Bhavnagar

ભાવનગર, અમરેલી અને બોટાદની નવ પેઢીમાં સ્ટેટ જીએસટીના દરોડા

By GS Team
30 Jun 20262 mins read
TukuTouch Logo
ભાવનગર, અમરેલી અને બોટાદમાં સ્ટેટ GST વિભાગે કુલ 9 પેઢીઓના 10 સ્થળોએ દરોડા પાડ્યા. મીઠાઈ, કેક, કપડાં, ડ્રાઈફ્રુટ, મેડિસિન અને બિયારણના વેપારીઓ કંપોઝિટ શરત ભંગ કરી ઓછું ટર્નઓવર બતાવતા હતા. ભાવનગરના 5, અમરેલીના 3 અને બોટાદની 1 પેઢી સામે આ કાર્યવાહી કરાઈ છે. તપાસ મોડી સાંજ સુધી ચાલી, જે લંબાઈ શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાવનગર, અમરેલી અને બોટાદની નવ પેઢીમાં સ્ટેટ જીએસટીના દરોડા

મીઠાઈ, કેક, કપડાં, ડ્રાઈફ્રુટ, મેડિસિન, બિયારણના વેપારીઓને ત્યાં તપાસ

કંપોઝિટની શરતનો ભંગ કરી ઓછું ટર્નઓવર બતાવતા ભાવનગરના પાંચ, અમરેલીના ત્રણ, બોટાદની એક પેઢી સામે વિભાગની કાર્યવાહી

ભાવનગર -  સ્ટેટ જીએસટી વિભાગ, ભાવનગર ડિવિઝનના ભાવનગર, અમરેલી અને બોટાદની કુલ નવ પેઢીઓના ૧૦ સ્થળોએ આજે સવારથી જુદી-જુદી ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. કંપોઝિટની  શરતનો ભંગ કરી ઓછું ટર્નઓવર બતાવી ગેરરીતિ આચરનારા મીઠાઈ, કેક, કપડા, ડ્રાઈફ્રુટ, મેડિસિન, પીવીસી પાઈપ તથા ટાંકી અને બિયારણના વેપારીઓને ત્યાં શરૃ થયેલી તપાસ મોડી સાંજ સુધી ચાલી હતી અને હજુ આ તપાસ લંબાઈ તેવી સંભાવના છે.

શહેરના નામાંકિત કોમ્પ્યુટર અને કોચિંગ ક્લાસમાં સ્ટેટ જીએસટીના દરોડાના સપ્તાહ થયું છે ત્યાં સ્ટેટ જીએસટી વિભાગે ડિવિઝનના ત્રણેય જિલ્લામાં વધુ એક મોટાપાયે દરોડાની કાર્યવાહી કરી છે. સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર સ્ટેટ જીએસટી વિભાગની જુદી-જુદી ટીમો દ્વારા આજે સોમવારે ઉઘડતી બજારે દરોડાની કામગીરી આરંભવામાં આવી હતી. જેમાં શહેરના પંડયા મિઠાઈવાળા, રોલીપોલી કેક શોપ, કાપડના વેપારી નાઈસ એન્ડ ન્યુ ફેશન, ગણેશ સ્ટોર તથા ડ્રાઈફ્રુટના વેપારી અરૃણકુમાર ભુપતરાય ઠક્કર મળી શહેરના કુલ ૬ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત બોટાદમાં પુજન ફુડ્ઝમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમજ અમરેલીમાં આવેલી હાર્દિક મેડિકો અને પીવીસી પાઈપ અને પીવીસી પાણીની ટાંકીના વિક્રેતા ગણેશ એન્ટરપ્રાઈઝ તથા વડિયા-કુકાવાવમાં સરદાર બીજ નિગમ નામની બિયારણની પેઢીમાં તપાસ શરૃ કરવામાં આવી હતી. સ્ટેટ જીએસટીની આજે સવારે શરૃ કરવામાં આવેલી તપાસ મોડી રાત સુધી ચાલી હતી અને હજુ આ તપાસ લંબાઈ તેવી સંભાવના છે. આ તમામ પેઢીઓ દોઢ કરોડ કરતા વધારે ટર્નઓવર હોવા છતાં ઓછું ટર્નઓવર બતાવી કંપોઝિટની શરતોનું ભંગ કરી ગેરરીતિ આચરતી હોવાનું સ્ટેટ જીએસટીની પ્રાથમિક તપાસમાં સામે આવતા આ દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે.