Bhavnagar

ભંડારીયામાં જૂની અદાવત અને ચૂંટણીની દાઝ રાખી કાકા-ભત્રીજા પર પાઇપ-લાકડીથી હુમલો

By GS Team
2 Sep 20262 mins read
TukuTouch Logo
ભાવનગરના ભંડારીયા ગામે જૂની અદાવત અને તાલુકા પંચાયતની ચૂંટણીની હારની દાઝ રાખીને 6 શખ્સોએ કાકા-ભત્રીજા પર લોખંડના પાઇપ અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો. અશોકસિંહ અને રાજદીપસિંહને ગંભીર ઇજાઓ થતાં હોસ્પિટલે ખસેડાયા છે. વરતેજ પોલીસે 6 આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભંડારીયામાં જૂની અદાવત અને ચૂંટણીની દાઝ રાખી કાકા-ભત્રીજા પર પાઇપ-લાકડીથી હુમલો

કાકા-ભત્રીજાને ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડાયા

ગામની સ્કૂલમાં રેતી ખાલી કરવા બાબતે શાળા સંચાલકો સાથે થયેલી માથાકૂટની ફરિયાદ કરાવ્યાની દાઝ રાખી માર માયો

ભાવનગર -  ભાવનગરના ભંડારીયા ગામે જૂની અદાવત અને તાલુકા પંચાયતની ચૂંટણીની હારની દાઝ રાખીને ૬ શખસોના જૂથ દ્વારા એક જ પરિવારના કાકા-ભત્રીજા પર લોખંડના પાઇપ અને લાકડીઓ વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડયાનો બનાવ સામે આવ્યો છે.

મળતી વિગતો મુજબ, ભંડારીયા ગામની પોલીસ ચોકી પાછળ રહેતા અશોકસિંહ પથુભા ગોહિલ (ઉ.વ. ૪૬, ) ની મહાદેવ હોટલ આવેલી છે. ત્રણ મહિના પહેલાં ગામની ઓઝ સ્કૂલમાં રેતી ખાલી કરવા બાબતે  જયપાલસિંહને શાળા સંચાલકો સાથે માથાકૂટ થઈ હતી. આ ફરિયાદ અશોકસિંહે કરાવ્યાની શંકા અને ધ્વરાજસિંહના પિતા તાલુકા પંચાયતની ચૂંટણી હારી ગયા હોવાની દાઝ રાખીને આરોપીઓ ખાર રાખતા હતા.ગત ૩૦ ઓગસ્ટના રોજ રાત્રે અશોકસિંહ વાતચીત કરવા સોમનાથ હોટલ ગયા ત્યારે ઉશ્કેરાયેલા કુલદીપસિંહ, અમરદીપસિંહ, ધ્વરાજસિંહ, જયપાલસિંહ (માવુભા), યોગેન્દ્રસિંહ અને જયદીપસિંહ ગોહિલ એકસંપ થઈ ધસી આવ્યા હતા.અને અમરદીપસિંહે અશોકસિંહના માથામાં પાઇપ મારતાં લોહીલુહાણ કર્યા હતા, જ્યારે ધ્વરાજસિંહે પગમાં પાઇપ માર્યો હતો. બચાવવા વચ્ચે પડેલા ભત્રીજા રાજદીપસિંહને પણ ધ્વરાજસિંહે માથામાં પાઇપ મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. જયપાલસિંહે લાકડી વડે ઘૂંટીના ભાગે ઘા માર્યા હતા.ઝપાઝપી દરમિયાન રાજદીપસિંહનો સોનાનો ચેઇન પણ તૂટીને પડી ગયો હતો.હુમલા બાદ હરપાલસિંહ ગોહિલે ઇજાગ્રસ્ત કાકા-ભત્રીજાને કારમાં હોસ્પિટલ ખસેડયા હતા, જ્યાં અશોકસિંહને માથામાં ૫ ટાંકા અને રાજદીપસિંહને ૯ ટાંકા આવ્યા છે.

વરતેજ પોલીસે ૬ આરોપીઓ સામે બીએનએસની વિવિધ કલમો ૧૧૫(૨), ૧૧૮(૧), ૧૮૯(૨), ૧૯૧(૨), ૧૯૧(૩), ૩૫૨, ૩૫૧(૩)) અને જીપી એક્ટ ૧૩૫ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.