જૂની અદાવતમાં બોરડીગેટ વિસ્તારમાં ૯ શખ્સોનો આતંક
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

દારૃના કેસની બાતમી આપ્યાની શંકા રાખી હુમલો
શખ્સોએ મકાન-વાહનોમાં રૃા.૪.૮૦ લાખની તોડફોડ અને પરિવાર સાથે મારપીટ કરી
ભાવનગર - ભાવનગરના બોરડીગેટ પાછળ આવેલી મહાત્મા ગાંધી સોસાયટીમાં જૂની અદાવતને લીધે ૯ જેટલા સશ શખ્સોએ એકસંપ થઈને એક પરિવાર પર જીવલેણ હુમલો કરી ભારે તોડફોડ મચાવી હોવાની ચકચારી ઘટના સામે આવી છે.
બનાવની વિગત મુજબ, રાહુલ ઉર્ફે ચીની જયેશ મારુ અગાઉ કોળીયાક ખાતેથી ઇંગ્લિશ દારૃના કેસમાં પકડાયો હતો. તેને શંકા હતી કે વિમલભાઈ ઉર્ફે કેતન લલીતભાઈ સોલંકી (ઉ.વ. ૩૦) એ તેની ગાડીમાં જી.પી.એસ. લગાડીને તેને પકડાવ્યો હતો, જેની અદાવત રાખી તા.૧૬ જુલાઈ ૨૦૨૬ના રોજ રાત્રિના આશરે ૧૨ વાગ્યે રાહુલ ઉર્ફે ચીની, રોહન જસાભાઈ સોઢા, જીતુ જસાભાઈ સોઢા, અન્નુ નરેશ પરમાર, રાજુ ધીરજ ડોડીયા, વિવેક અશોક મકવાણા, સંજય ઉર્ફે લેપટો પરમાર, જીગર સોલંકી અને દર્શન મકવાણા સહિતના શખ્સો લોખંડના પાઇપ, ફરસી, સુડા અને સોડા બોટલો જેવા ઘાતક હથિયારો સાથે વિમલભાઈ ઉર્ફે કેતનના ઘરે ધસી આવ્યા હતા.અને તમામ શખ્સે વિમલભાઈ ઉર્ફે કેતનના સ્કૂટર (નં. જીજે-૦૪-ઈએન-૧૨૧૧) માં તોડફોડ કરી રૃ. ૧૦,૦૦૦નું નુકસાન કર્યું હતું. વિમલભાઈ ઉર્ફે કેતન જીવ બચાવવા બારીમાંથી ભાગી છૂટયા હતા. શખ્સોએ ઘરમાં ઘૂસી તોડફોડ કરી રહ્યા હતા ત્યારે અટકાવવાનો પ્રયાસ કરનાર વિમલભાઈ ઉર્ફે કેતનના માતા મનુબેનને પાઇપના ઘા મારી ઇજા પહોંચાડી હતી, તેમજ તેમના ૪ વર્ષના ભત્રીજા વિનયને લાફા માર્યા હતા. આ ઉપરાંત ઘરમાં રહેલા ટીવી, ફ્રિજ, ગેસ સ્ટવ સહિત રૃા.૭૦,૦૦૦ની ઘરવખરી તોડી નાખી હતી. હુમલાખોરોએ ફરિયાદીના મોટાભાઈના મકાનની બારીના કાચ, એ.સી.નું કોમ્પ્રેસર અને ચોકમાં પડેલી કિયા સોનેટ કાર (નં. જીજે-૦૪-ઈપી-૨૨૧૨)માં તોડફોડ કરી અંદાજે રૃ. ૪,૦૦,૦૦૦ નું ભારે નુકસાન કર્યું હતું. તમામ મળીને કુલ રૃ. ૪,૮૦,૦૦૦ નું નુકસાન કરીને હુમલાખોરો નાસી છૂટયા હતા. એટલાથી પૂરું નહીં થતા પોલીસ સ્ટેશનની બહાર પણ તમામ શખ્સોએ વિમલભાઈ ઉર્ફે કેતનના માતાને કેસ કરશો તો 'સ્મશાન ભેગા' કરવાની ધમકી આપી હતી. આ બનાવ સંદર્ભે વિમલભાઈ ઉર્ફે કેતનએ ઘોઘારોડ પોલીસ મથકમાં નવ શખ્સ વિરૃધ્ધ બી.એન.એસ. કલમ ૧૮૯(૨), ૧૯૧, ૧૯૧(૩), ૧૯૦, ૧૧૫(૨), ૩૨૪(૫), ૩૨૪(૬), ૩૫૧(૩), ૩૫૨, ૩૩૩ તથા જી.પી.એ. એક્ટ ૧૩૫ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.




