બોટાદના કૃષ્ણ સાગર તળાવમાંથી યુવક-યુવતીના મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ હાથ ધરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Botad News: બોટાદના કૃષ્ણ સાગર તળાવમાંથી એક યુવક અને યુવતીના મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે ચકચાર મચી ગઈ છે. તળાવમાં મૃતદેહ હોવાની જાણ સ્થાનિકોને થતાં જ ફાયર વિભાગ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયરની ટીમે બંને મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા.
મૃતકોની ઓળખ થઈ
મળતી માહિતી અનુસાર, પોલીસ તપાસમાં મૃતકોની ઓળખ થઈ ગઈ છે. જેમાં યુવક 21 વર્ષીય ઈમરાન આરીફ ધાનાણી અને યુવતી રેણુકાબહેન રાઠવા હોવાનું સામે આવ્યું છે. પોલીસે બંનેના મૃતદેહોનો કબજો મેળવી પંચનામું કરી પોસ્ટમોર્ટમ (PM) અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતો.
આ બંને યુવક-યુવતીએ તળાવમાં ઝંપલાવીને આપઘાત કર્યો છે કે,પછી અકસ્માતે ડૂબી જવાથી મોત નિપજ્યું છે, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટના પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર છે કે અન્ય કોઈ કૌટુંબિક/અંગત કારણો, તે અંગે પણ મૃતકોના પરિજનો અને મિત્રોની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે.




