સ્ટેટ મોનિટરિંગ સેલે ૧ લાખ પુષ્ઠોની મહાચાર્જશીટ કોર્ટ સમક્ષ રજૂ કરી કાનૂની શંખનાદ કર્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

લઠ્ઠાકાંડ,૧૪ માસૂમોના મોત પાછળ રચાયેલું મોતનું નેટવર્ક પર્દાફાશ
મિથેનોલ કેમિકલના આંતરરાજ્ય કાળા કારોબારનો પર્દાફાશ, ૧ કોન્સ્ટેબલ સહિત ૪૨ નરાધમો જેલહવાલે, ૧૦ શખ્સ વોન્ટેડ જાહેર
ભાવનગર - ભાવનગરના ચકચારી લઠ્ઠાકાંડમાં ૧૪ નિર્દોષ માનવજાન લેનાર ઝેરી કેમિકલના આંતરરાજ્ય સિન્ડિકેટનો પર્દાફાશ કરી સ્ટેટ મોનિટરિંગ સેલે ૧ લાખ પૃોનું વજનદાર મહાચાર્જશીટ કોર્ટમાં ધરીને ખાખીને કલંકિત કરનાર એક પોલીસકર્મી સહિત ૪૨ નરાધમોને કાનૂની સંકંજામાં કડક કેદ હવાલે કર્યા છે.
ભાવનગર જિલ્લાના ગૌરવવંતા ઇતિહાસ પર કાળો દાગ સમાન સાબિત થયેલી લઠ્ઠાકાંડની કરૃણ દુર્ઘટનામાં કાયદાકીય તંત્ર દ્વારા આકરો અને ઐતિહાસિક આઘાત પ્રહાર કરવામાં આવ્યો છે. ગત ૧૮ ઓગસ્ટના રોજ ઝેરી મિથેનોલ યુક્ત કેમિકલ પીવાથી ૧૪ નિર્દોષ નાગરિકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. આ હૃદયદ્રાવક અને માનવતાને શરમસાર કરતી હોનારત સંદર્ભે તપાસ ચલાવી રહેલી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ન્યાયતંત્ર સમક્ષ ૧ લાખ પાનાનું અત્યંત વજનદાર અને વિગતવાર મહાચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું છે.સમાજદ્રોહી તત્વો અને ખાખી વરધીને કલંકિત કરનારા કાનૂની ગુનેગારો વિરુદ્ધ પુરાવાઓનો પહાડ ઊભો કરતાં એસ.એમ.સી.એ ડિજિટલ અને ટેકનિકલ શાહાદત એકત્ર કરી છે. આ ચાર્જશીટમાં શંકાસ્પદ નાણાકીય લેવડદેવડ (મની ટ્રેલ), ઘટનાસ્થળ અને સપ્લાય રૃટના સીસીટીવી ફૂટેજ, શંકાસ્પદ મોબાઇલ કોલ ડિટેલ્સ રેકોર્ડ્સ (સીડીઆર ) તેમજ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (એફએસએલ)ના અકાટય ટેકનિકલ પુરાવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.સૂક્ષ્મ તપાસ દરમિયાન એસએમસીએ ઝેરી મિથેનોલ સપ્લાય કરતી એક અત્યંત જટિલ અને સુનિયોજિત આંતરરાજ્ય ગુનાહિત શ્રૃંખલાનો પર્દાફાશ કર્યો છે. આ ગેરકાયદેસર કાળા કારોબારના મૂળિયાં અન્ય રાજ્યો સુધી ફેલાયેલા હોવાનું ખુલવા પામ્યું છે. કાનૂની સંકંજો કસતાં પોલીસે અત્યાર સુધીમાં ભ્રષ્ટ પોલીસ કર્મચારી સહિત કુલ ૪૨ નરાધમ આરોપીઓની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે, જ્યારે આ કાળી કમાણીમાં સંડોવાયેલા અન્ય ૧૦ મુખ્ય સૂત્રધારોને ફરાર જાહેર કરી તેમની વિરુદ્ધ રેડ કોર્નર સમાન સર્ચ ઓપરેશન શરૃ કરાયું છે.
પોલીસે કાર્યવાહી દરમિયાન રૃ. ૨૨ લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. સ્વજનો ગુમાવનારા પીડિત પરિવારો આ નરાધમોને કઠોરતમ સજા મળે તેવી ન્યાયની આક્રોશપૂર્ણ માંગ કરી રહ્યા છે, જ્યારે એસએમસી દ્વારા હજુ પણ આ ગુનાહિત સિન્ડિકેટના ઊંડાણ સુધી પહોંચવા તપાસનો ધમધમાટ પૂરજોશમાં ચાલુ રાખવામાં આવ્યો છે.
એસએમસીની મજબૂત ચાર્જશીટથી આરોપીઓ પર કડક સકંજો
૧૪ નિર્દોષ નાગરિકોના ભોગ લેનાર ચકચારી લઠ્ઠાકાંડ કેસમાં તપાસનીશ એજન્સી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ન્યાયની દિશામાં એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. આ કેસમાં ષડયંત્ર કરનારા મુખ્ય આરોપીઓ સામે કઠોર સજા સુનિશ્ચિત કરવા માટે કોર્ટમાં મજબૂત ટેકનિકલ અને ડિજિટલ ,નાણાકીય લેવડદેવડ પુરાવાઓ સાથેની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. એસએમસીના તપાસનીશ પી.આઈ. જાડેજાએ જણાવ્યું હતું કે, આ તમામ મજબૂત પુરાવાઓથી ગુનેગારોને કાયદાના શિકંજામાં જકડીને સખત સજા અપાવવામાં મદદ મળશે.




