Bhavnagar

સર ટી. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ચાંદીપુરાના શંકાસ્પદ દર્દીનું મોત નિપજ્યું

By GS Team
21 Jul 20263 mins read
TukuTouch Logo
ભાવનગરમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત છે. વલ્લભીપુરના મેલાણા ગામની 6 વર્ષીય બાળકીના મોત બાદ, ગીર સોમનાથના ઉના તાલુકાના 5 વર્ષીય બાળકનું સર ટી. હોસ્પિટલમાં શંકાસ્પદ મોત થયું છે. જોકે, તેનો રિપોર્ટ હજુ આવ્યો નથી. આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેલન્સ હાથ ધરી સેમ્પલ લેવાયા છે. હાલ એક બાળક સારવાર હેઠળ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સર ટી. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ચાંદીપુરાના શંકાસ્પદ દર્દીનું મોત નિપજ્યું

ભાવનગરમાં ચાંદીપુરાથી વધુ એક મોત? આરોગ્ય તંત્ર એલર્ટ

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સોંદરડી ગામના પાંચ વર્ષિય બાળકની સારવાર ચાલી રહી હતી, રિપોર્ટની રાહ ઃ હોસ્પિટલમાં એક શંકાસ્પદ દર્દી સારવાર હેઠળ

ભાવનગર -  ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના મેલાણા ગામની ૬ વર્ષિય બાળકીનું ચાંદીપુરા વાયરથી મોત નિપજ્યાના બનાવ બાદ વધુ એક ચાંદીપુરાના શંકાસ્પદ બાળ દર્દીનું મોત નિપજતા આરોગ્ય તંત્ર એલર્ટ થયું છે. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સેંદરડી ગામના પાંચ વર્ષિય બાળકને ચાંદીપુરાના લક્ષણો જણાતા સારવાર માટે ગતરોજ સર ટી.હોસ્પિટલમાં એડમિટ થયું હતું. જેનું આજે વહેલી સવારે સારવાર દરમિયાન મોત નિપજતા ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ જિલ્લા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે.

ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના મેલાણા ગામની ચાંદીપુરાના લક્ષણો ધરાવતી ૬ વર્ષિય બાળકીનું ગત તા.૯-૭ના રોજ મોત નિપજ્યું હતું. જેનો ચાંદીપુરાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આમ, ભાવનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કારણે પ્રથમ મોતનો પ્રથમ બનાવ બન્યો છે. જે બાદ વધુ એક ચાંદીપુરાના શંકાસ્પદ બાળ દર્દીનું મોત નિપજતા આરોગ્ય તંત્ર એલર્ટ થયું છે. ગતરોજ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સેંદરડી ગામના પાંચ વર્ષિય બાળકને ચાંદીપુરાના લક્ષણ જણાતા મહુવાથી ભાવનગર સર ટી.હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. જેનું આજે વહેલી સવારે સઘન સારવાર દરમિયાન મોત નિપજતા ખળભળાટ મચી ગયો છે. જોકે આ બાળકના સેમ્પલ ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર-ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ હજુ આવ્યો નથી. પરંતુ ચાંદીપુરાના કારણે બાળકના મોત અને વધુ એક શંકાસ્પદ બાળ દર્દીના મોતથી જિલ્લા આરોગ્યતંત્ર હરકતમાં આવ્યું છે. આજે રેપિડ રિસ્પોન્સ ટીમે અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેલન્સ હાથ ધરી સેમ્પલ લીધાં છે. હાલ સર ટી.હોસ્પિટલના બાળ આરોગ્ય વિભાગમાં ચાંદીપુરા માટે અલાયદો આઈસોલેશન વોર્ડ શરૃ કરી દેવાયો છે. જ્યાં હાલ ગારિયાધારના વતની બે વર્ષિય બાળકની સારવાર ચાલી રહી છે. જેને ચાંદીપુરાના લક્ષણો જણાતા ઢસાથી રિફર કરવામાં આવ્યો હતો. હાલ તેની સ્થિતિ સ્ટેબલ હોવાનું જાણવા મળ્યું છે.

૪૩ બાળકોની તપાસ કરી, ૪૧ સેમ્પલ લેવાયા ઃ આઈસીએમઆરની ટીમે બે સેમ્પલ લીધાં

વલ્લભીપુરના મેલાણા ગામમાં ચાંદીપુરા વાયરસનો પાઝિટિવ કેસો આવતા આજે ભાવનગર સરકારી મેડીકલ કોલેજના તજજ્ઞા તબીબીની એક ટીમે તથા નેશનલ ઇન્સ્ટીયુટ ઓફ એપીડેમીયોલોજીની ચાર તજજ્ઞાોની ટીમે સ્થળની મુલાકાત કરી હતી. જ્યાં કુલ ૪૩ બાળકોનાં તપાસ કરવામાં આવેલ હતી અને ૪૧ સેમ્પલ લેવામાં આવ્યાં હતા. આ ઉપરાંત ગુજરાતમાં ચાંદીપુરા રોગના કેસોના પ્રમાણનું રિસર્ચ કરવા માટે ભાવનગરમાં આઈસીએમઆરના વૈજ્ઞાાનિકોની એક ટીમ છેલ્લા ઘણાં સમયથી કામ કરી રહી છે, જેમણે પણ બે સેમ્પલ લીધાં છે.

શહેર-જિલ્લાના ખાનગી બાળરોગ નિષ્ણાંતો સાથે બેઠક

ચાંદીપુરાની સ્થિતિને લઈને ભાવનગર શહેર અને જિલ્લાની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા બાળરોગ નિષ્ણાંતો સાથે ઓનલાઈન સેશનનું આયોજન થયું હતું. જેમાં સર ટી.હોસ્પિટલના બાળ આરોગ્ય વિભાગના વડા ડૉ.મેહુલ ગોસાઈ દ્વારા ચાંદીપુરા અંગે માહિતી આપવામાં આવી હતી. તેમજ શહેર-જિલ્લાની ખાનગી અને સરકારી હોસ્પિટલના તબીબો પાસે ચાંદીપુરાના લક્ષણો ધરાવતા શંકાસ્પદ દર્દી આવે તો તુરંત સર ટી.હોસ્પિટલમાં રિફર કરવા જણાવવામાં આવ્યું હતું.