મહુવાના નુતનનગરમાં જુગારની બાજી માંડી બેઠેલા છ શખ્સ ઝડપાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સ્ટ્રીટ લાઈટના અંજવાળે શખ્સો તીનપત્તીનો જુગાર ખેલતા હતા
લોકલ ક્રાઈમ બ્રાંચે રોકડ ,મોબાઈલ મળી રૃ. ૧.૦૭ લાખના મુદ્દામાલ કબજે લીધો
ભાવનગર - મહુવાના નુતનનગર, શાળા નં-૧૨ પાસે જાહેરમાં જુગારની બાજી મંડાઈ હતી.અને લોકલ ક્રાઈમ બ્રાંચે દરોડો પાડી રોકડ સહિત ૧.૦૭ લાખના મુદ્દામાલ છ શખ્સને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
એલસીબીનો સ્ટાફ મહુવા ડિવિઝનમાં પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે નુતનનગર, શાળા નં-૧૨ પાસે જાહેરમાં રેડ કરવામાં આવી હતી. જેમાં પોલીસે સ્ટ્રીટ લાઈટના અંજવાળે ગંજીપત્તા વડે હારજીતનો જુગાર રમતા ઇમરાન શેખ, રાકેશ વિરડીયા, જિગ્નેશ મહિડા, કિશોર બારૈયા, પ્રવિણ ચૌહાણ અને અલ્પેશ મહિડાને રોકડા રૃ. ૪૨,૦૦૦ અને ૬ નંગ મોબાઈલ ફોન સહિત કુલ રૃ. ૧,૦૭,૦૦૦નો મુદ્દામાલ સાથે ઝડપી લઇ તમામ વિરુદ્ધ મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.




