સગાઈ તૂટવાની અદાવતમાં યુવક પર ત્રણ શખ્સ લાકડીઓથી જાનલેવા હુમલા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

બોટાદના ગુંદાળા ગામની ઘટના, ત્રણ સામે ગુનો દાખલે
સામ-સામે સગાઈ તૂટી જવાની બાબતે ઠપકો આપ્યાની મનદુખ રાખી બાપ-બેટા સહિત ત્રણેયે યુવકને ઘેરીને માર માર્યો
ભાવનગર - ગઢડા તાલુકાના ગુંદાળા ગામે સગાઈ તોડાવવાની મનદુખ રાખીને એક યુવક પર લાકડી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ હુમલામાં યુવકના નાક પર ગંભીર ઈજા પહોંચતા ટાંકા આવ્યા છે અને ડાબા હાથમાં ફ્રેક્ચર થયું છે. બનાવ અંગે ગઢડા પોલીસ મથકે ત્રણ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, ગુંદાળા ગામમાં રહેતા અને હીરા ઘસવાનું કામ કરતા કલ્પેશભાઈ જગદીશભાઈ સોલંકી (ઉં.વ. ૩૧) અને તેમની નાની બહેનની સગાઈ ભડલી ગામે સામ-સામે થઈ હતી. પરંતુ ગામના જ કેટલાક લોકોએ ખોટી વાતો કરતા આ સગાઈ તૂટી ગઈ હતી. આ બાબતે કલ્પેશભાઈએ અગાઉ ઠપકો આપ્યો હતો.કલ્પેશભાઈ ગામના પાણીના ટાંકા પાસે બેઠા હતા, ત્યારે ગામના વિજય બાબુભાઈ ગોહિલે ત્યાં આવીને ગાળો આપી સગાઈ બાબતે નામ લેવા બદલ જોઈ લેવાની ધમકી આપી હતી. ત્યારબાદ વિજય, તેમના પિતા બાબુ ગોહિલ અને ભાઈ નિમેશ ગોહિલ લાકડીઓ સાથે ત્યાં આવી પહોંચ્યા હતા. નિમેશએ કલ્પેશભાઈને પકડી રાખ્યા હતા અને બાબુએ ગાળો બોલી મદદગારી કરી હતી, જ્યારે વિજયભાઈએ હાથમાં રહેલી લાકડી વડે આડેધડ ઘા ઝીંકી દીધા હતા.બૂમાબૂમ થતાં આસપાસના લોકો એકઠા થઈ જતાં ત્રણેય હુમલાખોરો જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી છૂટયા હતા. ઈજાગ્રસ્ત કલ્પેશભાઈને ૧૧૨ ની મદદથી પ્રાથમિક સારવાર માટે ગઢડા સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે બોટાદની સબિહા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.પોલીસે કલ્પેશભાઈની ફરિયાદના આધારે વિજય ગોહિલ, નિમેશ ગોહિલ અને બાબુભાઈ ગોહિલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તેમજ જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




