યુવકની હોટલમાં તોડફોડ, અપહરણ અને રૃા.૫ લાખની ખંડણીની માંગી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રેતીની લીઝના હિસાબની દાઝ રાખી
હોટલ સંચાલકને કારમાં અપહરણ કરી વાડીએ લઈ જઈ ઢોર માર માર્યો, નવ શખ્સ સામે ફરિયાદ
ભાવનગર - ભાવનગર જિલ્લાના વરતેજ પોલીસ સ્ટેશનમાં મોગલ ફાસ્ટફુડ અને પાનમાવાની દુકાન ચલાવતા યુવકનું નવ જેટલા ઈસમોએ અપહરણ, મારઝૂડ, તોડફોડ અને રૃ.૫ લાખની ખંડણી માંગવા અંગે ફરિયાદ નોંધાવી છે. બોડેલી રેતીની લીઝના હિસાબ બાબતે થયેલી માથાકૂટની દાઝ રાખી આરોપીઓએ આ કૃત્ય આચર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ઉમરાળા તાલુકાના લંગાલાના વતની અને હાલ નારી ચોકડી પાસે આવેલા કૈલાસનગરમાં રહેતા વિશાલભાઈ વાલાભાઈ ઢીલા હોટલ પર હતા ત્યારે વિશ્વરાજસિંહ ઉર્ફે ભાણુ જાડેજા અને મયુરસિંહ ગોહિલ સ્કોપયો કારમાં આવ્યા હતા અને ગ્રાહકોને ગાળો આપી હોટલ બંધ કરાવી હતી. બાદમાં હરપાલસિંહ સરવૈયા, સિદ્ધરાજસિંહ સરવૈયા સહિતના અન્ય શખ્સો ગાડીઓમાં ધસી આવ્યા હતા. તમામ શખ્સે હોટલના સીસીટીવી ડીવીઆર કાઢી લઈ કાઉન્ટર અને ફ્રીઝ સહિતમાં તોડફોડ કરી હતી અને વિશાલભાઈને બળજબરીથી સ્કોપયોમાં બેસાડી કુમારપાલસિંહ ઉર્ફે દિગપાલસિંહ ગોહિલની વાડીએ લઈ ગયા હતા.વાડીમાં હાજર ભયલુભાઈ સહિતના શખ્સોએ એકસંપ થઈ વિશાલભાઈને ઢીકાપાટુ અને ઝાપટો મારી હતી. શ્રીપાલસિંહ ઉર્ફે જીગ્નેશભાઈ ગોહિલ અને કુમારભાઈના કહેવાથી જીવતા રહેવું હોય અને હોટલ ચલાવવી હોય તો રૃ.૫ લાખની વ્યવસ્થા કરવા દબાણ કરાયું હતું. તક મળતા વિશાલભાઈ વાડીમાંથી નાસી છૂટયા હતા. બીજા દિવસે બપોરે હોટલ પર સામાન સરખો કરતા હતા ત્યારે વોટ્સએપ કોલ પર બનાવ અંગે કોઈને કહેશે તો પતાવી દેવાની ધમકી અપાઈ હોવાનો ઉલ્લેખ છે.આ મામલે વરતેજ પોલીસે બી.એન.એસ.ની વિવિધ કલમો હેઠળ વિશ્વરાજસિંહ જાડેજા, હરપાલસિંહ સરવૈયા, સિદ્ધરાજસિંહ સરવૈયા, શ્રીપાલસિંહ ગોહિલ, કુમાર ઉર્ફે દિગપાલસિંહ ગોહિલ, મેઘરાજસિંહ વાળા, મયુરસિંહ ગોહિલ, ભયલુભાઈ અને અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ છે.
જૂની અદાવતમાં હોટલ પર પથ્થરમારો અને પેટ્રોલ છાંટી આગચંપી, રૃ.૩ લાખનું નુકસાન
ભાવનગરના વરતેજ નજીક નારી-સીદસર રોડ પર આવેલી મોગલ હોટલ પર જૂના ઝઘડાની દાજ રાખી હુમલો અને આગચંપીની ઘટના અંગે વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. વિશાલભાઈ વાલાભાઈ ઢીલાના જણાવ્યા મુજબ, ૨૬ ઓક્ટોબર, ૨૦૨૬ની રાત્રે આરોપીઓએ પથ્થરમારો અને જાનથી મારી નાખવાની ધમકી આપતા તેઓ મિત્ર સાથે ભાગી છૂટયા હતા. ત્યારબાદ નવ જેટલા ઈસમોએ હોટલને પેટ્રોલથી સળગાવી દેતા આશરે રૃ.૩ લાખના માલસામાનનું નુકસાન થયું હતું.



