Bhavnagar

દારૃના બૂટલેગરો સામે લાલ આંખ, ૬ શખ્સ સામે પાસાનું શસ્ત્ર ઉગામ્યુ

By GS Team
26 Jul 20261 min read
TukuTouch Logo
ભાવનગર પોલીસે દારૂબંધીના ભંગ બદલ કડક કાર્યવાહી કરી છે. LCB, ઘોઘા રોડ અને અલંગ પોલીસે 6 બુટલેગરોને પાસા હેઠળ રાજ્યની અલગ-અલગ જેલમાં ધકેલ્યા છે. કલેક્ટરના આદેશથી અલ્પેશ ડોડીયા, અમિત ડોડીયા, સંજય ખાંભલીયા, મનદિપસિંહ ગોહિલ, હાર્દિકસિંહ ગોહિલ અને સુનીલ વાઘેલાને રાજકોટ, ભુજ અને સાબરમતી જેલમાં મોકલાયા છે. આ કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દારૃના બૂટલેગરો સામે લાલ આંખ, ૬ શખ્સ સામે પાસાનું શસ્ત્ર ઉગામ્યુ

એલસીબી, ઘોઘા રોડ અને અલંગ પોલીસે

દારૃની ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયેલા ઈસમોને પાસા હેઠળ રાજ્યની જુદી-જુદી જેલમાં ધકેલ્યા

ભાવનગર -  ભાવનગર જિલ્લામાં ગેરકાયદેસર વિદેશી દારૃની પ્રવૃત્તિઓ અને અસામાજિક તત્વો પર લગામ કસવા માટે પોલીસ અને જિલ્લા વહીવટી તંત્રે કડક કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગર રેન્જ આઇજી રાજેન્દ્ર વી.અસારી અને એલસીબી ઈન્સપેક્ટર એમ.એમ.સરવૈયા સહિતના ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી, દારૃની અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ૬ ઈસમો સામે પાસા હેઠળ દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. ભાવનગર જિલ્લા મેજિસ્ટ્રેટ (કલેક્ટર) દ્વારા આ તમામ દરખાસ્તો માન્ય રાખીને પાસા વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યા હતા. જેમાં અલ્પેશ ઉર્ફે અલ્પો ડોડીયા (મધ્યસ્થ જેલ, રાજકોટ) અને અમિત ડોડીયા (ખાસ જેલ, ભુજ), સંજય ખાંભલીયા (ખાસ જેલ, ભુજ), મનદિપસિંહ ગોહિલ (રાજકોટ જેલ), હાર્દિકસિંહ ગોહિલ (ભુજ જેલ) અને સુનીલ ઉર્ફે છનો વાઘેલા (સાબરમતી જેલ, અમદાવાદ) ખાતે મોકલી આપવામાં આવ્યા છે. પોલીસની આ કડક કાર્યવાહીથી જિલ્લાના બૂટલેગરો અને અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે.