Bhavnagar

ડબલ રૃપિયાની લાલચ આપી મહિલાએ વૃદ્ધ સાથે રૃ.૪.૭૨ કરોડની ઠગાઈ

By GS Team
29 Jul 20262 mins read
TukuTouch Logo
ભાવનગરમાં પોન્ઝી સ્કીમ કૌભાંડ સામે આવ્યું છે. અમદાવાદની નિમિત્સા વ્યાસ નામની મહિલાએ 'હેત વેલ્થ ક્રિએશન' નામે બોગસ વેબસાઇટ અને 'ઝીરો લોસ'ના વાયદા આપી, 20થી વધુ લોકોને ₹4.72 કરોડથી વધુનો ચૂનો ચોપડ્યો. નિલમબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા, પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ડબલ રૃપિયાની લાલચ આપી મહિલાએ વૃદ્ધ સાથે રૃ.૪.૭૨ કરોડની ઠગાઈ

ભાવનગરમાં પોન્ઝી સ્કીમનું કૌભાંડ

ઝીરો લોસના ફેક વાયદા અને બોગસ વેબસાઇટ બતાવી ૨૦થી વધુ લોકોને ચૂનો ચોપડયો, અમદાવાદની મહિલા સામે નિલમબાગ પોલીસ મથકે ફરિયાદ દાખલ

ભાવનગર -  ભાવનગર શહેરમાં રોકાણકારોને ટૂંકા સમયમાં નાણાં બમણાં કરી આપવાની લાલચ આપી કરોડો રૃપિયાનું ફુલેકુ ફેરવવાનો સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદની રહેવાસી નિમિત્સા વિમલકુમાર વ્યાસ નામની મહિલા સામે 'હેત વેલ્થ ક્રિએશન ગ્પ દ ના નામે ભાવનગરના ૨૦થી વધુ રોકાણકારો સાથે રૃ. ૪.૭૨ કરોડથી વધુની ઠગાઈ આચરવા બદલ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનાહિત વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.

દેવુંબાગ વિસ્તારના સાંકેત રેસીડેન્સી ખાતે રહેતા ૭૫ વર્ષીય વેપારી ચંદ્રકાંતભાઈ જોષીની ફરિયાદ મુજબ, મહિલા નિમિત્સા વિરલકુમાર વ્યાસએ તેમની કંપનીના કથિત સ્લોગન  અને ૧૦ દિવસથી લઈને ૩ મહિનામાં નાણાં બમણાં કરવાની આકર્ષક સ્કીમો બતાવી હતી. વિશ્વાસ સંપાદિત કરવા માટે ગુગલ સાઇટ્સની સાધારણ લિંકને કંપનીની અધિકૃત વેબસાઇટ તરીકે રજૂ કરી લોકોની આંખમાં ધૂળ નાખી હતી.શરૃઆતમાં ચંદ્રકાંતભાઈ પાસેથી રૃ. ૧.૦૮ કરોડ મેળવ્યા બાદ કટકે કટકે રૃ. ૪૬ લાખ પરત આપી વિશ્વાસ કેળવ્યો હતો. બાદમાં '૧૦ દિવસમાં પૈસા ડબલદ કરવાની લિમિટેડ ઓફર બતાવી વધુ રૃ. ૧૦ લાખ પડાવી લઈ ફોન બંધ કરી ફરાર થઈ ગઈ હતી.તપાસ કરતા માલૂમ પડયું કે તેણે ચંદ્રકાંતભાઈ અને તેમના પરિવાર ઉપરાંત શહેરના અન્ય ૨૦ જેટલા ભોગ બનનારાઓ પાસેથી રૃ. ૪ કરોડથી વધુનું રોકાણ મેળવી ઓળવી લીધું છે. પોલીસે આ મામલે ગુનો નોંધી પી.આઈ. વાય.જી. મોડે આગળની તપાસ હાથ ધરી છે.