Business Plus

એર ઇન્ડિયા 18,000 કરોડ, HPCL 36,915 કરોડ IDBIનો સૌથી મોટો રૂ.52,878 કરોડનો સોદો રાહુલ ગાંધીના પ્રશ્નોએ ફાચર મારી

By GS Team
1 Nov 20267 mins read
TukuTouch Logo
મોદી સરકારે IDBI બેંકમાં 60.72% હિસ્સો રૂ. 52,878 કરોડમાં કેનેડિયન કંપની ફેરફેક્સને વેચવાની મંજૂરી આપી છે, જે અત્યાર સુધીનો સૌથી મોટો ડિસઇન્વેસ્ટમેન્ટ સોદો છે. આ સોદાને લઈને રાહુલ ગાંધીએ પ્રશ્નો ઉઠાવતા રાજકીય વિવાદ સર્જાયો છે. સરકાર આ આરોપોને ખોટા ગણાવી રહી છે. બેંકના કર્મચારીઓ અને નીતિઓ અંગે ચિંતા વ્યક્ત કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

એર ઇન્ડિયા 18,000 કરોડ, HPCL 36,915 કરોડ IDBIનો સૌથી મોટો રૂ.52,878 કરોડનો સોદો રાહુલ ગાંધીના પ્રશ્નોએ ફાચર મારી
  • કોર્પોરેટ પ્લસ - ગણેશ દત્તા
    સરકારે IDBI બેંકમાં ફેરફેક્સ ખરીદીના બહુમતી હિસ્સાને મંજૂરી આપી દીધી છે. ડીસઇન્વેસ્ટમેન્ટ દેશમાં નવી વાત નથી. ખર્ચાળ અને ખોટ ખાતા એકમોના કેટલોક હીસ્સો સરકાર વેચે છે અને સરળ ભાષામાં કહીએ તો ખોટ ખાતા એકમોમાંથી છૂટકારો મેળવે છે. મોદી સરકારમાં આઇડીબીઆઇ બેંકનું ડીસઇન્વેસ્ટમેન્ટ સૌથી મોટું બનવા જઇ રહ્યું છે. કેમકે નાણા વર્ષ ૨૦૧૮ માં એચપીસીએલના રૂ.૩૬,૯૧૫ કરોડના હિસ્સાના વેચાણ અને ૨૦૨૧માં ટાટા જૂથને એર ઇન્ડિયાના રૂ.૧૮,૦૦૦ કરોડના વેચાણ કરતાં પણ ૫૨૮૭૮ કરોડનો આઇડીબીઆઇ બેંકનો સોદો સૌથી મોટો છે.
    આડીબીઆઇ બેંકના સોદામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વાંધો ઉઠાવતા વિવાદ ઉભો થયો છે. હવે વિવાદને રાજકીય રૂપ મળ્યું હોઇ અનેક પક્ષો તેમાં પોતાનું મંતવ્ય આપી રહ્યા છે. રાહુલ ગાંધીએ ઉઠાવેલા મુદ્દાઓનો સરકાર જવાબ આપે તે જરૂરી છે. પરંતુ મોદી સરકાર અને નાણાપ્રધાન નિર્મલા સીતારામન રાહુલ ગાંધીએ કરેલા વિરોધને બીનજરૂરી અને પોતાનું રાજકીય મહત્વ વધારનારો કહે છે.
    રાહુલ ગાંધીએ ઉઠાવેલા પ્રશ્નો પૈકી કેટલાક બહુ વેધક છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે સોદો કોઇની ફેવર કરતા હોય તેમ લાગે છે કેમકે કેટલીક પ્રક્રિયામાં નિયમો નેવે મુકીને નિર્ણયો લેવાયા છે. કેટલાક અખબારી અહેવાલોમાં જ્યારે સરકારની આંતરિક બેઠકોની મિનિટ્સ (સત્તાવાર નોંધ)નો ઉલ્લેખ કરવામાં આવ્યા બાદ વિવાદ ઘેરો બન્યો હતો. જેમાં કથિત રીતે રિઝર્વ પ્રાઇસ (અનામત કિંમત) કરતાં નીચી બોલીઓ સાથે કામ પાર પાડતી વખતે મૂલ્યાંકન પદ્ધતિમાં ફેરફારો બતાવવામાં આવ્યા હતા. હવે આ મુદ્દો રાજકીય બની ગયો છે.
    વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હવે જ્યારે આઇડીબીઆઇ બેંક નફો કરી રહી છે ત્યારે તેને વેચવાની શી જરૂર છે. નફો કરતી બેંકના ખાનગીકરણની જરૂરિયાત પર પણ સવાલ ઉઠાવ્યા હતા. નવી કંપની આવશે તેના કારણે બેંકના મૂળ કર્મચારીઓના હિત સચવાશે કે કેમ તે બાબતે પણ ચિંતા વ્યક્ત કરી હતી. કર્મચારીઓના સંરક્ષણ તેમજ અનામતનીતિઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે.
  • અહીં આઇડીબીઆઇ બેંકનો ૬૦.૭૨ ટકા હીસ્સો ખરીદનાર ફેરફેક્સ કોણ છે તે પણ જાણવાની જરૂર છે.કેનેડાના ટોરોન્ટો સ્થિત આ કંપની વૈશ્વિક હોલ્ડીંગ કંપની છે. તે પ્રોપર્ટી અને વીમા ક્ષેત્રે વધુ કામ કરે છે. તેના માલિક-સીઇઓ પ્રેમ વત્સા હૈદ્રાબાદમાં જન્મેલા છે તે કેનેડાના અબજો પતિ છે અને કેનેડાના વોરેન બફેટ કહેવાય છે. તેમની કંપનીએ ભારતમાં અન્ય રોકાણો પણ કરેલા છે જેમાં થોમસ કૂક ઇન્ડિયા, બેંગ્લોર ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (મ્ૈંછન્)અને ભજીમ્ બેંક જેવા મોટા વ્યવસાયોનો સમાવેશ થાય છે.
    નાણા મંત્રાલયે આ વ્યવહારનો બચાવ કરતા કહ્યું છે કે બિડિંગ પ્રક્રિયા કોર ગુ્રપ ઓફ સેક્રેટરીઝ ઓન ડિસઇન્વેસ્ટમેન્ટ (ભય્ઘ) ને સોંપવામાં આવેલી સત્તાઓની સીમામાં હાથ ધરવામાં આવી હતી
    અને ફેરફેક્સની અંતિમ ઓફર સુધારેલા મૂલ્યાંકન બેંચમાર્ક કરતાં વધુ ઉભરી આવતા મૂલ્યાંકન સ્વતંત્ર રીતે કરવામાં આવ્યું હતું.નાણાપ્રધાને કહ્યું છે કે સોદામાં ઓછી બોલીની કોઇ વાત જ નથી. સરકારે વધુ કિંમત મેળવવાના પ્રયાસ કર્યો છે અને તેમાં સફળતા મળી છે.
    નાણાં પ્રધાન નિર્મલા સીતારામને વ્યક્તિગત રીતે રાહુલ ગાંધીના આક્ષેપોનો જવાબ આપતા તેને જૂઠ્ઠાણા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે IDBI હિસ્સાના વેચાણમાં તમામ યોગ્ય પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્યું હતું.
    IDBI બેંક વેચાણ સોદાની વિગતો એવી છે કે ૧૪ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ, કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ (ભભઈછ) એ IDBI બેંકમાં ૬૦.૭૨% હિસ્સો ફેરફેક્સ ફાઇનાન્સિયલ હોલ્ડિંગ્સને રૂ. ૫૨,૮૭૮ કરોડમાં વેચવાની મંજૂરી આપી હતી.
