Business Plus

ખરીફ પછી હવે રવિ મોસમ પર પણ અલનીનોનો ઓછાયો!

By GS Team
1 Nov 20263 mins read
TukuTouch Logo
આ વર્ષે અલનીનોની અસરથી દેશમાં ચોમાસું નબળું રહેતા કૃષિ ક્ષેત્રે ચિંતા પ્રસરી છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ખરીફ પાકને નુકસાન થયું, હવે રવિ પાક પર પણ માઠી અસરની ભીતિ છે. રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં વરસાદની મોટી ઘટ નોંધાઈ છે. જમીનમાં ભેજ અને પાણી ઓછું હોવાથી વાવેતર વિસ્તાર ઘટવા સાથે હેક્ટરદીઠ ઉત્પાદન ઘટવાની શક્યતા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ખરીફ પછી હવે રવિ મોસમ પર પણ અલનીનોનો ઓછાયો!

દેશમાં આ વર્ષે ચોમાસા પર અલનીનોની ઈમ્પેક્ટ દેખાતાં કૃષી ક્ષેત્રે સમીકરણો બદલાતા જોવા મળ્યા છે. અલનીનોના પગલે આ વર્ષે ચોમાસામાં વરસાદની ડેફીસીટ વધુ જોવા મળી છે તથા તાજેતરમાં ખરીફ મોસમ પુરી થયા પછી હવે રવિ મોસમ પર વિવિધ કૃષી બજારોની નજર રહી હોવાનું બજારોના જાણકારો જણાવી રહ્યા હતા. આ વર્ષે સ્ટ્રોન્ગ અલનીનોના કારણે વિશેષરૂપે મહારાષ્ટ્ર તથા કર્ણાટકમાં ખરીફ મોસમમાં વિવિધ પાકોને વિશેષ પ્રતિકૂળ અસર પડી હોવાના સમાચાર તાજેતરમાં મળ્યા હતા ત્યારે હવે રવિપાકમાં આવી પ્રતિકૂળ અસર દેશવ્યાપી ધોરણે દેખાવાની ભીતિ આ ક્ષેત્રના તજજ્ઞા દર્શાવી રહ્યા હતા. અપુરતા વરસાદના પગલે વિવિધ રાજ્યોમાં વિવિધ કૃષી પાકોના વાવેતરમાં વિલંબ થયાના વાવડ પણ મળ્યા હતા.
ચોમાસું નબળું રહેતાં જમીનમાં
ભેજનું પ્રમાણ ઓછું
ચોમાસું નબળું રહેતાં જમીનમાં ભેજનું પ્રમાણ તથા પાણીનું પ્રમાણ ઓછું ઉતર્યું છે તથા તેના પગલે રવિ પાક પર તેની ઈમ્પેક્ટ દેખાવાની શક્યતા બજારના જાણકારો બતાવી રહ્યા હતા. સિંચાઈ ક્ષેત્રમાં પણ પાણી અપેક્ષાથી ઓછું નોંધાયું છે. આના પગલે રવિ મોસમમાં વાવેતરનો વિસ્તાર ઘટવા ઉપરાંત હેકટરદીઠ પેદાશ પણ ઓછી ઉપજવાની શક્યતા વચ્ચે તાજેતરમાં વિવિધ કૃષી ચીજોના બજાર ભાવ પણ ઉંચા જતા જોવા મળ્યા હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. વિન્ટર રેઈન પર પણ કૃષી તજજ્ઞાની નજર હતી. હવામાન સૂકું રહેશે તો વાવેતરનો વિસ્તાર તથા હેકટરદીઠ પેદાશ પર અવળી અસર પડશે એવી ગણતરી જાણકારો બતાવી રહ્યા હતા.
દરમિયાન, તાજેતરમા વિવિધ રાજ્યોમાંથી મળેલા આંકડાઓ મુજબ રાજસ્થાનમાં સપ્ટેમ્બરમાં વરસાદ નવ ટકા ઓછો થયા પછી ઓકટોબરમાં વરસાદની ડેફીસીટ ૫૪થી ૫૫ ટકા સુધી નોંધાઈ હતી. મહારાષ્ટ્રમાં પણ વરસાદની સંતાકૂકડી વચ્ચે ૩૫૮ પૈકી ૩૦૮ તાલુકાઓમાં દુકાળની અસર નોંધાઈ હોવાના સમાચાર મળ્યા હતા. મહારાષ્ટ્રમાં સપ્ટેબરમાં વરસાદની બાવન ટકા ડેફીસીટ નોંધાયા પછી ઓકટોબરમાં પણ વરસાદની ખાધ વકરતી જોવા મળી છે.
મધ્ય પ્રદેશમાં પણ સ્થિતિ કપરી
મધ્ય પ્રદેશમાં પણ સ્થિતિ કપરી રહી છે. મધ્ય-પ્રદેશમાં સપ્ટેમ્બરમાં જો કે વરસાદ સારો થયા પછી ઓકટોબરમાં વરસાદની ૯૬ ટકા ડેફીસીટ જોવા મળતા કૃષી બજારોમાં નવેસરથી અજંપો વધ્યો હોવાના નિર્દેશો મળ્યા હતા. ઉત્તર પ્રદેશમાં પણ સપ્ટેમ્બરમાં વરસાદ સંતોષજનક થયા પછી ઓકટોબરમાં વરસાદ ફરી હાથતાળી આપતો જોવા મળ્યો છે. જોકે પંજાબ તથા હરિયાણામાં ઓકટોબરમાં વરસાદ સારો થયાના વાવડ પણ મળ્યા હતા. પંજાબ તથા હરિયાણામાં ઘઉંનું વાવેતર નવેમ્બરથી શરૂ થવાનું છે તથા તેના પર હવે દશના અનાજ બજારોની નજર રહી છે.
રાજ્સ્થાનમાં રવિ પાકના વાવેતર વિષયક આરંભીક વહેતા થયેલા વાવડ મુજબ ચણાના વાવેતરમાં ઘટાડો જોવા મળ્યો છે. ત્યાં મસ્ટર્ડ-સરસવના વાવેતરનો વિસ્તાર રવિ મોસમના આરંભમાં આશરે એક લાખ હેકટર્સ નોંધાયો છે. દેશવ્યાપી ધોરણે રવિ મોસમમાં ખાસ કરીને વિવિધ કઠોળ તથા તેલીબિંયામાં ૬૦થી ૭૦ ટકા વાવેતરનો આધાર જમીનમાં સંગ્રહાયેલા વરસાદના પાણી પર રહેતો હોય છે .
રવિ મોસમમાં પેદાશ
માટે વિકટ સ્થિતિ
આ વર્ષે ઓછા વરસાદના પગલે જમીનમાં વરસાદનું પાણી ઓછું ઉતર્યું હોવાથી કઠોળ તથા તેલિબિંયા માટે રવિ મોસમમાં પેદાશ માટે વિકટ સ્થિતિ દેખાવાની ગણતરી જાણકારો બતાવી રહ્યા હતા.