Bhavnagar

સિહોર ઃ ૨.૪૦ કરોડની નાણાંકીય ગેરરીતિ અંગે એસીબીમાં ફરિયાદ

By GS Team
9 Aug 20261 min read
TukuTouch Logo
સિહોર નગરપાલિકામાં 7 વર્ષ પહેલા સ્વચ્છ ભારત મિશન ગુજરાત હેઠળ 2.40 કરોડની ગ્રાન્ટમાં ગેરરીતિની ACBમાં ફરિયાદ થઈ છે. ઉથરેટીની જગ્યાએ 17માંથી માત્ર 3 કામ થયા, બાકીના કાગળ પર દર્શાવી 2.40 કરોડના બિલ પાસ કરાયા. પંચરોજકામમાં સ્થળ પર કોઈ કામગીરી ન હોવાનું સાબિત થતા, વિપક્ષના નેતાએ જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સિહોર ઃ ૨.૪૦ કરોડની નાણાંકીય ગેરરીતિ અંગે એસીબીમાં ફરિયાદ

વર્ષ ૨૦૧૯માં સ્વચ્છ ભારત મિશન ગુજરાત હેઠળ ગ્રાંટ આવી હતી

પંચરોજકામ દરમિયાન ઉથરેટીની જગ્યા પર એકપણ પ્રકારની કામગીરી ન થયાનું સાબિત થયું હતું

સિહોર -  સિહોર નગરપાલિકામાં સાત વર્ષ પૂર્વે સ્વચ્છ ભારત મિશન ગુજરાત અંતર્ગ ફાળવવામાં આવેલી ગ્રાન્ટમાંથી ૨.૪૦ કરોડની નાણાંકીય ગેરરીતિ આચરવામાં આવી હોવાની રાવ સાથે એસીબીમાં ફરિયાદ કરવામાં આવી છે.

સ્વચ્છ ભારત મિશન હેડળ સિહોરમાં ઉથરેટીની જગ્યા માટે વિવિધ ૧૭ પ્રકારની વિકાસ અને સફાઈલક્ષી કામગીરી મંજૂર કરાઈ હતી. પરંતુ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી ૧૭માંથી માત્ર ૩ કામ કરી બાકીની કામગીરી કાગળ ઉપર કે અર્ધી દર્શાવીને અંદાજે ૨.૪૦ કરોડ રૃપિયાના બિલો પાસ કરી ચૂકવી દેવામાં આવ્યા હતા. આ શંકાસ્પદ કામગીરી અંગે વિપક્ષના નેતાએ ન.પા.ની સાધારણ સભામાં વિરોધ દર્શાવતા ઉથરેટીની જગ્યાનું પંચરોજકામ કરવાનો ઠરાવ પસાર કરાવવામાં આવ્યો હતો. જેના આધારે પંચરોજકામ કરવામાં આવતા સ્થળ પર એકપણ પ્રકારની કામગીરી ન થઈ હોવાનું સ્પષ્ટપણે સાબિત થયું હતું. ત્યારબાદ સ્થળ તપાસ અને સરકારી ચોપડે થયેલી ચૂકવણીના નક્કર પુરાવાઓ એકત્રિત કરી વિપક્ષના નેતાએ ૨.૪૦ કરોડની ગેરરીતિ અંગે તમામ જવાબદારો સામે એન્ટી કરપ્શન બ્યૂરોમાં ફરિયાદ કરી પ્રજાના ટેક્સના નાણાંનો દુરુપયોગ કરનાર અધિકારી-પદાધિકારી અને સબંધિત એજન્સીઓ સામે ગુનો નોંધી કડક કાનૂની કાર્યવાહી કરવા માંગણી ઉચ્ચારી છે.