આજે ગુરુ પૂર્ણિમા : ગુરુ પ્રત્યે આદર અને કૃતજ્ઞાતા વ્યક્ત કરવાનો અવસર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરઃ, ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મ, તસ્મય શ્રી ગુરવે નમઃ..
નાના-મોટા તમામ ગુરુ આશ્રમોમાં ગુરુ પૂજન, આરતી, ધ્વજારોહણ, મહાપ્રસાદ, ભજન, યજ્ઞા, વાર્તાલાપ, પ્રશ્ન સંવાદ સહિતના કાર્યક્રમો યોજાશે
ભાવનગર - 'ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરઃ, ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મ, તસ્મય શ્રી ગુરવે નમઃ..' જીવનમાં અજ્ઞાાન રૃ૫ી અંધકારને દૂર કરી જ્ઞાાનનો પ્રકાશ ફેલાવનારા ગુરુ પ્રત્યે ઋણ અદા કરવાના પવિત્ર અવસર ગુરુ પૂર્ણિમાની આવતીકાલ તા.૨૯-૭ને બુધવારે ધાર્મિક વાતાવરણમાં ઉજવણી કરાશે. ગુરુ પૂર્ણિમાના અવસરે સમગ્ર ગોહિલવાડવાસીઓ ગુરુના શરણોમાં શિશ ઝૂકાવી ગુરુ પ્રત્યે આદર અને કૃતજ્ઞાતા વ્યક્ત કરશે.
શહેરમાં આવેલ તપસ્વી મહારાજની જગ્યામાં કાલે ગુરુ પૂર્ણિમા પર્વે રામ મહલ વ્યવસ્થાપન કમિટી (સેવકગણ) દ્વારા સવારે ૧૦થી ૧૨ વાગ્યા સુધી ષોડશોપચાર, ગુરુ પૂજન, આરતી, પ્રસાદનો કાર્યક્રમ યોજાશે. મેઘાણી સર્કલ સ્થિત રામદાસ આશ્રમમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરાશે. ભવાની મંદિર (ગંગાપુરી આશ્રમ)માં કાલે ગુરુ પૂર્ણિમા મહોત્સવ અને ભવાની માતાની મૂર્તિની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાના આઠમા વર્ષ પ્રસંગે પૂજનવિધિનો કાર્યક્રમ અને મહાપ્રસાદનું વિતરણ કરાશે. વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારી શાખા-ભાવનગરના ઉપક્રમે કે.આર. દોશી કલેજ, આંબાવાડી, કૃષ્ણનગર ખાતે સાંજે ૭થી ૮-૧૫ કલાક સુધી ડો.ચિન્મય શાહ (પ્રિન્સિપાલ, મેડિકલ કોલેજ-ભાવનગર)નું વક્તવ્ય યોજાશે. વિઠ્ઠલવાડી સ્થિત જલારામ મંદિરે જલારામ બાપાની સંગીતમય ધૂન, ભજન-કિર્તનનો કાર્યક્રમ રાત્રે ૯-૩૦થી ૧૧ કલાક સુધી તેમજ પ્રસાદી રાખેલ છે. ગૌ ધામ-કોટિયા ખાતે પૂ.લહેરીગીરી બાપુના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમા ઉત્સવ પ્રસંગે સવારે આરતી બાદ ધ્વજપૂજન અને ધ્વજારોહણ, ગાય માતાનું પૂજન-આરતી, ગુરુ પૂજન, બપોરે ભોજન મહાપ્રસાદનું આયોજન કરાયું છે. સત્ય સાંઈ સેવા સમિતિ-ભાવનગર દ્વારા સાંજે ૭થી ૮ વાગ્યા સુધી સાઈ પ્રશાંતિ હોલ, આંબાવાડી ખાતે ભજનનો કાર્યક્રમ રાખેલ છે. પીંગળી ગામે કૈલાસધામ આશ્રમમાં ધ્વજારોહણ, ગુરુ પૂજન, હનુમંત યજ્ઞા અને મહાપ્રસાદ તેમજ રાત્રે સંતવાણી કાર્યક્રમ રાખેલ છે. શહેરના કૃષ્ણનગર, કળશ કોમ્પલેક્સ પાસે આવેલ નેસ્ટ એક્ટિવિટી સેન્ટરમાં સવારે ૭-૧૫થી ૮-૧૫ સુધી આરોગ્ય ભારતી અને નેસ્ટ યોગ સેન્ટરના ઉપક્રમે આયુર્વેદ નિષ્ણાંત ડો.તુષાર ત્રિવેદી સાથે આરોગ્ય મંથર ઉપર વાર્તાલાપ અને પ્રશ્ન સંવાદ યોજાશે. ભગુડા ગામે આવેલ આનંદ આશ્રમમાં સવારે સ્થાપિત દેવતાઓનું પૂજન, ગુરુ ચરણોની પૂજા, ગુરુમહિમા વિશેષ, ગુરુ પૂજન, મહાપ્રસાદ, બપોર બાદ સત્યનારાયણની કથા, રાત્રે સંતવાણીનો કાર્યક્રમ યોજાશે.
