પાલિતાણામાં યુવકના ક્રેડીટ કાર્ડના ડેટા ચોરી રૃા.૧.૧૭ લાખની ઠગાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અજાણ્યા નંબર પરથી ફોન આવ્યા બાદ ઓટીપીના મેસેજ આવવા લાગ્યાસાયબર ગઠિયાઓએ કોમ્પ્યુટરનો ઉપયોગ કરી નાણાં ઉસેડી લીધા
ભાવનગર- ભાવનગર જિલ્લામાં સાયબર ક્રાઈમનો વધુ એક નવો કિસ્સો સામે આવ્યો છે. પાલિતાણાના યુવકના ક્રેડીટ કાર્ડનો ડેટા ચોરી કરી સાયબઈ માફિયાઓએ રૃા.૧.૧૭ લાખથી વધુની રકમ ઉસેડી લીધી હતી.
પાલિતાણાના આદપુર રોડ, સર્વોદય સોસાયટી પાછળ રહેતા બિહારીદાન ખોડુભાઈ નામના ૨૯ વર્ષીય યુવકને ગત તા.૧૮-૧૦ના રોજ મોડીરાત્રિના સમયે એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યા બાદ ઓટીપી આવવા લાગ્યા બાદ સાયબર ગઠિયાઓએ તેમના એસીબીઆઈ અને એચડીએફસી બેન્કના ક્રેડીટ કાર્ડનો ડેટા ચોરી કરી લઈ કોમ્પ્યુટરના માધ્યમથી અન્ય વ્યક્તિ બની ગુનાહિત કાવતરું રચી ખોટા નામે બે ટ્રાન્જેક્શન કરી રૃા.૧,૧૭,૨૧૪ની રકમની ઠગાઈ-છેતરપિંડી આચરી હતી. બનાવ અંગે બિહારીદાન ખોડુભાઈએ નોંધાવેલી ફરિયાદના આધારે પાલિતાણા ટાઉન પોલીસે બીએનએસની કલમ ૩૧૮ (૪), ૩૧૯ (ર), ૬૧ (ર) અને આઈટી એક્ટની કલમ ૪૩એ, ૪૩ (એફ), ૬૬ (ડી) મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.




