Bhavnagar

વિદેશી દારૃ અને બિયરના જથ્થા સાથે મહુવાના બે શખ્સ ઝડપાયા

By GS Team
7 Jul 20261 min read
TukuTouch Logo
ભાવનગર LCBએ મહુવામાં દારૂના 2 કેસ કર્યા છે. હરિબોલ પાન પાસેથી ગૌતમ ઢાપાને 10 બોટલ દારૂ અને 6 બિયર ટીન સાથે પકડ્યો. તેણે વિજય ઉર્ફે ગટી વાસીયા પાસેથી દારૂ લીધાનું કબૂલ્યું. LCBએ વિજય વાસીયાને નવાઝાપામાંથી 18 બોટલ દારૂ અને 6 બિયર ટીન સાથે ઝડપી પાડ્યો. કુલ 28 બોટલ અને 12 ટીન જપ્ત થયા.

Summarized by AI; it may make mistakes. Check important info

વિદેશી દારૃ અને બિયરના જથ્થા સાથે મહુવાના બે શખ્સ ઝડપાયા

મહુવા પોલીસમાં અલગ-અલગ બે ગુના નોંધાયા

ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચે દારૃની ૨૮ બોટલ અને બિયરના ૧૨ ટીન કબજે કર્યાં

ભાવનગર -  ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચે વિદેશી દારૃની ૨૮ બોટલ અને બિયરના ૧૨ ટીન સાથે મહુવાના બે શખ્સને ઝડપી લઈ મહુવા પોલીસ મથકમાં અલગ-અલગ બે ગુના નોંધ્યા છે.

મહુવાની હરિબોલ પાનની દુકાન રેલવે પાટા વિસ્તારમાંથી ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચે ગૌતમ ભરતભાઈ ઢાપા (રહે.ઈન્દિરાનગર, મહુવા)ને બાતમીના આધારે વિદેશી દારૃની ૧૦ બોટલ અને બિયરના ૬ ટીન મળી કુલ રૃા.૧૨,૪૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પુછપરછ કરતા તેને આ દારૃ વિજય ઉર્ફે ગટી મનુભાઈ વાસીયા (રહે.નવાઝાપા, મહુવા) નામનો શખ્સ આપી ગયો હતો. જે મામલે બન્ને સામે મહુવા પોલીસ મથકમાં ગુનો નોંધ્યો છે. બીજી તરફ મહુવા નવાઝાપા વિસ્તારમાંથી લોકલ ક્રાઈમ બ્રાંચે નવાઝાપા વિસ્તારમાંથી વિજય ઉર્ફે ગટ્ટી મનુભાઈ વાસીયાને બાતમીના આધારે દારૃની ૧૮ બોટલ અને ૬ ટીન સાથે ઝડપી લઈ અલગથી મહુવા પોલીસ મથકમાં ગુનો નોંધ્યો છે.