    આ વ્યવહારમાં ભારત સરકાર દ્વારા ધરાવાતો ૩૦.૪૮% હિસ્સો અને રાજ્યની માલિકીની લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (ન્ૈંભ) દ્વારા ધરાવાતો ૩૦.૨૪% હિસ્સો વેચવાનો સમાવેશ થાય છે. વેચાણ પછી, સરકાર ૧૫% હિસ્સો જાળવી રાખશે, જ્યારે ન્ૈંભ ૧૯% હિસ્સો ધરાવશે.
    ખરીદનાર કેનેડિયન અબજોપતિ પ્રેમ વત્સાની આગેવાની હેઠળની ફેરફેક્સ ફાઇનાન્સિયલ હોલ્ડિંગ્સની પેટાકંપની છે.
    IDBI બેંક નોંધપાત્ર રીતે નાણાકીય તંગીનો સામનો કરી રહી હતી અને નોન પર્ફોર્મિંગ સેટના પગલે થયેલા નુકસાનને કારણે મે ૨૦૧૭માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન (ઁભછ) ફ્રેમવર્ક હેઠળ મૂકવામાં આવી હતી. બેંકની નાણાકીય સ્થિતિમાં સુધારો થયા પછી માર્ચ ૨૦૨૧માં રિઝર્વ બેંકે પ્રતિબંધો હટાવી લીધા હતા.
    IDBI બેંકનું વેચાણ શા માટે વિવાદાસ્પદ બન્યું છે? આ વિવાદ સરકારે શેર દીઠ રૂ. ૮૧ની અંતિમ વેચાણ કિંમત કેવી રીતે નક્કી કરી તે બાબતે કેન્દ્રિત છે. સરકારે ઓફરની શરૂઆત શેર દીઠ ૯૪.૪૨ થી કરી હતી. જો કે,૧૨ માર્ચ, ૨૦૨૬ના રોજ ખોલવામાં આવેલ બોલીનો પ્રથમ રાઉન્ડ આ કિંમત પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયો હતો.
    ૧૩ઓગસ્ટના કોર ગુ્રપ ઓફ સેક્રેટરીઝ ઓન ડિસઇન્વેસ્ટમેન્ટની આંતરિક નોંધોને ટાંકે છે, ફેરફેક્સે ૧ જૂનના રોજ સુધારેલી ઓફર રજૂ કરી હતી. આ ૧૩ જુલાઈના રોજ ખોલવામાં આવી હતી અને ફેરફેક્સે શેર દીઠ રૂ. ૮૧ની સુધારેલી કિંમત રજૂ કરી હોવાનું જણાવાયું હતું. જે શરૂઆતની કિંમત ૯૪.૪૨ કરતાં ૧૯.૫ ટકા ઓછી હતી.
    આ મુદ્દો વિવાદનું કેન્દ્ર બન્યો છે ઉપરાંત વિપક્ષને તેમાં કશુંક રંધાયું હોવાની શંકા છે.
    સરકારે તેના જવાબમાં એક સ્પષ્ટતા બહાર પાડીને બિડિંગ અને મૂલ્યાંકન પ્રક્રિયાનો બચાવ કર્યો હતો. તેની મુખ્ય દલીલ એ છે કે શરૂઆતની બિડિંગ માર્ગદર્શિકા કાયદાકીય રીતે બંધનકર્તા નિયમોને બદલે સૂચક (ૈહગૈબચૌપી) હતી અને ભય્ઘ પાસે ત્યાર બાદના રાઉન્ડ માટેની પ્રક્રિયા નક્કી કરવાની સત્તા હતી.
    મૂળ અનામત કિંમત ઘટાડવામાં આવી હોવાના આક્ષેપોને ફગાવી દેતા મંત્રાલયે જણાવ્યું હતું કે પ્રારંંભિક બોલી મંજૂર ન થયા પછી પહેલો રાઉન્ડ સમાપ્ત થઈ ગયો હતો અને ત્યારબાદનો શ્રેષ્ઠ- ઓફર) રાઉન્ડ એક અલગ કવાયત હતી.
