Bhavnagar

ભાવનગરમાં મ્યુલ બેંક એકાઉન્ટ મારફત ૧૧.૫૨ કરોડના વ્યવહારનો પર્દાફાશ

By GS Team
13 Aug 20261 min read
TukuTouch Logo
ભાવનગરના આડોડિયાવાસમાં રહેતા સિદ્ધાંત રાઠોડ વિરુદ્ધ સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધ્યો છે. તેના બેંક ખાતામાં સાયબર ફ્રોડની 4 ઘટનાઓથી ₹3,36,750 જમા થયા હતા, જે તેણે ઉપાડી લીધા હતા. કુલ ₹11,52,72,196 જમા થયા હતા, જેમાંથી ₹11,43,67,628 ઉપાડવામાં આવ્યા હતા. પોલીસે મ્યુલ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી છેતરપિંડી કરવા બદલ કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાવનગરમાં મ્યુલ બેંક એકાઉન્ટ મારફત ૧૧.૫૨ કરોડના વ્યવહારનો પર્દાફાશ

સાયબર ફ્રોડની ચાર ઘટનાની રકમ સગેવગે કરવામાં આવી

મ્યુલ બેંક એકાઉન્ટધારક આડોડિયાવાસના શખ્સ વિરુદ્ધ સાયબર ક્રાઈમ પોલીસમાં ગુનો નોંધાયો

ભાવનગર -  ભાવનગરના આડોડિયાવાસ વિસ્તારમાં રહેતા શખ્સે પોતાના બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડની મોટી રકમ જમા મેળવીને રકમ ઉપાડી લેતા સાયબર ક્રાઈમ પોલીસે મ્યુલ બેંક એકાઉન્ટધારક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસે સ્ટેશનમાં સાયબર ક્રાઈમને લગતા પોર્ટલની ચકાસણી દરમિયાન ભાવનગરના વાઘાવાડી રોડ પર આવેલી ડીસીબી બેન્કના ખાતાધારક સિધ્ધાંત સંજયભાઈ રાઠોડ (રહે. આડોડિયાવાસ,તિલકનગર)ના બેંક ખાતામાં ગત તા.૦૧ ડિસેમ્બર ૨૦૨૪ થી ૦૪ માર્ચ ૨૦૨૬ દરમિયાન રૃા.૧૧,૫૨,૭૨,૧૯૬ જમા થયેલ હોવાનું તેમજ તે પૈકી રૃા.૧૧,૪૩,૬૭,૬૨૮.ઉપાડી લીધા હોવાનું જણાયું હતું. આ બેંક ખાતામાં અલગ-અલગ રાજ્યોમાં થયેલ સાયબર ફ્રોડની કુલ ૦૪ અરજીના રૃા.૩,૩૬,૭૫૦ મેળવેલા હોવાનું તપાસમાં ખુલ્યું હતું. મ્યુલ બેંક એકાઉન્ટ મારફત સાયબર ફ્રોડની રકમ સગેવગે કરવા બદલ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ શૈલેષ પ્રવિણભાઇ મકવાણાએ બેંક ખાતા ધારક સિદ્ધાંત સંજયભાઈ રાઠોડ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.