Bhavnagar

બોટાદમાં જૂની અદાવતમાં હથોડી વડે યુવક પર હુમલો

By GS Team
7 Oct 20262 mins read
TukuTouch Logo
બોટાદના સાળંગપુર રોડ પર ખોજાવાડી મેમણ કોલોનીમાં જૂની અદાવતમાં ગુલમહંમદ મિણાપરા પર હથોડી વડે હુમલો કરાયો હતો. 5 ઓક્ટોબરે રાત્રે જમીને ઘર બહાર સૂતેલા ગુલમહંમદને સાજીદ ઉર્ફે ટીચો ધંધુકીયાએ ધમકી આપી હુમલો કર્યો. પરિવારે વચ્ચે પડી બચાવ કર્યો. બોટાદ ટાઉન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બોટાદમાં જૂની અદાવતમાં હથોડી વડે યુવક પર હુમલો

જાનથી મારી નાખવાની ધમકી આપતાં ગુનો નોંધાયો

વાળુ કરીને ઘર બહાર સુતેલા યુવક પર હુમલો કરવાનો પ્રયાસથી પરિવારે વચ્ચે પડી બચાવ કર્યો, બોટાદ ટાઉન પોલીસે તપાસ હાથ ધરી

ભાવનગર -  બોટાદ શહેરના સાળંગપુર રોડ પર આવેલી ખોજાવાડી મેમણ કોલોની વિસ્તારમાં જૂની અદાવતનું મનદુખ રાખીને એક યુવક પર હથોડી વડે હુમલો કરવાનો પ્રયાસ કરાયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ અંગે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ફરિયાદ નોંધાઈ છે.

મળતી વિગતો અનુસાર, બોટાદમાં રહેતા અને મજુરી કામ કરતા ગુલમહંમદ સિકંદરભાઈ મિણાપરા (ઉ.વ.૩૩) ગત ૫ ઓક્ટોબરના રોજ રાત્રિના સમયે જમીને ઘર બહાર ખાટલા પર સુતા હતા. આ દરમિયાન તેમના ભાભીએ આવીને જાણ કરી હતી કે સાજીદ ઉર્ફે ટીચો સલીમભાઈ ધંધુકીયા હથોડી લઈને મારવા માટે આવી રહ્યો છે.ગુલમહંમદ પોતાના ઘરે પહોંચતા સાજીદ તેમની માતાને ગાળો આપી રહ્યો હતો. ગુલમહંમદે ગાળો બોલવાની ના પાડતાં સાજીદ એકદમ ખીજાઈ ગયો હતો અને હથોડી લઈને ગુલમહંમદ તરફ દોડયો હતો. યુવકે હથોડી પકડી લેતાં બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ સમયે પરિવારના સભ્યોએ વચ્ચે પડીને યુવકને છોડાવ્યો હતો.ઘટના બાદ સાજીદ પોતાની મોટરસાયકલ લઈને ભાગી ગયો હતો અને જતાં-જતાં હવે પછી સામો મળીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ અંગે ફરિયાદીએ જણાવ્યું હતું કે આશરે છ મહિના પહેલાં તેમની વચ્ચે થયેલી બોલાચાલીનું મનદુખ રાખીને આ હુમલો કરાયો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.