Bhavnagar

બરવાળા પાસે સિમેન્ટ ભરેલો ટ્રક પલ્ટી મારતાં બે ભાઈઓનાં દર્દનાક મોત, ત્રણ મજૂરો ઈજા

By GS Team
22 Jul 20262 mins read
TukuTouch Logo
બોટાદના બરવાળા-ખમીદાણા રોડ પર નવયુગ વિદ્યાલય પાસે સિમેન્ટ ભરેલો ટ્રક સ્પીડ બ્રેકર પર પલ્ટી ખાઈ ગયો. મંગળવારે વહેલી સવારે બનેલા આ ગમખ્વાર અકસ્માતમાં સિમેન્ટની થેલીઓ નીચે દબાઈ જવાથી રમેશભાઈ અને બાબુભાઈ સારોલા નામના 2 ભાઈઓના કરૂણ મોત થયા. જ્યારે 3 મજૂરોને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બરવાળા પાસે સિમેન્ટ ભરેલો ટ્રક પલ્ટી મારતાં બે ભાઈઓનાં દર્દનાક મોત, ત્રણ મજૂરો ઈજા

સિમેન્ટની થેલીઓ તળે દબાયેલા શ્રમિકોને જેસીબી વડે બહાર કાઢયા

સ્પીડ બ્રેકર પર ટ્રક ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત

બરવાળા - બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં બરવાળા-ખમીદાણા રોડ પર આવેલી નવયુગ વિદ્યાલય નજીક મંગળવારે વહેલી સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. સિમેન્ટ ભરીને જઈ રહેલા ટ્રકના ચાલકે રોડ પર આવેલા બમ્પ (સ્પીડ બ્રેકર) પરથી વાહન પરનો કાબૂ ગુમાવી દેતા ટ્રક પલ્ટી મારી ગયો હતો. આ અકસ્માતમાં બે ભાઈના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણ મજૂરોને ઇજા પહોંચી છે.

આ બનાવની વિગત એવી છે કે, બરવાળા વિસ્તારના ખરામાં રહેતા મહીપતભાઈ ગોવિંદભાઈ મકવાણા, રમેશભાઇ હર જીભાઇ સારોલા તથા બાબુભાઈ હરજીભાઈ સારોલા તથા વિજયભાઈ ગીધાભાઈ રાઠોડ, સંજયભાઈ ગીધાભાઇ રાઠોડ એમ પાંચેય ટ્રક (નંબર જીજે-૧૨-યુ-૫૯૪૧) લઈને સિમેન્ટ ભરેલ ટ્રક ઉતારવા માટે ખમીદાણા તેમજ હેબતપુર જવા માટે બરવાળાથી નીકળી બરવાળા ખમીદાણા ગામ વચ્ચે આવેલ નેસડીયા હનુમાનજી મંદિરની બાજુમાં આવેલ નવયુગ વિધ્યાલય પાસે આશરે પોણા સાતેક વાગ્યાના અરસામાં પહોંચતા રોડ ઉપર આવેલ બમ્પને પુરઝડપે ટ્રકના ડ્રાઇવરે ઠેકાડતા ટ્રકના ડ્રાઇવરે સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દીધો હતો. ટ્રક રોડની રોંગ સાઇડમાં પલ્ટી ખાઈ ઉંધો પડી ગયેલ અને આ વખતે ટ્રક ઉંધો પડી જતા મહીપતભાઈ કેબીનમાંથી તાત્કાલિક બહાર નીકળી ગયા હતા અને ટ્રકના કેબીનમાં બેઠેલ સંજયભાઈને હાથના ભાગે તથા શરીરે ઇજાઓ થઈ હતી. ટ્રેકની કેબિન અને પાછળ બેઠેલા રમેશભાઈ હરજીભાઈ સારોલા અને બાબુભાઈ હરજીભાઈ સારોલા (બંને રહે. બરવાળા) સિમેન્ટની થેલીઓ તળે દબાઈ જતા જેસીબી વડે બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે સંજયભાઈ, મહિલતભાઈ અને વિજયભાઈને ઇજા થતા પાંચેયને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બે ભાઈના મોત નિપજ્યા હતા.આ બનાવ સંદર્ભે બરવાળા પોલીસે ટ્રક ચાલક વિરૃધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.