Business Plus

અલ્હાબાદ હાઇકોર્ટના તાજેતરના બે ચુકાદાની અગત્યની બાબતો પર નજર

By GS Team
28 Jun 20266 mins read
TukuTouch Logo
તાજેતરમાં અલ્હાબાદ હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે, જો GST વિભાગ દ્વારા અપીલ કરવામાં આવે તો આપોઆપ સ્ટે મળતો નથી. M/S Shivansh FMCG India Pvt. Ltd.ના કેસમાં, વેપારીનો રદ થયેલ GST રજીસ્ટ્રેશન પુનઃસ્થાપિત કરવા વિભાગે આદેશ સામે અપીલ કરી હતી. કોર્ટે જણાવ્યું કે ઓટોમેટિક સ્ટેની કોઈ જોગવાઈ નથી અને વિભાગનો નિર્ણય મનસ્વી હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

અલ્હાબાદ હાઇકોર્ટના તાજેતરના બે ચુકાદાની અગત્યની બાબતો પર નજર
  • GST નું Ato Z - હર્ષ કિશોર
  • જો કોઈ કેસમાં ડીપાર્ટમેન્ટ તરફથી અપીલ થયેલ હોય તો આપોઆપ સ્ટે મળતો નથી તે મતલબનો ચુકાદો આવેલ છે
    આપણે જાણીએ છીએ કે જીએસટી હેઠળ કોઈપણ વ્યક્તિ (urd સહિત) વિરુદ્ધ પસાર થયેલ આદેશની સામે તેને વાંધો હોય તો તેવા આદેશ સામે તે કલમ ૧૦૭ ની જોગવાઇઓ મુજબ અપીલ અધિકારી (ખાતાના) સમક્ષ પ્રથમ અપીલ કરી શકે છે અને પ્રથમ અપીલની અપીલનો આદેશ તેઓશ્રીને સ્વીકાર્ય ના હોય તો તેના માટે કલમ ૧૧૨ મુજબ જીએસટી ટ્રિબ્યુનલ (પંચ) સમક્ષ બીજી અપીલ થઈ શકે છે. ત્યારબાદ કાયદાકીય તકરારો માટે કલમ ૧૧૭ મુજબ હાઇકોર્ટમાં તેમજ કલમ ૧૧૮ અનુસાર સુપ્રીમ કોર્ટ સમક્ષ પણ અપીલ/રીટ ((writ of Certiorari fu writ of Mandamus) થઈ શકે છે.
    કરદાતાની જેમ જ GST ખાતાના અધિકૃત અધિકારી પણ કલમ ૧૦૭(૨) ની જોગવાઇઓ મુજબ પ્રથમ અપીલ અધિકારી સમક્ષ ૬ મહિનાની સમય મર્યાદામાં GST Form APL-03 માં અપીલ ફાઈલ કરી શકે છે. આવા કેસમાં કોઈ પ્રી-ડીપોઝીટ ભરવાની રહેતી નથી. જો કોઈ કેસમાં ડીપાર્ટમેન્ટ તરફથી અપીલ થયેલ હોય તો આપોઆપ સ્ટે મળતો નથી તે મતલબનો તાજેતરનો નામદાર અલ્લાહાબાદ હાઇકોર્ટનો ચુકાદો આવેલ છે તેની અગત્યની વિગતો ટૂંકમાં જાણીએ.
    કેસનું નામ : HIGH COURT OF JUDICATURE AT ALLAHABAD, WRIT TAX No. - 2057 of 2026 M/S Shivansh FMCG India Private Lmited…..Petitioner(s) Versus Union Of India and 3 others as respondents.
    આ કેસમાં તારીખ ૧૬. ૭. ૨૦૨૫ ના રોજ સીજીએસટીના સુપરઇન્ટેનડંટ દ્વારા વેપારીશ્રીને નોંધણી દાખલો રદ કરવા માટે કારણ દર્શક સૂચના બજાવવામાં આવેલ અને તેમાં નીચે મુજબ જણાવવામાં આવેલઃ
    ``1.Rule 21(a)- Person does not conduct any business from declared place of business/place of business not found.
