Bhavnagar

જૂના મનદુઃખનું ખૌફનાક પરિણામ, સમાધાનના બહાને બોલાવી યુવકની ઘાતકી હત્યા

By GS Team
3 Nov 20262 mins read
TukuTouch Logo
ભાવનગરના પાલીતાણા તાલુકાના ભંડારીયા ગામે જૂના ઝઘડાની અદાવતમાં અનકભાઈ કામળીયાની ઘાતકી હત્યા થઈ છે. 1 નવેમ્બર 2026ના રોજ કનુ દેસાઈ, ભયલુ દેસાઈ અને રાજુ દેસાઈએ અનકભાઈને ધારિયા, છરી અને પાઇપ વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા હતા. જેસર પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જૂના મનદુઃખનું ખૌફનાક પરિણામ, સમાધાનના બહાને બોલાવી યુવકની ઘાતકી હત્યા

ત્રણેય ઇસમો મૃતકના ભાઈને મારવા દોડયા

ધારિયા, છરી અને પાઇપ વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારનાર ત્રણ શખ્સ સામે જેસર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ

ભાવનગર -  ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ભંડારીયા ગામે અગાઉના ઝઘડા અને મનદુઃખનું અદાવત રાખીને એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે જેસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, પાલીતાણા તાલુકાના ભંડારીયા ગામે રહેતા અનકભાઈ દાદભાઈ કામળીયાને આજથી ત્રણેક માસ પહેલાં કનુ દોલુભાઈ દેસાઈ સાથે ઝઘડો થયો હતો, જે અંગે પોલીસ ફરિયાદ પણ થઈ હતી. આ મનદુઃખ બાબતે ગત તા. ૧ નવેમ્બર ૨૦૨૬ના રોજ બપોરે જ્યારે અનકભાઈ અને તેના શક્તિરાજભાઈ મોટરસાઇકલ પર પોતાની વાડીએ જઈ રહ્યા હતા, ત્યારે કનુ દોલુભાઈ દેસાઈ, ભયલુ ભાણભાઈ દેસાઈ અને રાજુ દોલુભાઈ દેસાઈએ રસ્તામાં રોકીને સમાધાન કરવાના બહાને પોતાની વાડીએ બોલાવ્યા હતા.વાડીએ પહોંચતા જ ત્રણેય ઈસમે ખીજાઈને અગાઉથી જ રાખેલા હથિયારો વડે હુમલો કર્યો હતો. કનુ અને ભયલુએ ધારિયા તથા છરી વડે અનકભાઈ પર આડેધડ ઘા ઝીંક્યા હતા, જ્યારે રાજુભાઈએ પાઇપથી માર મારી પકડી રાખ્યા હતા. આ હુમલામાં ગંભીર ઇજાઓ થવાથી અનકભાઈ લોહીલુહાણ થઈને બેભાન થઈ ગયા હતા. શક્તિરાજભાઈએ બચાવવાનો પ્રયાસ કરતા તેમને પણ શખ્સોએ મારવા દોડયા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્ત અનકભાઈને તાત્કાલિક સારવાર અર્થે પાલીતાણા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતદેહને વધુ પેાસ્ટમોર્ટમ માટે ભાવનગરની સર.ટી. હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.આ બનાવ અંગે પોલીસે કનુ દોલુભાઈ દેસાઈ, ભયલુ ભાણભાઈ દેસાઈ અને રાજુ દોલુભાઈ દેસાઈ સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૧૦૩(૧), ૫૪ અને જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને પોલીસ ઇન્સ્પેક્ટર એચ.જી. કટારીયા દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.