમ જણાવવું જરૂરી છે અને જે ખાતેદારો એકત્રીકરણ કરાવવા માંગતા હોય તેઓને મામલતદાર / ડીઆઈએલઆર લાગુ પડતા સર્વે નંબરોનું એકત્રીકરણ ઝડપથી કરી આપશે તો સુધારા કાયદાનો હેતુ સિધ્ધ થશે.









