Bhavnagar

અગતરીયા ગામના પાટિયા પાસે કાર ચાલકે દંપતીને અડફેટે લેતા પત્નીનું મોત

By GS Team
5 Jul 20261 min read
TukuTouch Logo
મહુવા-રાજુલા હાઇવે પર અગતરીયા ગામ નજીક કારની ટક્કરે બાઈક લઈને ઉભેલા દંપતીને ગંભીર ઈજાઓ થઈ હતી. મહુવાથી ખરીદી કરી ખેરા ગામ પરત ફરતી વખતે GJ-32-AG-4416 નંબરની કારના ચાલકે GJ-14-AS-4271 નંબરના બાઈકને ટક્કર મારી. ગંભીર રીતે ઘવાયેલા મુન્નીબેન ગુજરિયાનું ભાવનગર સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મહુવા રૂરલ પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અગતરીયા ગામના પાટિયા પાસે કાર ચાલકે દંપતીને અડફેટે લેતા પત્નીનું મોત

કાર ચાલક વિરૃધ્ધ મહુવા રૃરલ પોલીસમાં ફરિયાદ

મહુવાથી ખરીદી કરી દંપતી ખેરા ગામે જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો

ભાવનગર -  મહુવા-રાજુલા હાઇવે પર અગતરીયા ગામના પાટિયા પાસે સર્જાયેલા મોટરસાયકલ લઈને ઉભેલા દંપતીને એક બેફામ ગતિએ આવતા કારના ચાલકે જોરદાર ટક્કર મારતા દંપતીને ઇજાગ્રસ્ત હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં પત્નીનું મોત નિપજ્યું હતું.

રાજુલા તાલુકાના ખેરા ગામે રહેતા ચંદ્રેશભાઈ ગુજરિયા અને તેમના પત્ની મુન્નીબેન મહુવાથી ખરીદી કરીને પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન અગતરીયા પાટિયા પાસે રોડ સાઇડમાં ઉભેલા તેમના બાઇક (જીજે-૧૪-એએસ-૪૨૭૧) ને કાર નંબર જીજે-૩૨-એજી-૪૪૧૬ ના ચાલકે ગફલતભરી રીતે ચલાવીને ઠોકર મારી હતી.ટક્કર એટલી જોરદાર હતી કે દંપતી રોડ પર પટકાયું હતું. અકસ્માતમાં ચંદ્રેશભાઈને સામાન્ય ઇજાઓ થઈ હતી, જ્યારે મુન્નીબેનને કમર અને ખભાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેઓને તુરંત ભાવનગર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. મહુવા ગ્રામ્ય પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.