  1. Rule 21(b)-person issues invoice or bill without supply of goods or services or both in violation of the provisions of the Act, or the rules made thereunder.''
    ત્યારબાદ તારીખ ૨૯. ૭. ૨૦૨૫ ના રોજ સંબંધિત અધિકારીશ્રી દ્વારા વેપારીશ્રીનો નોંધણી દાખલો ઉક્ત કારણોસર રદ કરવામાં આવેલ. વેપારીશ્રીએ આ આદેશ સામે પ્રથમ અપીલ ફાઇલ કરેલ હતી. જ્યાં તારીખ ૨૭. ૧. ૨૦૨૬ ના આદેશથી તેઓની અપીલ માન્ય રાખવામાં આવી અને તેમાં નીચે મુજબ ઓપરેટીવ પાર્ટમાં જણાવવામાં આવેલ, જેની કોર્ટે પણ નોંધ લીધેલ હતીઃ
    ``Accordingly, I hereby find no sound merit in the REG-19 (ORDER OF REJECTION OF APPLICATION OF CANCELLATION) Reference FOR REVOCATIONNo.ZA091025324368J dated 27.10.2025 passed by the Superintendent, CGST-Range Shyamganj-Div-II, Bareilly and the same is set aside. I hereby allow the present appeal bearing No.820/GST/APPL.-NOIDA/GBN/2025-26, dated 22.12.2025 filed by M/s Shivansh FMCG India Pvt. Ltd. on the above terms and the GST registration of the appellant is hereby ordered to be restored with immediate effect''.
    આ આદેશના અનુસંધાને વેપારીએ નોંધણી દાખલો પુનઃ સ્થાપિત કરવા માટેની રજૂઆત અગ્રાહ્ય રાખવામાં આવેલ. અપીલ અધિકારીના તારીખ ૨૭. ૧. ૨૦૨૬ ના આદેશ સામે ડિપાર્ટમેન્ટ તરફથી અપીલ ફાઇલ કરવામાં આવેલ અને વેપારીશ્રીનો નોંધણી દાખલો પાંચ મહિના સુધી રિસ્ટોર કરવામાં આવેલ ન હતો. ડિપાર્ટમેન્ટ તરફથી તારીખ ૧૫. ૪. ૨૦૨૬ ના રોજ કરવામાં આવેલ સર્વેના તારણોનો આધાર લઈને વેપારીશ્રીનો નોંધણી દાખલો રિસ્ટોર કરવામાં આવેલ ન હતો. તારીખ ૧૫. ૪. ૨૬ ના સર્વેમાં ડિપાર્ટમેન્ટને ધ્યાને આવેલ કે વેપારીના ધંધાના સ્થળે કોઈ ધંધાકીય પ્રવૃત્તિ કરવામાં આવતી ન હતી.
    વધુમાં ડિપાર્ટમેન્ટ એવું માનતું હતું કે અમોએ તારીખ ૨૭.૧.૨૦૨૬ ના આદેશ સામે અપીલ કરેલ હોઈ હાલ વેપારીનો નોંધણી દાખલો રિસ્ટોર કરવો પડે તેવી કોઈ જોગવાઈ કાયદામાં નથી. નામદાર કોર્ટે નોંધ્યું કે તારીખ ૨૭.૧.૨૦૨૬ ના આદેશ સામે ડિપાર્ટમેન્ટ તરફથી અપીલ ફાઇલ કરવામાં આવેલ છે તેના આધારે તારીખ ૨૭.૧.૨૦૨૬ ના અપીલ અધિકારીના આદેશ સામે ડિપાર્ટમેન્ટને આપોઆપ સ્ટે મળી જતો નથી. જીએસટી કાયદામાં આવા કેસોમાં ઓટોમેટીક સ્ટેની કોઈ જોગવાઈ નથી.
