Bhavnagar

પ્રેમપ્રકરણનો ખાર રાખી યુવાન ઉપર સળિયાથી હુમલો, હાથ-પગમાં ફ્રેક્ચર

By GS Team
29 Jul 20261 min read
TukuTouch Logo
ભાવનગરના સુભાષનગરમાં પ્રેમપ્રકરણના વિવાદે હિંસક વળાંક લીધો. 19 વર્ષીય વિરાજ કહારને તેના જ મિત્ર મયુર ઉર્ફે લાલો ડોડિયાએ પેટ્રોલ મંગાવવાના બહાને બોલાવી લોખંડના સળિયા વડે ઢોરમાર માર્યો. વિરાજને ગંભીર ઇજાઓ થતાં સર ટી. હોસ્પિટલ ખસેડાયો છે. ઘોઘારોડ પોલીસે મયુર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પ્રેમપ્રકરણનો ખાર રાખી યુવાન ઉપર સળિયાથી હુમલો, હાથ-પગમાં ફ્રેક્ચર

ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ

પેટ્રોલ મંગાવવાના બહાને બોલાવી મિત્રએ જ રસ્તા પર ઢોરમાર માર્યો

ભાવનગર - ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં પ્રેમપ્રકરણના વિવાદમાં એક યુવક પર લોખંડના સળિયા વડે પ્રાણઘાતક હુમલો ગંભીર ઇજા પહોંચાડી હતી. યુવકને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, સુભાષનગર ગોકુળધામ આવાસમાં રહેતા ૧૯ વર્ષિય વિરાજ ભીખાભાઈ કહારે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમને તેના મિત્ર મયુર ઉર્ફે લાલો ઘનશ્યામભાઈ ડોડિયાની પત્ની સાથે પ્રેમસંબંધ હતો. આ બાબતની જાણ મયુરને થઈ જતાં તેણે અદાવત રાખી હતી. ગઈકાલે રાત્રે મયુરે વિરાજને ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું હોવાનું કહી પેટ્રોલ લઈને સુભાષનગર નવા આવાસ પાસે બોલાવ્યો હતો. વિરાજ ત્યાં પહોંચતા જ મયુરે લોખંડના સળિયા વડે તેના પર અચાનક હુમલો કરી દીધો હતો. આ હુમલામાં વિરાજને બંને પગે તથા જમણા હાથે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ફ્રેક્ચર થતાં સારવાર અર્થે સર ટી. હોસ્પિટલ ખસેડાયો હતો. પોલીસે મયુર સામે બી.એન.એસ. અને જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.