Bhavnagar

બે બાઇક પર લઇ જવાતા વિદેશી દારૃના જથ્થા સાથે ત્રણ શખ્સ ગિરફ્તાર

By GS Team
24 Sep 20262 mins read
TukuTouch Logo
મહુવાના રાજાવદર ચોકડી પાસે પોલીસે મોડી રાત્રે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. જેમાં બે મોટરસાયકલ પર ગેરકાયદે ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે 412 દારૂની બોટલો અને 2 મોટરસાયકલ સહિત કુલ 76,210 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે 3 આરોપીઓને પકડી પાડ્યા હતા, જ્યારે 1 ફરાર થયો હતો. સપ્લાયર સહિત 4 સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બે બાઇક પર લઇ જવાતા વિદેશી દારૃના જથ્થા સાથે ત્રણ શખ્સ ગિરફ્તાર

મહુવાના રાજાવદર ચોકડી પાસે પોલીસનો દરોડો

રૃપિયા ૭૬ હજારથી વધુના મુદ્દામાલ સાથે એક ફરાર, સપ્લાયર સહિત ચાર સામે ગુનો દાખલ

ભાવનગર -  મહુવા તાલુકાના મોટા ખુંટવડા પોલીસ મથકની ટીમે મોડી રાત્રે રાજાવદર ચોકડી પાસે ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવીને બે મોટરસાયકલ પર ગેરકાયદે રીતે હેરાફેરી કરાતો ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૃનો વિશાળ જથ્થો ઝડપી પાડયો છે. પોલીસે રૃ. ૩૬,૨૧૦ ની કિંમતની ૪૧૨ દારૃની બોટલો (ચપટા) અને  બે મોટરસાયકલ મળી કુલ રૃ. ૭૬ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ, ખુંટવડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ નાઇટ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે વાઘવદરડા ગામના કિશન બઘાભાઈ ગોહિલ અને બેલમપરના રાજેશ મંગાભાઈ ઘુંઘળવા દારૃનો જથ્થો બાઇક પર બેલમપરથી મહુવા તરફ લઇ જઇ રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે રાજાવદર ચોકડી પાસે વોચ ગોઠવતા બે સ્પ્લેન્ડર બાઇક આવી પહોંચ્યા હતા.પોલીસે કોર્ડન કરી કિશન બઘાભાઈ ગોહિલ, પોપટભાઈ ઉર્ફે પાચુ આલુભાઈ ચાવડા અને રાજેશકુમાર ઉર્ફે રાજુ મંગાભાઈ ઘુંઘળવાને ઝડપી લીધા હતા. જોકે, રેઇડ દરમિયાન પાછળના બાઇક પરથી બેલમપરનો ભરત સોમાતભાઈ ગોહિલ અંધારાનો લાભ લઇ ભાગી છૂટયો હતો. બાઇક પર રહેલી કંતાનની થેલીઓની તલાશી લેતા આઇકોનિક વ્હાઇટ, સ્ટલગ રિઝર્વ અને રોયલ ચેલેન્જ બ્રાન્ડની દારૃની ૪૧૨ બોટલો રૃ. ૩૬,૨૧૦ અને રૃ. ૪૦,૦૦૦ ની કિંમતના બે મોટરસાયકલ મળી કુલ રૃ. ૭૬,૨૧૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં આ દારૃનો જથ્થો વાઘવદરડાના સંજય ગોવિંદભાઈ સાંખટ પાસેથી લાવ્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તમામ પાંચેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.