Bhavnagar

ભાવનગર-સોમનાથ હાઈવે ઉપર રેઢિયાર ઢોરનો ત્રાસ અહસ્ય બન્યો

By GS Team
5 Aug 20261 min read
TukuTouch Logo
મહુવા-ભાવનગર-સોમનાથ હાઈવે પર રખડતા ઢોરનો ત્રાસ અસહ્ય બન્યો છે, જેના કારણે અકસ્માતોમાં ચિંતાજનક વધારો થયો છે. વાહનચાલકો કરોડોનો ટોલ ટેક્સ ચૂકવે છે, છતાં તંત્ર મુકપ્રેક્ષક બની તમાશો જોઈ રહ્યું છે. ચોમાસા અને રાત્રિના સમયે ઓછી દ્રશ્યતાને કારણે અકસ્માતનો ભય કાયમ રહે છે. તંત્ર તાત્કાલિક પગલાં ભરી હાઈવેને ઢોરમુક્ત કરે તેવી માંગ ઉઠી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાવનગર-સોમનાથ હાઈવે ઉપર રેઢિયાર ઢોરનો ત્રાસ અહસ્ય બન્યો

નાના-મોટા અકસ્માતોની ઘટનામાં ચિંતાજનક રીતે વધારો

કરોડોનો ટોલ ટેક્સ વસૂલવામાં આવતો હોવા છતાં વાહનચાલકોની સુરક્ષા માટે જરૃરી પગલા લેવાતા નથી

મહુવા - મહુવામાં આવેલ ભાવનગર-સોમનાથ હાઈવે પર છેલ્લા ઘણાં સમયથી રેઢિયાળ ઢોરનો ત્રાસ અસહ્ય બન્યો છે. તેમ છતાં તંત્ર મૂકપ્રેક્ષક બનીને તમાશો જોઈ રહ્યું હોય, વાહનચાલકોમાં ભારે નારાજગી ફેલાઈ છે.

ભાવનગર-સોમનાથ હાઈવે ઉપર રખડતા પશુઓ કાયમી અડીંગો જમાવીને બેઠતા હોવાની વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક સ્થળોએ રસ્તાની વચોવચ જ પશુઓ બેસી રહેતા હોવાથી નાના-મોટા અકસ્માતોની ઘટનામાં ચિંતાજનક રીતે વધારો થયો છે. હાલમાં ચોમાસાની ઋતુ શરૃ હોવાથી વરસાદી વાતાવરણ અને રાત્રિના સમયે દ્રશ્યતા ઓછી રહે છે. જેથી અકસ્માતોનો ભય કાયમ રહે છે. સ્થાનિકો અને વાહનચાલકોએ એવો બળાપો ઠાલવ્યો છે કે, હાઈવે પરથી દરરોજ હજારો વાહન પસાર થાય છે, તેમ છતાં અસરકારક કામગીરી થતી જોવા મળતી નથી. અનેક વખત રજૂઆતો છતાં સમસ્યા ઠેરની ઠેર જ છે. વાહનચાલકો કરોડો રૃપિયાનો ટોલ ટેક્સ ચૂકવતા હોવા છતાં મુસાફરોની સુરક્ષા માટે જવાબદાર તંત્ર દ્વારા જરૃરી પગલા લેવામાં આળસ કરાઈ રહી છે. નેશનલ હાઈવે ઓથોરિટી અને સબંધિત તંત્ર દ્વારા આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરી હાઈવે રોડને રખડતા ઢોરથી મુક્ત કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે.