Bhavnagar

ઝીંગા ખરીદવા બાબતે બોલાચાલી બાદ લોખંડના સળિયા વડે બે યુવક પર હુમલો

By GS Team
20 Sep 20262 mins read
TukuTouch Logo
ભાવનગરના ધોલેરા તાલુકાના રાજપુર બ્રિજ પાસે ઉછીના આપેલા 3000 રૂપિયા પરત માંગવા અને ઠપકો આપવા જતાં ઝઘડો થયો હતો. અશોક કાંબડ નામના શખ્સે રામજીભાઈ અને સુરેશભાઈ પર લોખંડના સળિયા વડે હિંસક હુમલો કર્યો હતો. આ હુમલામાં રામજીભાઈનો હાથ ભાંગી ગયો હતો, જેથી તેમને ભાવનગરની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ધોલેરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઝીંગા ખરીદવા બાબતે બોલાચાલી બાદ લોખંડના સળિયા વડે બે યુવક પર હુમલો

ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં દાખલ કરાયોઉછીના આપેલા રૃા.૩૦૦૦ પરત માગવા અને ઠપકો આપવા જતાં રાજપુર બ્રિજ પાસે હિંસક સંગ્રામ

ભાવનગર -  ધોલેરા તાલુકાના રાજપુર ગામના પાટિયા નજીક નવા બની રહેલા બ્રિજ પાસે ઝીંગા ખરીદવાની અને ઉછીના આપેલા નાણાં પરત માગવાની સામાન્ય બાબતે ગિન્નાઈ જઈ એક શખસે બે યુવકો પર લોખંડના સળિયા વડે હિંસક હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ હુમલામાં એક યુવકનો હાથ ભાંગી જતાં તેને સારવાર અર્થે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા અને ડ્રાઈવિંગનો ધંધો કરતા રામજીભાઈ મગનભાઈ જતાપરાના મિત્ર સુરેશભાઈ કાનાણી રાજપુર ગામ પાસે મુન્ના કાંબડ પાસે ઝીંગા ખરીદવા ગયા હતા. મુન્નાએ ઝીંગા આપવાની ના પાડતાં સુરેશભાઈએ અગાઉ ઉછીના આપેલા રૃ.૩૦૦૦ પરત માગ્યા હતા. આ બાબતે બોલાચાલી થતાં મુન્નાના દાદાના દીકરા અશોક લીંબાભાઈ કાંબડે ખિજાઈને સુરેશભાઈને લાફા માર્યા હતા.આ ઘટનાની જાણ થતાં રામજીભાઈ પોતાના મિત્રો સાથે સ્થળ પર પહોંચ્યા હતા અને મુન્નાને ઠપકો આપવા લાગ્યા હતા. તે દરમિયાન અશોક કાંબડે એકદમ આવેશમાં આવી નજીકમાં પડેલો લોખંડનો સળિયો ઉપાડી રામજીભાઈના ડાબા હાથ પર મારી દેતાં ફેક્ચર થયું હતું અને બંને પગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. વચ્ચે પડેલા સુરેશભાઈ પર પણ સળિયા વડે હુમલો કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી ફરાર થઈ ગયો હતો.ઈજાગ્રસ્ત રામજીભાઈને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ભાવનગરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમના હાથનું ઓપરેશન કરવામાં આવ્યું છે. આ બનાવ અંગે ધોલેરા પોલીસ સ્ટેશનમાં અશોક કાંબડ વિરુદ્ધ બી.એન.એસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.