Bhavnagar

નાના ખુટવડાના યુવક પર બે શખ્સનો હુમલો

By GS Team
7 Aug 20261 min read
TukuTouch Logo
ભાવનગરના મહુવા તાલુકાના નાના ખુંટવડા ગામમાં પ્રેમસંબંધની અદાવતમાં હરેશ મકવાણા પર શક્તિ અને વનરાજ ગોહિલે પાઈપ-કુહાડી વડે હુમલો કર્યો. ટ્રેક્ટર લઈને આવતા હરેશને ગંભીર ઈજા પહોંચાડી, અપશબ્દો બોલી તેમનો મોબાઈલ અને રોકડ 500 રૂપિયા લૂંટી ફરાર થયા. બગદાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નાના ખુટવડાના યુવક પર બે શખ્સનો હુમલો

પ્રેમ સંબંધ મામલે યુવક પર પાઈપ અને કુહાડી વડે માર મારી, રોકડ-મોબાઈલની લૂંટ કરી

ભાવનગર -  મહુવા તાલુકાના નાના ખુંટવડા ગામના યુવક પર બે શખ્સે પાઈપ અને કુહાડી વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી મોબાઈલ અને રોકડની લૂંટ કરી હોવાની પોલીસ ફરિયાદ બગદાણા પોલીસ મથકમાં નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહુવા તાલુકાના નાના ખુટવડા ગામે રહેતા હરેશભાઈ ખીમજીભાઈ મકવાણાએ બગદાણા પોલીસ મથકમાં શક્તિ વિનુભાઈ ગોહિલ અને વનરાજ વિનુભાઈ ગોહિલ (બન્ને રહે.નાના ખુટવડા) સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ઉક્ત બન્નેની બહેન સાથે તેમને પ્રેમસંબંધ હોય તેની દાઝ રાખી ગત રોજ સાંજના સમયે તેઓ ટ્રેક્ટર લઈને આવતા હતા ત્યારે ઉક્ત બન્નેએ પૂર્વ આયોજીત કાવતરું રચી તેમને જાનથી માર નાખવાના ઈરાદા સાથે પાઈપ અને કુહાડી જેવા હથિયારો વડે તેમના પર ઘા કરી ગંભીર ઈજા પહોંચાડી  અપશબ્દો કહી જીવલેણ હુમલો કર્યો હતો અને તેમનો મોબાઈલ ફોન અને રોકડા રૃપિયા ૫૦૦ની લૂંટ કરી નાસી છૂટયા હતા. બનાવ અંગે બગદાણા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.