Bhavnagar

સ્પાની આડમાં દેહવ્યાપાર ચલાવતી મહિલાને 'પાસા' હેઠળ ભુજ જેલમાં ધકેલાઈ

By GS Team
19 Jul 20261 min read
TukuTouch Logo
ભાવનગરમાં સ્પાની આડમાં અનૈતિક દેહવ્યાપાર ચલાવતી 37 વર્ષીય શબાનાબેન ફારૂકભાઈ થીમ વિરુદ્ધ કલેક્ટરે પાસા વોરંટ ઇસ્યુ કર્યું. નીલમબાગ પોલીસે કુંભારવાડા (હાલ શિવધારા સોસાયટી) માંથી મહિલાની અટકાયત કરી, ભુજ ખાસ જેલ મોકલી આપી. પોલીસની આ કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સ્પાની આડમાં દેહવ્યાપાર ચલાવતી મહિલાને 'પાસા' હેઠળ ભુજ જેલમાં ધકેલાઈ

પોલીસની કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ

કલેક્ટરે પાસા વોરંટ ઇસ્યુ કરતાં નીલમબાગ પોલીસે કરી કાર્યવાહી

ભાવનગર -  ભાવનગર શહેરમાં સ્પાની આડમાં અનૈતિક દેહવ્યાપાર ચલાવતી એક મહિલા વિરૃદ્ધ પોલીસે કડક કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

 લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને નીલમબાગ પોલીસ સ્ટેશન દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ઇસમો વિરૃદ્ધ પાસા હેઠળ અટકાયત કરવાની ઝુંબેશ શરૃ કરવામાં આવી છે.આ ઝુંબેશ અંતર્ગત નીલમબાગ પોલીસે સ્પાની આડમાં કુટણખાનું ચલાવતી મહિલા વિરૃદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ  તરફ મોકલી આપી હતી. જિલ્લા કલેક્ટરે આ દરખાસ્તને મંજૂરી આપી પાસા વોરંટ ઇસ્યુ કર્યું હતું.વોરંટના આધારે નીલમબાગ પોલીસે ભાવનગરના કુંભારવાડા (હાલ શિવધારા સોસાયટી) વિસ્તારમાં રહેતી ૩૭ વર્ષીય મહિલા શબાનાબેન ફારૃકભાઈ થીમની અટકાયત કરી છે. પાસા વોરંટની બજવણી કરીને આ મહિલાને ખાસ જેલ, ભુજ ખાતે મોકલી આપવામાં આવી છે. પોલીસની આ કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.