Bhavnagar

કડિયાળી ગામના ખેડૂતોના પ્રશ્ને રેલરોકો આંદોલન છેડવા ચીમકી

By GS Team
7 Aug 20261 min read
TukuTouch Logo
રાજુલાના કડિયાળી ગામે રેલવે તંત્રએ વરસાદી પાણી છોડતા 150 ખેડૂતોના પાક ધોવાઈ ગયા. પીપાવાવ રેલ ટ્રેક પરથી છોડેલા પાણીથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ભાવનગર DRMને રજૂઆત છતાં કાર્યવાહી ન થતા, વીર માંધાતા સંગઠને રેલરોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ખેડૂતો વળતર અને પાણીના યોગ્ય નિકાલની માંગ કરી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કડિયાળી ગામના ખેડૂતોના પ્રશ્ને રેલરોકો આંદોલન છેડવા ચીમકી

વરસાદી પાણી છોડાતા ૧૫૦ જેટલા ખેડૂતોના ખેતીપાકોમાં ધોવાણ

વળતર અને પાણી નિકાલની કાર્યવાહી કરવા ભાવનગર ડીઆરએમને રજૂઆત છતાં પરિણામ શૂન્ય

ભાવનગર -  રાજુલા તાલુકાના કડિયાળી ગામે રેલવે તંત્ર દ્વારા વરસાદી પાણી છોડવામાં આવતા ખેડૂતોના ખેતીપાકોમાં ધોવાણ થતાં આર્થિક નુકસાની વેઠવી પડી રહી છે. આ અંગે ભાવનગર ડીઆરએમને રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય આવતા આગામી સમયમાં રેલરોકો આંદોલન છેડવા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

પીપાવાવ રેલ તંત્ર દ્વારા ટ્રેક ઉપર ભરાઈ ગયેલા વરસાદી પાણીને કડિયાળી ગામમાં છોડવામાં આવતા ૧૫૦ જેટલા ખેડૂતોની વાવણી ધોવાઈ જવાથી ધરતીપુત્રોને નુકસાની વેઠવી પડી રહી છે. આ ઉપરાંત અર્ધા ગામમાં પાણી ફરી વળતા ગ્રામજનો, ખેતમજૂરો, ખેડૂતો અને વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે કોળી સમાજના આગેવાન રાજુભાઈ સોલંકી અને ખેડૂતો દ્વારા તાત્કાલિક વળતર આપવા તેમજ પાણીનો યોગ્ય નિકાલ કરવાની કાર્યવાહી કરવા ભાવનગર ડીઆરેઅમને લેખિતમાં રજૂઆત કરાઈ હતી. પરંતુ રેલ પ્રશાસન દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરાઈ ન હોય, આગામી દિવસોમાં પીપાવાવ પોર્ટને કનેક્ટ કરતી તમામ ટ્રેનોને રોકી રેલરોકો આંદોલન છેડવા વીર માંધાતા સંગઠનના અધ્યક્ષે ચીમકી ઉચ્ચારી છે.