ભુજ પોલીસ સમક્ષ ગુનો કબુલ્યો હતો, છતાં વૃદ્ધની હત્યા કેસમાં વેપારી નિર્દોષ છૂટયો, કેવો અ'ન્યાય'!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bhuj News: ભુજમાં બાકી નાણાંની ઉઘરાણી મામલે વેપારીએ 71 વર્ષીય વદ્ધને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આરોપીએ મૃતકના ઘરના સીસીટીવીના DVR, પોતાના લોહીયાળ કપડાં સહિતના પુરાવાનો નાશ કર્યો હતો. જો કે, પછીથી આરોપી વેપારીએ ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાજર થઈને ગુનો કબુલ્યો હતો. ત્યારબાદ મૃતકના ભાઈની ફરિયાદના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ પોલીસની ખામીયુક્ત તપાસને અંતે કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કર્યો.
શું હતી સમગ્ર ઘટના?
ભુજના વાણિયાવાડની પાંજરાપોળ શેરીમાં રહેતા રશ્મિભાઈ કનકભાઈ શાહ(ઉં.વ.71) ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવીને રાહતદરે ગરીબ પરિવારમાં રાશન કીટનું વિતરણ કરતાં હતા. આ માટે રશ્મિભાઈ ભુજના પ્રમુખસ્વામીનગર રહેવાસી નિલેશ હસમુખલાલ શાહ(ઉં.વ.48)ની દુકાનેથી રાશન ખરીદતા હતા. જેમાં છેલ્લા ઘણાં સમયથી દુકાનદારને રાશન ખરીદીની મોટી રકમ લેવાની હોવાથી ગત 8 એપ્રિલ, 2026ના રોજ તેઓ રશ્મિભાઈના ઘરે પહોંચ્યા હતા.
આ દરમિયાન દુકાનદાર અને રશ્મિભાઈ વચ્ચે નાણાં બાબતે ઉગ્ર બોલાચાલી થતાં વેપારી નિલેશે વૃદ્ધને માથામાં મેટલની પાણીની બોટલ અને દસ્તો ફટકાર્યો હતો. ઘટના બાદ આરોપીએ પુરાવાનો નાશ કરીને ભુજ એ ડિવિઝનમાં આત્મસમર્પણ કર્યું હતું. જો કે, ધરપકડ બાદ આરોપીએ ગુનો કબૂલવાનો ઈનકાર કર્યો હતો.
કોર્ટે પુરાવાના અભાવે હત્યાના આરોપીને નિર્દોષ જાહેર કર્યો
સમગ્ર મામલે પોલીસે ફરિયાદી સહિત 11 સાક્ષી, એફએસએલ રિપોર્ટ સહિતના 48 દસ્તાવેજ કોર્ટમાં રજૂ કર્યા હતા. જો કે, પોસ્ટમોર્ટમ નોટના આધારે કોર્ટે જણાવ્યું કે, મૃતકનું મોત સાપરાધ મનુષ્ય વધ પ્રકારનું હતું પરંતુ તે મોત આરોપીએ જ નીપજાવ્યું તે સાબિત થઈ શક્યું હતું. આ ઉપરાંત, કોર્ટના ટ્રાયલ દરમિયાન 8 સાક્ષીઓ હોસ્ટાઈલ(ફરી જવું) જાહેર થયા હતા. આ કેસમાં સૌથી મોટી બાબત એ છે કે, પોલીસ સમક્ષ આરોપીએ કરેલી કબૂલાત ભારતીય પુરાવા અધિનિયમની કલમ 25-26 મુજબ પુરાવા તરીકે ગ્રાહ્ય ન રહેતાં અંતે કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કર્યો.




