સ્વાઈન ફ્લૂની સંભવિત પરિસ્થિતિને લઈ સર ટી.હોસ્પિટલ તંત્રે કમર કસી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

લઠ્ઠાકાંડ બાદ હોસ્પિટલ સામે નવો પડકાર
હોસ્પિટલમાં સારવાર લેવા આવતા શરદી, ઉધરસ, તાવના દર્દીઓનું મોનિટરિંગઃ વિભાગીય વડાઓની બેઠક મળી
ભાવનગર - લઠ્ઠાકાંડના દર્દીઓની સારવારમાં સતત ચર્ચામાં રહેલા સર ટી.હોસ્પિટલ તંત્રએ સ્વાઈન ફ્લૂની સંભવિત પરિસ્થિતિને લઈને કમર કસી છે. હાલ તો હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂનો કોઈ કેસ નોંધાયો નથી, પરંતુ બિમારીની સંભવિત પરિસ્થિતિને જોતા હાલ હોસ્પિટલમાં આવતા શરદી, ઉધરસ અને તાવના દર્જીઓનું મોનિટરિંગ થઈ રહ્યું છે અને આ મામલે વિભાગિય વડાઓની બેઠક પણ મળી હતી.
લઠ્ઠાકાંડમાં દર્દીઓની સારવારમાં સતત ચર્ચામાં રહેલા સર ટી.હોસ્પિટલ તંત્રએ દેશના ઘણાં રાજ્યોમાં એચ૧એન૧ એટલે કે સ્વાઈન ફ્લૂના કેસો વધી રહ્યાં હોવાથી આ બિમારીને લઈને કમર કસી છે. હાલ સર ટી.હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂનો કોઈ કેસ નથી પરંતુ બિમારીની સંભવિત પરિસ્થિતિને જોતા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અને સારવાર લેવા આવતા શરદી, ઉધરસ અને તાવના દર્દીઓનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ગતરોજ હોસ્પિટલ સુુપ્રિટેન્ડન્ટ દ્વારા બોલાવવામાં આવેલી વિભાગિય વડાઓની બેઠકમાં દવાઓ, ઓક્સિજન સહિતની જરૃરિયાતોને લઈને ચર્ચા થઈ હતી. તેમજ જરૃર જણાયે અલગથી આઈસોલેશન વોર્ડ તૈયાર કરવા મુદ્દે તથા તૈયારીઓ અંગે સમિક્ષા કરવામાં આવી હતી.




