કૈલાસધામ આશ્રમના સાધુની લીલા ગાંજા સાથે ધરપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ભુંડરખા ગામે આવેલા આશ્રમમાં ગાંજાનું વાવેતર કર્યું હતું
પોલીસ રેઇડમાં રૃ. ૨.૪૮ લાખની કિંમતના ૭ લીલા ગાંજાના છોડ જપ્ત
ભાવનગર - ભાવનગર જીલ્લાના પાલીતાણા તાલુકાના ભુંડરખા નં. ૨ ગામે આવેલા કૈલાસધામ આશ્રમમાં પાલીતાણા ટાઉન પોલીસ દ્વારા રવિવારે એક સફળ રેઇડ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ચોક્કસ અને વિશ્વસનીય બાતમીના આધારે પોલીસે આશ્રમમાં દરોડો પાડીને ગેરકાયદેસર વાવેતર કરાયેલા ગાંજાના લીલા છોડનો મસમોટો જથ્થો ઝડપી પાડયો છે.
પાલીતાણા તાલુકાના ભુંડરખા નં. ૨ ગામે આવેલા કૈલાસધામ આશ્રમની દેખરેખ રાખતા ૩૯ વર્ષીય અરવીંદ ઉર્ફે અરવીંદગીરી ભરતભાઇ ગોહિલ (મૂળ રહે. લાખણકા) એ આશ્રમના વરંડામાં વાસ અને ઝાઝમની આડસ નીચે ગેરકાયદેસર રીતે ગાંજાના છોડનું વાવેતર કર્યું હતું. રેઇડ દરમિયાન એફ.એસ.એલ. અધિકારીઓની હાજરીમાં સ્થળ તપાસ કરતા આશરે છ થી સાત ફૂટ ઊંચા લીલા ગાંજાના ૭ છોડ મળી રૃ. ૨.૪૮ લાખનો મુદ્દામાલ મળી આવ્યા હતા.પોલીસે અરવીંદ ઉર્ફે અરવીંદગીરી ભરતભાઇ ગોહિલને લીલા ગાંજાના છોડ વજન ૯ કિલો ૯૩૦ ગ્રામ રૃ. ૨,૪૮,૨૫૦ સાથે ઝડપી લઇ પૂછપરછમાં અરવીંદ ઉર્ફે અરવીંદગીરીએ જણાવ્યું હતું કે તે પોતે ગાંજો પીવાની ટેવ ધરાવતો હોવાથી સાધુ-સંતો અને પોતાના ઉપયોગ માટે આ વાવેતર કર્યું હતું.
પાલીતાણા ટાઉન પોલીસે આરોપી અરવિંદગીરીની ધરપકડ કરી તેની વિરુદ્ધ નારકોટીક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમ એનડીપીએસની કલમ ૮(બી), ૮(સી), ૨૦(એ), અને ૨૦(બી) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