    અવલોકનઃ નામદાર કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું કે ડિપાર્ટમેન્ટ તરફથી મનસ્વી રીતે અને ગેર વ્યાજબી પદ્ધતિએ નિર્ણય લેવામાં આવેલ છે. એ વાત સમજવાની જરૂર છે કે વેપારીનો નોંધણી દાખલો રદ હતો અને રિસ્ટોર થયેલ ન હતો. તેવા સંજોગોમાં સર્વે દરમિયાન સ્વાભાવિક રીતે જ ધંધાકિય પ્રવૃત્તિ ના હોય અને કદાચ ધંધાનું સ્થળ બંધ પણ હોય એવું પણ બને.
    ઉક્ત સંજોગોમાં પિટિશન સફળ થાય છે અને વેપારીનો નોંધણી દાખલો રિસ્ટોર કરવાનો રહે અને આ કેસમાં ડિપાર્ટમેન્ટ તરફથી ફાઇલ કરવામાં આવેલ અપીલનો જે નિર્ણય આવે તે મુજબ આગળની કાર્યવાહી કરવાની રહે.
    કેસ-૨ : કોમ્પ્યુટર સીસ્ટમ અધિકારીનું સ્થાન લઇ શકે નહી. M/S Rama Enterprises ….Petitioner(s) State Of Uttar Pradesh And Another …..Respondent(s)-HIGH COURT OF JUDICATURE AT ALLAHABAD WRIT TAX No. 2931 of 2026.
    આ કેસમાં જીએસટી હેઠળ નોંધણી દાખલો રદ કરવા માટેની કારણ દર્શક સુચના સંબંધિત અધિકારી દ્વારા તારીખ ૧૧. ૨. ૨૦૨૫ ના રોજ આપવામાં આવેલ હતી અને ત્યારબાદ તારીખ ૨૬. ૩. ૨૫ ના રોજ નોંધણી દાખલો રદ કરતો આદેશ પસાર કરવામાં આવેલ હતો જેને વેપારીશ્રી દ્વારા નામદાર કોર્ટ સમક્ષ પડકારવામાં આવેલ હતો.
    નામદાર કોર્ટે નોંધ્યું કે આ કેસમાં જે નોટિસ આપવામાં આવેલ છે તેમાં અધિકારીનું કે કચેરીનું નામ દર્શાવવામાં આવેલ નથી. માત્ર સિસ્ટમ જનરેટર નોટીસ ઇશ્યુ કરી દેવામાં આવેલ . આપણે યાદ રાખવું જોઈએ કે સત્તા અધિકારીને ડેલીગેટ કરવામાં આવેલ છે, સિસ્ટમને નહીં. તેથી અધિકારી કે કચેરીના નામ વગર ઈશ્યુ કરવામાં આવેલ નોટિસ વ્યાજબી જણાતી નથી.
    જે નોટિસ કાયદા અને નિયમો મુજબ ઈશ્યુ થયેલ ન હોય એ નોટીસ ધ્યાને લેવાની રહે નહીં તેથી આ પિટિશન સફળ થાય છે અને આવા સમાન કેસમાં અત્રેથી ઈશ્યુ કરવામાં આવેલ આદેશ અનુસાર આ પિટિશનનો પણ નિકાલ કરવામાં આવે છે. સમાન કેસઃ Writ Tax No.546 of 2025 (M/s M Y Ent Bhatta v. State of UP & anr), which has been allowed vide its order dated 13.05.2025.