    સરકારે ૧૬ ઓગસ્ટ, ૨૦૧૭ ના ભભઈછ ના નિર્ણયને પણ ટાંક્યો હતો, જેણે ભય્ઘ ને પ્રક્રિયાગત મુદ્દાઓ પર નીતિવિષયક નિર્ણયો લેવા અને વ્યૂહાત્મક વિનવેશ નિર્ણયોના અસરાકારક અમલીકરણ માટે જરૂરી હોય ત્યારે તેના પર પર વિચાર કરવાની સત્તા આપી હતી. એક વાત સ્પષ્ટ ચેકે આઇડીબીઆઇના સોદોમાં સરકાર ગૂંચવાયેલી છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધીના પ્રશ્નો સરકારને અકળાવી રહ્યા છે.

10 વર્ષમાં મોદી સરકારના 13 વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ
કેન્દ્રની મોદી સરકાર આઈડીબીઆઈ બેંક (IDBI Bank)માં ૬૦.૭૨% હિસ્સો રૂા. ૫૨,૮૭૮ કરોડમાં વેચવાના નિર્ણયે વિવાદ સર્જ્યો છે. વિનિવેશના અગાઉના તમામ પ્રયાસોને આ વેચાણ પાછળ છોડી દેશે, જે તેને અત્યાર સુધીનું સૌથી મોટું વિનિવેશ બનાવશે.નોંધનીય છે કે, સરકારે છેલ્લા એક દાયકામાં ૧૩ વ્યૂહાત્મક વિનિવેશ કર્યા છે.અગાઉના નોંધપાત્ર વિનિવેશમાં એર ઇન્ડિયા અને ઊર્જા ક્ષેત્રની બહુવિધ કંપનીઓનો સમાવેશ થાય છે.આ કાર્યો ખાનગીકરણ અને રાજકોષીય એકત્રીકરણ પ્રત્યેનો હેતુ દર્શાવે છે.
કેનેડાની ફેરફેક્સ (Fairfax)ને આઈડીબીઆઈ બેંકમાં બહુમતી હિસ્સાનું સૂચિત રૂા. ૫૨,૮૭૮ કરોડનું વેચાણ છેલ્લા એક દાયકામાં જાહેર ક્ષેત્રના સાહસમાં મોદી સરકારનું ૧૩મું વ્યૂહાત્મક વિનિવેશ હશે.
રૂ.૫૨,૮૭૮ કરોડનો આ સોદો સરકારનો અત્યાર સુધીનું સૌથી મોટો વ્યૂહાત્મક વિનિવેશ સોદો પણ બનશે. નાણા વર્ષ ૨૦૧૮ માં એચપીસીએલના રૂ.૩૬,૯૧૫ કરોડના હિસ્સાના વેચાણ અને ૨૦૨૧માં ટાટા જૂથને એર ઇન્ડિયાના રૂ.૧૮,૦૦૦ કરોડના વેચાણથી વધુ હશે.
વર્ષોથી, કેન્દ્ર સરકારે એવિયેશન (ઉડ્ડયન), ઊર્જા, શિપિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની કેટલીક જાહેર ક્ષેત્રની કંપનીઓમાં પોતાનો હિસ્સો વેચ્યો છે.આમાંથી કેટલાંક સોદાઓમાં અન્ય સરકારી માલિકીની કંપનીઓને હિસ્સો ટ્રાન્સફર કરવાનો સમાવેશ થાય છે, જ્યારે અન્ય સોદાઓમાં ખાનગી ખરીદદારો સામેલ થયા હતા.
છેલ્લા એક દાયકામાં થયેલા મુખ્ય વ્યૂહાત્મક વિનિવેશ પર એક નજર

  • નાણાકીય વર્ષ ૨૭ : આઈડીબીઆઈ બેંકમાં ૬૦.૭૨% હિસ્સો રૂ.૫૨,૮૭૮ કરોડમાં વેચવા માટે નિર્ધારિત કરાયો છે.
  • નાણાકીય વર્ષ ૨૭ : ઇન્ડિયન મેડિસિન્સ ફાર્માસ્યુટિકલ કોર્પોરેશન રૂ.૧૧૯ કરોડમાં વેચવામાં આવી હતી.
