Bhavnagar

પત્નીને શારીરિક-માનસિક ત્રાસ આપવા અને વિડિયો-ફોટો વાયરલ કરવાની ધમકી આપી

By GS Team
3 Nov 20262 mins read
TukuTouch Logo
ભાવનગરની ઉચ્ચ શિક્ષિત યુવતીએ દિલ્હીના પતિ શાશ્વત ત્રિપાઠી સામે ભાવનગર મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. લગ્ન બાદ હનિમૂન દરમિયાન પતિએ પાસપોર્ટ ઝૂંટવી લીધો હતો. ઉપરાંત, શારીરિક-માનસિક ત્રાસ આપી, સંબંધ બાંધતી વખતે વીડિયો બનાવવાની માંગણી કરી હતી. પતિના અન્ય સ્ત્રીઓ સાથેના સંબંધોને કારણે પત્નીને ગંભીર ચેપ લાગ્યો હતો. પતિએ ઓશીકા વડે ગળું દબાવી હત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પત્નીને શારીરિક-માનસિક ત્રાસ આપવા અને વિડિયો-ફોટો વાયરલ કરવાની ધમકી આપી

દિલ્હીના હાઇપ્રોફાઈલ પતિ સામે ભાવનગર મહિલા પોલીસમાં ફરિયાદ

હનિમુન દરમિયાન પત્નીનો પાસપોર્ટ ઝૂંટવી લીધો, ઓશીકા વડે ગળું દબાવી જાનથી મારી નાંખવાના પ્રયાસ

ભાવનગર -  ભાવનગરની પરિણીતાને દિલ્હી ખાતેના સાસરીયામાં પતિ દ્વારા શારીરિક-માનસિક ત્રાસ આપવા તેમજ અમાનવીય વર્તન કરવા અંગે પતિ સામે ભાવનગર મહિલા પોલીસ સ્ટેશનમાં એફ.આઈ.આર. નોંધાઈ છે.

ઇસ્કોન મેગા સિટી વિસ્તારમાં રહેતી ૨૯ વર્ષીય ઉચ્ચ શિક્ષિત યુવતી વંશીકાબેનના લગ્ન એપ્રિલ ૨૦૨૩માં દિલ્હીના દ્વારકા બ્રિજવાસન ખાતે રહેતા અને વ્યવસાયે તબીબ પરિવારના પુત્ર શાશ્વત ત્રિપાઠી સાથે રાજસ્થાનના જયપુર ખાતે ધામધૂમથી થયા હતા. લગ્નના એક જ મહિનામાં પતિનું વર્તન બદલાયું હતું. સ્વીટ્ઝરલેન્ડ અને પેરિસ ખાતે હનિમૂન દરમિયાન પતિએ ઝઘડો કરી પત્નીનો પાસપોર્ટ લઈ લીધો હતો અને રૃમમાં એકલી મૂકીને જતો રહ્યો હતો.ઘરે આવ્યા બાદ પણ પતિ પત્ની પર શંકા રાખી તેનો ફોન ચેક કરતો હતો. એટલું જ નહીં, સંબંધ બાંધતી વખતે વિડિયો ઉતારવાની માંગણી કરી, જો આ અંગે માતા-પિતાને વાત કરશે તો વિડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ પતિના અન્ય ીઓ સાથેના આડા સંબંધોને કારણે પત્નીને ગંભીર ચેપ લાગતાં ઓપરેશન પણ કરાવવું પડયું હતું. એક તબક્કે પતિએ ઊંઘમાં ઓશીકું મોં પર દબાવી પત્નીની હત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો હોવાનો ગંભીર આક્ષેપ કરાયો છે.પતિના અન્ય ીઓ સાથેના કઢંગી હાલતના ફોટોગ્રાફ્સ મળી આવતાં અને વારંવાર મારકૂટ કરી સાસરે ન તેડી જતાં આખરે પત્નીએ ભાવનગર આવી મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. તબીબ પુત્ર શાશ્વત ત્રિપાઠી સામે બી.એન.એસ.એસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાનૂની તપાસ હાથ ધરવામાં આવી છે.