Bhavnagar

ઉમરાળામાં બેન્ચા ચોકડી પાસેથી ૧૨ ગૌવંશની ગેરકાયદે હેરાફેરી કરતા બે શખ્સ પકડાયા

By GS Team
13 Oct 20262 mins read
TukuTouch Logo
ભાવનગર પોલીસે ઉમરાળા નજીકથી મહારાષ્ટ્ર લઈ જવાતા 12 ગૌવંશને બચાવ્યા છે. આઈશર ટ્રકમાં ક્રૂરતાપૂર્વક ખીચોખીચ ભરીને લઈ જવાતી 10 ગાય અને 2 વાછરડી મળી કુલ 8.70 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. પોલીસે ડ્રાઈવર, ક્લીનર સહિત 3 શખસો સામે ગુનો નોંધી, વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઉમરાળામાં બેન્ચા ચોકડી પાસેથી ૧૨ ગૌવંશની ગેરકાયદે હેરાફેરી કરતા બે શખ્સ પકડાયા

૩ સામે ગુનો દાખલ, રૃ. ૮.૭૦ લાખનો મુદ્દામાલ જપ્ત

મહારાષ્ટ્ર તરફ મોકલાતા ૧૦ ગાય અને ૨ વાછરડાંને ક્રતાપૂર્વક આઈશર ટ્રકમાં ખીચોખીચ ભરીને લઈ જવાતા હતા

ભાવનગર -  ભાવનગર જિલ્લાના ઉમરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બેન્ચા ચોકડી પાસેથી પોલીસે ક્રતાપૂર્વક અને ગેરકાયદે રીતે હેરાફેરી કરાતા ૧૨ ગૌવંશને આઈશર ટ્રક સાથે ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. પોલીસે આ મામલે ડ્રાઈવર, ક્લીનર સહિત ત્રણ શખસો સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર, ૧૨ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ વહેલી સવારે ઉમરાળા પોલીસની નાઈટ પેટ્રોલીંગ ટીમ દ્વારા બેન્ચા ચોકડી પાસે શંકાસ્પદ હાલતમાં પસાર થતા આઈશર ટ્રક (નંબરથ જીજે-૧૪-ઝેડ-૭૮૯૩) ને અટકાવીને તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટ્રકમાંથી ૧૦ ગાયો અને ૨ વાછરડાં મળી આવ્યા હતા. આ પશુઓને કોઈપણ પ્રકારના ઘાસચારા કે પાણીની સગવડ વિના ખૂબ જ ખીચોખીચ અને ઘાતકીપણે બાંધીને લઈ જવામાં આવી રહ્યા હતા.પોલીસે ટ્રક ડ્રાઈવર કલ્પેશ ઉર્ફે કાનજી પરેશભાઈ મકવાણા (રહે. મોટા ઉમરડા, તા. ગઢડા) અને ક્લીનર અશ્વિન ગોવિંદભાઈ નાવડીયા (રહે. ભટ્ટવદર, તા. લાઠી)ની અટકાયત કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું હતું કે આ ગૌવંશ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના રાભડા ગામે રહેતા ભાવેશ પરશોતમભાઈ પરમારના તબેલેથી ભરીને મહારાષ્ટ્રના ધુલીયા ખાતે મોકલવામાં આવી રહ્યા હતા.પોલીસે રૃ. ૩.૫૦ લાખની કિંમતની ૧૦ ગાયો, રૃ. ૨૦ હજારની કિંમતની ૨ વાછરડી અને રૃ. ૫ લાખની કિંમતનો આઈશર ટ્રક મળી કુલ રૃ. ૮,૭૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. બચાવાયેલા તમામ ગૌવંશને તાત્કાલિક ઘાસચારો અને પાણી મળી રહે તે માટે બોચડવા ગામની પાંજરાપોળ ખાતે સલામત રીતે મોકલી આપવામાં આવ્યા છે.આ મામલે ઉમરાળા પોલીસે પશુઓ પ્રત્યે ક્રતા પ્રતિબંધ અધિનિયમ, બી.એન.એસ. ( અને મોટર વાહન અધિનિયમની કલમો હેઠળ ત્રણેય સામે ગુનો નોંધી વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ ગોપાલભાઈ નાવડીયાને સોંપી છે.