    GST કાયદામાં આપવામાં આવેલ અગત્યની વ્યાખ્યાઓઃ
  • એડજુડીકેટીંગ ઓથોરીટીની વ્યાખ્યાઃ કલમ ૨(૪)
  • એપેલેટ ઓથોરીટીની વ્યાખ્યાઃ કલમ ૨(૮)
  • રીવીઝનલ ઓથોરીટીની વ્યાખ્યાઃ કલમ ૨(૯૯)
  • એપેલેટ ટ્રિબ્યુનલની વ્યાખ્યાઃ કલમ ૨(૯)
    GST હેઠળ થતા આદેશોની નમૂનારૂપ યાદીઃ
    ૧. નોંધણી દાખલો રદ કરતો આદેશ
    ૨. કલમ ૭૩/૭૪/૭૪છ હેઠળનો આદેશ
    ૩. રિફંડનો આદેશ-નામંજૂર કે અંશતઃ મંજૂર કરતો આદેશ
    ૪. ન્ેં્ રિજેકટ કરતો આદેશ
    ૫. કામચલાઉ આકારણી આદેશ, ફેર-આકારણી, સમરી આકારણી
    ૬. ડિમાન્ડ ઓર્ડરનું રેકટીફિકેશન
    ૭. કલમ ૧૨૫ હેઠળ કરેલ દંડનો આદેશ
    ૮. પત્રક કસૂરદાર વિરુદ્ધ થયેલ આદેશ
    અપીલ ન થઇ શકે તેવા આદેશઃ કલમ ૧૨૧ માં ક્યા કિસ્સામાં અપીલ ન કરાય તેની વિગતો આપેલ છે.
    ૧. એક અધિકારીથી બીજા અધિકારીને કમિશનર દ્વારા કરાતાં ટ્રાન્સફર ઓફ કેસ પ્રોસીડીંગ
    ૨.જપ્ત સાહિત્ય અથવા ચોપડા, રજીસ્ટરો અને અન્ય દસ્તાવેજો રિટેન કરવાનો આદેશ
    ૩. પોલીસ ફરિયાદની મંજૂરીનો આદેશ
    ૪. કલમ ૮૦ હેઠળ વેરો અને વ્યાજ હપ્તેથી ભરવાનો આદેશ
    ૫. નોટીસ, સમન અને ઓડિટ મેમો આદેશ નથી
    પ્રથમ અપીલ-કલમ ૧૦૭
  • એડજુડીકેટીંગ ઓથોરીટીના આદેશથી નારાજ વ્યક્તિ (ઇ્ઁ કે ેંઇઘ) દ્વારા અપીલ-કલમ ૧૦૭(૧)
  • એપેલેટ ઓથોરીટી સામે કમિશનર દ્વારા GST ના અધિકૃત અધિકારી અપીલ કરે-કલમ ૧૦૭(૧૨) રિવ્યુ અપીલ-૬ મહિનાની અંદર
  • અપીલ કરવામાં વાજબી કારણો ધ્યાને લઈને એક મહિનાનું ડીલે માન્ય રાખવાની સત્તાઃ કલમ- ૧૦૭(૪)
  • પ્રિ-ડિપોઝીટની રકમ માટે કલમ ૧૦૭(૬)..રીફંડના કિસ્સામાં પ્રિ-ડિપોઝીટની જરૂર નથી-નિયમ ૮૯(૨).
  • પ્રિ-ડિપોઝીટની રકમ ૈં્ભ લેજર થકી પણ ભરી શકાય
  • વસુલાત સામે ડીમ્ડ સ્ટેની કલમ-૧૦૭(૭)
  • ત્રણથી વધુ મુદ્દત ન આપવી-કલમ ૧૦૭(૯)
  • શક્ય હોય તો એક વર્ષની અંદર અપીલનો નિકાલ કરવો
  • અપીલ કરનારને વધારાના ગ્રાઉન્ડ રજુ કરવાની પરવાનગી-કલમ ૧૦૭(૧૦)
  • પ્રથમ અપીલ અધિકારી કેસ એડજુડીકેટીંગ ઓથોરીટીને રિમાન્ડ ન કરી શકે.