મહુવા પંથકમાં મોડી રાત્રે મહિલાની છેડતી કરી, ઘરમાં તોડફોડ કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ત્રણ સામે મહુવા પોલીસમાં ફરિયાદ નોંધાઈ
બીમાર માતાના ઘરે ગયેલી મહિલાની ઓઢણી ખેંચી બાવડું પકડયું,કાચ અને બાઇકમાં તોડફોડ કરી રૃ.૩ હજારનું નુકસાન પહોંચાડય
ભાવનગર - ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં મોડી રાત્રે એક શરમનાક ઘટના સામે આવી છે. પોતાની બીમાર માતાની સંભાળ રાખવા ગયેલી મહિલાની બદઇરાદાથી છેડતી કરી ઘરમાં તોડફોડ મચાવવાનો બનાવ બન્યો છે. આ અંગે મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મહુવા પંથકમાં રહેતા અને રજકો વેચીને પરિવારનું ગુજરાન ચલાવતા મહિલા ગત ૧૩ સપ્ટેમ્બરના રોજ રાત્રે આશરે સાડા બાર વાગ્યે તેમની માતાની તબીયત ખરાબ હોવાથી તેમના ઘરે ગયા હતા. આ દરમિયાન રાત્રીના એક વાગ્યાના અરસામાં વિસ્તારના ઇકબાલ ઉર્ફે મીર્ચી (રહે. ખારા વિસ્તાર), ફઝલેકરીમ (રહે. મેમણ કોલોની) તથા એક અજાણ્યો ઇસમ ઘસી આવ્યા હતા અને મહિલાને ચાલ તું અમારી સાથે તેમ કહી ધમકાવી હતી.
મહિલા ગભરાઈને ઘરમાં જતી રહેતાં આક્રોશાયેલા ત્રણે ઇસમોએ ઘરની બારીના કાચ તોડી નાખ્યા હતા તેમજ ઘર બહાર પાર્ક કરેલ મોટરસાયકલમાં તોડફોડ કરી અંદાજે રૃ.૩૦૦૦નું નુકસાન કર્યું હતું. ત્યારબાદ બદઇરાદાથી ઘરમાં ઘૂસી મહિલાનું બાવડું પકડી ઓઢણી ખેંચી છેડતી કરી હતી.મહિલાએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા, જેથી ત્રણેય નાસી છૂટયા હતા. મહુવા ટાઉન પોલીસે બીએનએસની કલમ ૭૪, ૩૨૯(૩), ૩૨૪(૨) અને ૫૪ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.




