Bhavnagar

કુંભારવાડામાં બે જૂથ વચ્ચે સામસામી પથ્થરમારો, વેપારીની દુકાનમાં તોડફોડ કરી

By GS Team
21 Jul 20261 min read
TukuTouch Logo
ભાવનગરના મફતનગરમાં રાત્રે બે જૂથો શૈલેષ પરમાર અને નરેશ ઉર્ફે મચ્છા, તેમજ મનીષ બારૈયા અને સન્ની મકવાણા વચ્ચે પથ્થરમારાથી હિંસક અથડામણ થઈ. નિર્દોષ વેપારી વિજયભાઈ સોલંકીની દુકાનના પતરાં તૂટ્યા અને તેમના સસરાને જાનથી મારી નાખવાની ધમકી મળી. બોતળાવ પોલીસે 4 આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કુંભારવાડામાં બે જૂથ વચ્ચે સામસામી પથ્થરમારો, વેપારીની દુકાનમાં તોડફોડ કરી

ભાવનગરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી

મફતનગરમાં રાત્રિના સમયે બે પક્ષો આમને-સામને આવ્યા, નિર્દોષ વેપારીની દુકાનનું પતરું તોડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી

ભાવનગર -  ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ મફતનગરમાં મોડી રાત્રે અસામાજિક તત્વો વચ્ચે સામસામે ઉગ્ર માથાકૂટ અને બેફામ પથ્થરમારો થતાં સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી અને ભયનો માહોલ સર્જાયો હતો. આ હિંસક અથડામણની ઝપેટમાં આવતાં નિર્દોષ કરિયાણાના વેપારીની દુકાનને નુકસાન પહોંચ્યું છે.

અક્ષરપાર્ક રોડ પર સીતારામ સ્ટોર ચલાવતા વિજયભાઈ હરજીભાઈ સોલંકી મોડી રાત્રે ઘરે હાજર હતા ત્યારે તેમની શેરીમાં શૈલેષ ધનજીભાઈ પરમાર તથા નરેશ ઉર્ફે મચ્છા પ્રવિણભાઈ પરમાર (એક પક્ષે) અને સામે પક્ષે મનીષ નરેશભાઈ બારૈયા તથા સન્ની રાજુભાઈ મકવાણા વચ્ચે બોલાચાલી બાદ પથ્થરમારો શરૃ થયો હતો.બંને પક્ષે ફેંકાયેલા પથ્થરો વિજયભાઈની દુકાનના સિમેન્ટના પતરા પર વાગતાં પતરાં તૂટી ગયાં હતાં. દુકાનમાં બેઠેલા તેમના સસરાએ પથ્થરો ફેંકવાની ના પાડતાં ચારેય શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો આપી ધજીવતા નહીં છોડીએધ તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ ઘટના બાદ વેપારીએ તાત્કાલિક ૧૧૨ નંબર પર કંટ્રોલ રૃમમાં ફોન કરતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. આ અંગે વિજયભાઈ સોલંકીની ફરિયાદના આધારે બોતળાવ પોલીસે શૈલેષ પરમાર, નરેશ ઉર્ફે મચ્છા, મનીષ બારૈયા અને સન્ની મકવાણા સામે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.