પાલિતાણાની રામ સોસાયટીના બંધ મકાનમાંથી ચોરી કરનારા ઝડપાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મકાનમાંથી ૧.૦૩ લાખના મત્તાની ચોરી
પાલિતાણા ટાઉન પોલીસે કુલ ૧.૦૪ લાખના મુદ્દામાલ સાથે બે શખ્સને ઝડપી લીધાં
ભાવનગર - પાલિતાણાની રામ સોસાયટીના બંધ મકાનમાં અજાણ્યા શખ્સોએ પ્રવેશી ઘરમાંથી સોના-ચાંદીના ઘરેણાં, ભગવાનની ચાંદીની મૂર્તિઓ સહિત રૃા.૧.૦૩ લાખના મત્તાની ચોરી કરી નાસી છૂટયા હતા. બનાવ અંગે પાલિતાણા ટાઉન પોલીસે ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી બે શખ્સને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પાલિતાણાની રામ સોસાયટી ખાતે રહેતા કાનજીભાઈ દેવજીભાઈ જીવાણી ગત તા.૨૭-૮ના રોજ ઘરે તાળું મારી તેમના પત્નિ સાથે ગારિયાધારના માનપુર ગામે તેમની સાસરીમાં ગયા હતા. જે બાદ તા.૨૯-૮ સવારે તેમના ઘરે પરત આવતા કોઈ અજાણ્યા શખ્સોએ તેમના ઘરના મેઈન દરવાજાનો નકૂચો તોડી ઘરમાં પ્રવેશી મેઈન હોલમાં બનાવેલ દિવાલ કબાટ તોડી તેમાં રહેલી તિજોરીની અંદર રાખેલા સોના-ચાંદીના ઘરેણાં, ભગવાનની ચાંદીની મૂર્તિઓ સહિત કુલ રૃા.૧,૦૩,૦૧૦ના મુદ્દામાલની ચોરી કરી નાસી છૂટયા હતા. આ મામલે કાનજીભાઈ દેવજીભાઈ જીવાણીએ પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં અજાણ્યા સામે ફરિયાદ નોંધાવતા પાલિતાણા ટાઉન પોલીસની સર્વેલન્સની ટીમે તપાસ હાથ ધરતા હ્યુમન સોર્સથી સમીર સલીમભાઈ ડેરૈયા અને અક્રમ રફીકભાઈ ડેરૈયા (બન્ને રહે.પાલિતાણા)ને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.