  • નાણાકીય વર્ષ ૨૪ : એમએસટીસી લિમિટેડ (MSTC Ltd)ની સંપૂર્ણ માલિકીની સબસિડીયરી ફેરો સ્ક્રેપ નિગમ લિમિટેડ, જાપાનની કોનોઇકે ટ્રન્સપોર્ટ કંપની લિમિટેડને રૂ.૩૨૦ કરોડમાં વેચવામાં આવી હતી.આ આવક સરકારી તિજોરીમાં ગઈ ન હતી.
  • નાણાકીય વર્ષ ૨૩ : સેન્ટ્રલ અને સ્ટેટ પબ્લિક સેક્ટર કંપનીઓનો સમાવેશ કરતી સંયુક્ત સાહસ કંપનીની લાંચલ ઇસ્પાત નિગમ લિમિટેડ, ટાટા સ્ટીલ લોંગ પ્રોડક્ટ્સ લિમિટેડને રૂ.૧૨,૧૦૦ કરોડમાં વેચવામાં આવી હતી. આ આવક સરકારી તિજોરીમાં જમા થઈ ન હતી.
  • નાણાકીય વર્ષ ૨૨ : એર ઇન્ડિયા, તેની સબસિડીયરીઝ AIXL અને AISATS સાથે ટાટા ગુ્રપની માલિકીની તલેસ પ્રાઇવેટ લિમિટેડ (Talace Pvt Ltd)ને રૂ.૧૮,૦૦૦ કરોડમાં વેચવામાં આવી હતી.આમાંથી ટાટાએ રૂ.૨,૭૦૦ કરોડ રોકડા ચૂકવ્યા હતા અને રૂ.૧૫,૩૦૦ કરોડનું દેવું પોતાના શિરે લીધું હતું.
  • નાણાકીય વર્ષ ૨૦ : THDC ઇન્ડિયા લિમિટેડ એનટીપીસી (NTPC)ને રૂ.૭,૫૦૦ કરોડમાં વેચવામાં આવી હતી.
  • નાણાકીય વર્ષ ૨૦ : નોર્થ ઈસ્ટર્ન ઈલેક્ટ્રિક પાવર કોર્પોરેશન લિમિટેડ (NEEPCO) એનટીપીસી દ્વારા રૂ.૪,૦૦૦ કરોડમાં હસ્તગત કરવામાં આવી હતી.
  • નાણાકીય વર્ષ ૨૦ : કામરાજાર પોર્ટ લિમિટેડ ચેન્નઈ પોર્ટ ટ્રસ્ટને રૂ.૨,૩૮૩ કરોડમાં વેચવામાં આવી હતી.
  • નાણાકીય વર્ષ ૧૯ : પાવર ફાઇનાન્સ કોર્પોરેશને રૂ.૧૪,૫૦૦ કરોડમાં રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશનમાં સરકારનો ૫૨.૬૩% હિસ્સો હસ્તગત કર્યો હતો.
  • નાણાકીય વર્ષ ૧૯ : HSCC (ઇન્ડિયા) લિમિટેડ NBCCને રૂ.૨૮૫ કરોડમાં વેચવામાં આવી હતી.
  • નાણાકીય વર્ષ ૧૯ : નેશનલ પ્રોજેક્ટ્સ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન લિમિટેડ WAPCOSને રૂ.૮૦ કરોડમાં વેચવામાં આવી હતી.
  • નાણાકીય વર્ષ ૧૯ : ડ્રેજિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ પોર્ટ્સના કન્સોર્ટિયમને રૂ.૧,૦૪૯ કરોડમાં વેચવામાં આવી હતી.
  • નાણાકીય વર્ષ ૧૮ : ONGCએ હિન્દુસ્તાન પેટ્રોલીયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL)માં ૫૧.૧૧% હિસ્સો રૂ.૩૬,૯૧૫ કરોડમાં હસ્તગત કર્યો હતો.