Bhavnagar

નિર્મળનગરમાં જૂની અદાવતનો ખાર રાખી યુવક પર છરી વડે હુમલો

By GS Team
19 Aug 20261 min read
TukuTouch Logo
ભાવનગરમાં નીલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારના નિર્મળનગરમાં 28 વર્ષીય રોહિત ચૌહાણ પર ગઈકાલે રાત્રે 10 વાગ્યે ખુશાલ પરમાર અને એક અજાણ્યા શખ્સે જૂની અદાવતમાં છરી વડે હુમલો કર્યો હતો. રોહિતને ડાબા હાથે ગંભીર ઈજા થતાં સર ટી હોસ્પિટલમાં દાખલ કરાયો છે. નીલમબાગ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નિર્મળનગરમાં જૂની અદાવતનો ખાર રાખી યુવક પર છરી વડે હુમલો

નિલમબાગ પોલીસમાં બે સામે ગુનો નોંધાયો

નિર્મળનગરમાં ઘર પાસે જ યુવકને આંતરીને હુમલો કરાયો, જાનથી મારી નાખવાની ધમકી આપી

ભાવનગર - ભાવનગર શહેરના નીલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નિર્મળનગર ખાતે જૂની અદાવતમાં યુવક પર છરી વડે હુમલો કરી ગંભીર ઈજા પહોચાડી જાનથી મારી નાખવાની ઘમકી આપી હતી.

ભાવનગર શહેરના નિર્મળનગર ખાતે રહેતા સંજયભાઈ ભૂપતભાઈ ચૌહાણ (ઉં.વ. ૨૮) દ્વારા નોંધાવાયેલ વિગત મુજબ, ગઈકાલે તારીખ ૧૭ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ રાત્રિના આશરે ૧૦થ૦૦ વાગ્યાના સુમારે તેમના નાના ભાઈ રોહિત ચૌહાણ ઘર પાસે ઊભા હતા. તે સમયે પૂર્વ અદાવતનો ખાર રાખીને ખુશાલ દીપકભાઈ પરમાર તથા તેની સાથેના એક અજાણ્યા શખ્સએ રોહિતને રોકી ઝઘડો કર્યો હતો.ઝઘડા દરમિયાન ખુશાલ પરમારે રોહિતને પકડી રાખ્યો હતો અને તેની સાથેના અજાણ્યા શખ્સે છરી વડે રોહિતના ડાબા હાથના ભાગે ઘા મારી ઈજા પહોંચાડી હતી. આ ઉપરાંત બન્ને યુવકને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ પરથી નાસી છૂટયા હતા.ઇજાગ્રસ્ત રોહિત ચૌહાણને તાત્કાલિક સારવાર અર્થે ભાવનગરની સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં નીલમબાગ પોલીસે હોસ્પિટલ પહોંચી ફરિયાદ નોંધી હતી. આ મામલે પોલીસે ખુશાલ પરમાર અને અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.