ચાવડી ગેટ પોલીસ ચોકી સામે યુવક પર હુમલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નિલમબાગ પોલીસ મથકમાં ગુનો નોંધાયો
અગાઉની માથાકૂટની દાઝે છરી, ધારિયું વડે હુમલો કરી ઈજા પહોંચાડી
ભાવનગર - શહેરના ચાવડી ગેટ પોલીસ ચોરી સામે અગાઉની માથાકૂટની દાઝે યુવક પર છરી, ધારિયું વડે હુમલો કરી ઈજા પહોંચાડયા અંગેની પોલીસ ફરિયાદ નિલમબાગ પોલીસ મથકમાં નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના ચાવડી ગેટ વિસ્તારમાં રહેતા પરબતભાઈ વિજયભાઈ સોલંકીએ નિલમબાગ પોલીસ મથકમાં કાના દેવજીભાઈ સોલંકી (રહે.તિલકનગર), કાનાનો ભત્રીજો બલુ, ધરમ અને કાનાના ભત્રિજા સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ઉક્ત લોકો સાથે ચાર મહિના પૂર્વે તેમને માથાકૂટ થઈ હોય જેની દાઝ રાખી ગત રોજ રાતે તેઓ ચાવડી ગેટ મેલડી માતાના મંદિર બાજુમાં આવેલ પાનની દુકાને માવો ખાઈ રહ્યાં હતા ત્યારે ઉક્ત લોકો છરી, લોખંડના ધારિયા જેવા હથિયારો સાથે આવી તેમની પર હુમલો કરી તેમને ઈજા પહોંચાડી હતી તેમજ તેમના માસીના દિકરાને પણ ઈજા પહોંચાડી હતી. આ અંગે નિલમબાગ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