સિહોરના ઉસરડ ગામે આવેલ જાયારા બાપાનીજગ્યામાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે સવારે ૫-૩૦ કલાકે મંગળા આરતી, ૭-૩૦ કલાકે યજ્ઞાનો પ્રારંભ, ૯-૧૫ કલાકે ગુરુ પૂજન, ૧૦ કલાકે ધ્વજાપૂજન, ૧૦-૩૦ કલાકથી મહાપ્રસાદ, બપોરે ૧૨-૩૦ કલાકે શ્રીફળ હોમ અને રાત્રે ૯ કલાકે સંતવાણીનો કાર્યક્રમ યોજાશે. શહેરના વિજયરાજનગર સ્થિત કામનાથ મહાદેવ સંસ્કૃત પાઠશાળામાં કામનાથ મહાદેવ સંસ્કૃત પાઠશાળા અને સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઉપક્રમે સાંજે સાત કલાકે રામભાઈ મહાદેવ ગુરુજી, વ્યાસજી, બજરંગદાસ બાપા અને વેદ નારાયણનું પૂજન કરાશે.
ઝાંઝરિયા હનુમાનજી ટ્રસ્ટ-અધેવાડા દ્વારા ઝાંઝરિયા હનુમાનજી મંદિરે ગુરુ પૂર્ણિમા નિમિત્તે સવારે ૬-૩૦ કલાકે મંગળા આરતી, ૧૦ કલાકે ધ્વજા પૂજન, ૧૦-૧૫ કલાકે ગુરુ પૂજન, ૧૦-૩૦ કલાકે થાળ આરતી અને સવારે ૧૦-૪૫ કલાકથી પ્રસાદ વિતરણનો કાર્યક્રમ રાખેલ છે. યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા ચિત્રા ખાતે આવેલ ગાયત્રીધામમાં સવારે ૮થી ૯ સુધી ગુરુ પૂજન, ૯થી ૧૧-૩૦ સુધી નવ કુંડી ગાયત્રી યજ્ઞા, બપોરે ૧૨ કલાકે સમૂહ ગુરુગીતાના પાઠ અને સાંજે દીપ યજ્ઞા-મહાઆરતીનો કાર્યક્રમ રાખેલ છે. તગડી સ્થિત જંગમ મઢી આશ્રમમાં જય બજરંગ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગુરુ પૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી કરાશે. આ પ્રસંગે ભક્તોને મહાપ્રસાદનું પીરસવામાં આવશે. બગદાણા ગુરુ આશ્રમમાં કાલે ગુરુ પૂર્ણિમાની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવશે. આ ઉપરાંત શહેર-જિલ્લામાં વિવિધ મંડળો દ્વારા બાપાની મઢુલી ઉભી કરી પ્રસાદ વિતરણનું આયોજન કરાયું છે.




