Bhavnagar

યુનિવર્સિટીની બી.એ., બી.કોમ. પરીક્ષાની હોલ ટીકીટમાં સમય ખોટો છપાતા વિદ્યાર્થીઓને ધક્કા

By GS Team
9 Sep 20261 min read
TukuTouch Logo
ભાવનગર યુનિવર્સિટીમાં રીપીટર અને એક્સટર્નલ પરીક્ષાઓમાં છબરડો સામે આવ્યો છે. BA, B.Com.ની પરીક્ષાનો સમય 11 વાગ્યાનો હતો, પરંતુ હોલ ટિકિટમાં 3 વાગ્યાનો છપાયો હતો, જેથી અનેક વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શક્યા ન હતા. સુપરવિઝનની 40 જગ્યા સામે માત્ર 11 ફોર્મ ભરાયા હતા, જેથી કેન્દ્ર સંચાલક શંકાના દાયરામાં છે. યુવક કોંગ્રેસ અને NSUI દ્વારા ફરી પરીક્ષા લેવા તથા જવાબદારો સામે કાર્યવાહીની માંગણી કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

યુનિવર્સિટીની બી.એ., બી.કોમ. પરીક્ષાની હોલ ટીકીટમાં સમય ખોટો છપાતા વિદ્યાર્થીઓને ધક્કા

પરીક્ષા દરમિયાન વધુ એક છબરડો બહાર આવ્યોે

સુપરવિઝનની ૪૦ જગ્યા સામે ૧૧ ફોર્મ ભરાયા હોય બાકીના સુપરવાઈજરની નિમણુંક કરનાર કેન્દ્ર સંચાલક શંકાના દાયરામાં

ભાવનગર -  મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં હાલ રીપીટર, એક્સટર્નલની પરીક્ષાઓ ચાલી રહી છે. ત્યારે ગઈકાલે બી.એ. બી.કોમ.ની પરીક્ષાનો સમય ૧૧ કલાકનો હતો જ્યારે હોલ ટીકીટમાં ૩ વાગ્યાનો છપાયો હોય ઘણા વિદ્યાર્થી પરીક્ષાથી વંચિત રહ્યા હતા. તો સુપરવીઝનમાં પણ પોતાના માનીતાઓને ફોર્મ ભર્યા વગર ગોઠવી દેવાયા હોવાના પણ આક્ષેપો થયા છે ત્યારે તપાસ કરી દિવસ-૧માં કાર્યવાહી કરવા ને પરીક્ષા પુનઃ લેવા માંગણી ઉઠવા પામી છે.

ગઈકાલે મ.કૃ. ભાવનગર યુનિવર્સિટીમાં બીએ, બી.કોમ. એક્સટર્નલ પરીક્ષા હતી તેમાં હોલ ટિકિટના સમયમાં મોટોછબરડો બહાર આવ્યો છે. પરીક્ષાનો ટાઈમ ૧૧ વાગ્યાનો હોય અને હોલ ટીકીટમાંત્રણ વાગ્યાનો સમય આપેલ હતો જેના લીધે ઘણા વિદ્યાર્થી પરીક્ષામાં બેસી શક્યા ન હતા. ત્યારે આ વિશેષ પરીક્ષા ફરીવખત લેવામાં આવે તેમજ પરીક્ષા કેન્દ્રમાં કેન્દ્ર સંચાલક દ્વારા સુપરવિઝનમાં ૪૦ સુપરવાઈઝ હતા જ્યારે ત્યાં તપાસ કરતા માત્ર ૧૧ના જ ફોર્મ ભરેલા હોય ત્યારે આ કેન્દ્ર ઉપર માનીતાને ગોઠવી દેવાયા હોવાના આક્ષેપો થવા પામ્યા છે. આમ કેન્દ્ર સંચાલક પર પગલા લેવામાં હોલટિકિટના છબરડાના જવબદારો સામે કાર્યવાહી કરી ફરીથી એ પેપરની પરીક્ષા લેવામાં ન આવે તો યુવક કોંગ્રેસ તેમજ એન.એસ.યુ.આઈ.એ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.